ગોન વિથ ધ વિન્ડની એક્ટ્રેસ ઓલિવિયા હૈવિલૈન્ડન નિધન

પહેલી જુલાઈએ જન્મદિવસ ઉજવ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા) ફાંસ, તા. ૨૭
‘ગોન વિથ ધ વિન્ડ’ના નામથી મશહૂર અભિનેત્રી ઓલિવિયા દ હેવીલેન્ડનું ૧૦૪ વર્ષની વયે નિધન થયું હતું. ઓલિવિયા ડી હૈવિલૈન્ડ ૧૯૩૯ની ફિલ્મ ‘ગોન વિથ ધ વિન્ડ’માં મેલાની ‘મેલ્લી’ હેમિલ્ટનની ભૂમિકા નિભાવી હતી.૨૫ જુલાઈને રોજ ફાંસના નિવાસસ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધાં હતા. આપને જણાવી દઇએ કે, બે વખત બેસ્ટ એક્ટ્રેસનો એકેડેમી એવોર્ડ મેળવનારા અભિનેત્રીએ ૧ જુલાઈના રોજ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.

 

જાપાનના અભિનેતા હુમારા મિયુરાએ ગળે ફાંસો લગાવ્યો

સુશાંતસિંહની ઘટના જેવી સમાનતાઓ
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૧૯
જાપાની એક્ટર હુમારા મિયુરા શનિવારે પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો. મીડિયા રિપોર્ટસ મુજબ તેણે ફાંસી લગાવીને પોતાનો જીવ આપી દીધો. હુમારાની ઉંમર ૩૦ વર્ષ હતી. આપઘાત પાછળનું કારણ સામે આવ્યું નથી. સોશિયલ મીડિયા પર તેના ફેન્સ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. એક ફેને તેની રીસેન્ટ પોસ્ટ શેર કરીને લખ્યું કે, તે એકદમ ઠીક લાગી રહ્યા હતો, પરંતુ ખબર નહીં કેમ આવું પગલું ભર્યું. બીજી ચોંકાવનારી વાતએ પણ છે કે કેટલાક લોકો જાપાની એક્ટર અને સુશાંતના કેસમાં અનેક સમાનતા દેખાઈ રહી હતી. જાપાની એક્ટર હુમારાની ઘટના સુશાંતની આત્મહત્યાને યાદ અપાવે છે. તેમના વચ્ચે એક સમાનતા એવી પણ છે કે બંનેએ ટીવીથી શરૂઆત કરી હતી અને પછી ફિલ્મોમાં કરિયર બનાવ્યું. રિપોર્ટ મુજબ તેણે કોઈ ઈવેન્ટ અટેન્ડ કરવાની હતી પરંતુ તેમના મોતના સમાચાર સામે આવ્યા.

 

પ્રિયંકા ચોપડાને એમ્બેસેડર તરીકે આમંત્રણ અપાયું

‘ટોરેન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૦’

દેશની સાથે સાથે વિદેશમાં પણ પ્રિયંકા ચોપડા લોકપ્રિય

(સંપૂર્ણ સમાચાર સેવા) લોસ એન્જલસ, તા. ૦૯
પ્રિયંકા ચોપડા દેશની સાથે સાથે વિદેશમાં પણ લોકપ્રિય અભિનેત્રી છે. પ્રિયંકાને ટોરેન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (ટીઆઈએફએફ) ૨૦૨૦ની એમ્બેસેડર બનાવવામાં આવી છે. અભિનેત્રીએ આ માહિતી સોશ્યલ મીડિયા પર શેર કરી છે.
પ્રિયંકાનો ૫૦ ફિલ્મ નિર્માતાઓ અને એક્ટર્સની લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમને તેમાં એમ્બેસેડર તરીકે બોલાવવામાં આવ્યા છે. પ્રિયંકાએ તેનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઈન્ટ પર શેર કર્યો છે, જેમાં તે આ ફેસ્ટિવલમાં તેની ઘણી ફિલ્મો વિશે વાત કરતી જોવા મળે છે.વીડિયો સાથેની કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું કે, ‘મારી કારકિર્દીમાં ટીઆઈએફએફ હંમેશાં મારું બીજું ઘર રહ્યું છે. મેં મારી ઘણી ફિલ્મોની સાથે આ ફેસ્ટિવલમાં અભિનેત્રી અને નિર્માતા તરીકે શરૂઆત કરી છે. આ ફેસ્ટિવલમાં ફિલ્મોના જાદુના સેલિબ્રેશન કરવા માટે ભેગા થાય છે અને તેમણે હંમેશા મને ખૂબ જ પ્રેમથી સ્વીકારી છે. પ્રિયંકાએ વધુમાં કહ્યું કે, એમ્બેસેડર તરીકે સેવા કરવામાં મને ખૂબ ગર્વ છે. હું આ સંબંધને જાળવી રાખવા માટે ખૂબ ઉત્સુક છું. કારણ કે, તે મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ફેસ્ટિવલ ૧૦થી ૧૯ સપ્ટેમ્બર દરમિયાન યોજાવા જઈ રહ્યો છે. આ ઉપરાંત, પ્રિયંકા ચોપડાની સાથે દિગ્દર્શક અનુરાગ કશ્યપને પણ ફેસ્ટિવલમાં એમ્બેસેડર તરીકે નિમંત્રણ અપાયું છે.

 

ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ના કાસ્ટિંગ ડિરેક્ટરનું નિધન

બોલિવુડને વધુ એક મોટો ફટકો પડ્યો

કાસ્ટિંગ ડિરેક્ટર કૃષ કપૂરનું માર્ગ દુર્ઘટનામાં મોત થયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા. ૪
બોલિવુડના કાસ્ટિંગ ડિરેક્ટર કૃષ કપૂરનું રસ્તામાં અકસ્માતમાં મોત થયું હતું. આ ઘટના ૩૧મે રોજ બની હતી. તેમણે ‘જલેબી’, ‘વીરે દી વેડીંગ’ અને અન્ય ડિજિટલ ફિલ્મનું કાસ્ટિંગ કર્યું હતું. આ દુર્ઘટના તેમના હોમટાઉનમાં જ બની હતી. જેથી તેમને ખૂબ જ ઈજા પહોંચી હતી અને તે દિવસે જ તેમનું મોત થયું હતું. હાલ તો આ દુર્ઘટના પ્રત્યે કૃષના પરિવારનું કે પછી કોઈ સ્પોક્સપર્સનનું નિવેદન સામે નથી આવ્યું. તેમની ઉંમર ૩૦ ની આસપાસ હતી.
નોંધનીય છે કે આ વર્ષ બોલિવુડ માટે કારમું સાબિત થયું છે. એકબાજુ લોકડાઉનને કારણે ફિલ્મના શૂટિંગને અસર પહોંચવાથી અનેક જુનિયર આર્ટિસ્ટ પણ બેકાર બન્યા છે. તો બીજી બાજુ ખૂબ જ ટૂંકાગાળામાં એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીએ ઋષિકપૂર, ઈરફાન ખાન જેવા એક્ટર તો યોગેશ ગૌર અને મ્યુઝિક કમ્પોઝર વાજિદ ખાન જેવા કલાકારો પણ ગુમાવ્યા છે.

 

ડેવિડ વોર્નર અલ્લુ અર્જુનના ગીત પર ડાન્સ કરતો દેખાયો

ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્‌સમેન વોર્નર નવા લુકમાં

ડેવિડ વોર્નર અને તેની પત્નિ કેન્ડિસ પુત્રી સાથે રામૂલુ રામુલા ગીત પર ડાન્સ કરતો વિડિયો વાયરલ થતાં ચર્ચા

(સંપૂર્ણ સમાચાર સેવા)
સિડની, તા. ૧૩
ઑસ્ટ્રેલિયાનો પૂર્વ વાઈસ કેપ્ટન ડેવિડ વૉર્નર પોતાની બેટિંગ બાદ હવે એક્ટિંગ અને ડાન્સથી પણ લોકોને પ્રભાવિત કરી રહ્યો છે. અને તેના ટિકટોક વિડિયો સતત વાયરલ થઈ રહ્યા છે. ઑસ્ટ્રેલિયન ઓપનરે મંગળવારે વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે જેમાં તે પોતાની પત્ની સાથે ડાન્સ કરતો દેખાઈ રહ્યો છે.
આ વિડીયોમાં વૉર્નર અને તેની પત્ની કેન્ડિસ ઉપરાંત તેમની દીકરી પણ ડાન્સ કરતી દેખાઈ રહી છે. આ વખતે તેમણે તેલુગુ ફિલ્મના ‘રામૂલુ રામુલા’ ગીત પર ડાન્સ કર્યો હતો. આ ગીત પર ફિલ્મમાં તેલુગુ સ્ટાર અલ્લુ અર્જુને ડાન્સ કર્યો હતો. વૉર્નરે ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયોના કેપ્શનમાં લખ્યું, ‘હી એન્ડ શી આર બેક’ તેણે પત્ની કેન્ડિસ અને અલ્લુ અર્જુનને પણ ટેગ કર્યો અને સાથે જ પૂછ્યું કે આ ક્યું ગીત છે. ઇન્ડિયન પ્રીમિયરલીગમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ તરફથી રમવાને કારણે ડેવિડ વૉર્નરની હૈદરાબાદમાં ખૂબ ફેન ફોલોઈંગ છે. આના પહેલા તે મહેશ બાબુની ૨૦૦૬માં આવેલી એક્શન થ્રિલર ફિલ્મ ‘પોકિરી’ના એક ડાયલૉગ પર લિપ્સિંગ કરતો દેખાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં તે બોલ ટેમ્પરિંગના મામલામાં એક વર્ષની સજા ભોગવી ચુક્યો છે અને ક્રિકેટ દૂર રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાના આ મહાન ખેલાડી પણ લોકડાઉનમાં ઘરમાં રહે છે. ઓસ્ટ્રેલિયામાં પણ કોરોનાનો આતંક જારી છે ત્યારે ક્રિકેટથી દૂર રહેલા ખેલાડીઓ પણ નવા નવા પ્રયાગો અજમાવી રહ્યા છે.

 

પાંચમી વખત જુલિયા રોબર્ટસ સૌથી ખુબસુરત મહિલા જાહેર

લોસએન્જલસ,હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી અને પ્રિટી વુમન તરીકે વધારે જાણીતી રહેલી જુલિયા રોબર્ટસ રેકોર્ડ પાંચમી વખત વિશ્વની સૌથી ખુબસુરત મહિલા તરીકે જાહેર કરવામાં આવી છે. મોસ્ટ બ્યુટિફુલ પર્સન તરીકે જાહેર કરવામાં આવ્યા બાદ જુલવિયાએ પરિવારના સભ્યો સાથે પણ વાત કરી હતી. રેકોર્ડ પાંચમી વખત તેની પંસદગી કરવામાં આવ્યા બાદ જુલિયા રોબર્ટસે ફોન કરીને હોલિવુડ સ્ટાર જ્યોર્જ ક્લુનીને માહિતી આપી હતી. તમામ ચાહકો સારી રીતે જાણે છે કે જ્યોર્જ ક્લુની બે વખત વિશ્વના સૌથી સેક્સી પુરૂષ તરીકે જાહેર કરવામાં આવી ચુક્યો છે. જ્યોર્જ ક્લુની અને જુલિયા રોબર્ટસ વચ્ચેની મિત્રતા ભારે જાણીતી રહી છે.

આ વર્ષના મોસ્ટ બ્યુટીફુલ પર્સનની યાદીમાં જે અન્ય અભિનેત્રી અથવા તો સેલિબ્રીટી સામેલ રહી છે તેમા ઇમ્મા વોટસન અને વિવોલા ડેવિસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોસ્ટ બ્યુટીફુલ પર્સનની યાદીમાં લોકપ્રિય સેલિબ્રિટી ઓપરા વિન્ફ્રેનો સમાવેશ થાય છે. ગયા વર્ષે જેનિફર એનિસ્ટને જીત મેળવી લેવામાં સફળતા મેળવી હતી. આ વખતે જુલિયા રોબર્ટસે બાજી મારી દીધી છે. તે અગાઉ ચાર વખત આ તાજ જીતી ચુકી છે.

વર્ષ ૧૯૯૦માં રજૂ થયેલી લોકપ્રિય ફિલ્મ પ્રિટી વુમન મારફતે તે રાતોરાત સુપરસ્ટાર બની ગઇ હતી. આ ફિલ્મમાં તેની સાથે રિચર્ડ ગેરે ભૂમિકા અદા કરી હતી. ફિલ્મમાં જુલિયા રોબર્ટસે એક વેશ્યાની ભૂમિકા અદા કરી હતી. જુલિયા રોબર્ટસ પોતાની ફિલ્મી કેરિયર દરમિયાન બેસ્ટ અભિનેત્રી માટેનો ઓસ્કાર એવોર્ડ પણ પોતાના નામ પર કરી ચુકી છે. તેની ફરી પસંદગી કરાતા કોઇને આશ્ચર્ય થયુ નથી.

 

હોલિવુડ ફિલ્મ બેવોચમાં પ્રિયંકા વિલન તરીકે રહેશે

(સંપૂર્ણ સમાચાર સેવા)

મુંબઇ,તા. ૧૮

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી પ્રિયંકા ચોપડા હવે હોલિવુડ ફિલ્મોમાં પણ સતત ચર્ચા જગાવી રહી છે. આગામી દિવસોમાં તે વધુ લોકપ્રિયતા મેળવી લેવા માટેની તૈયારીમાં છે. પ્રાપ્ત અહેવાલ મુજબ હોલિવુડ ફિલ્મ બેવોચમાં પ્રિયંકા ચોપડા હવે વિલન તરીકેની ભૂમિકા અદા કરનાર છે. પ્રિયંકા ફિલ્મમાં વિલન છે તેવી જાહેરાત ધ રોક જોન્સન દ્વારા કરવામાં આવી છે. વર્ષ ૧૯૯૦માં ભારે લોકપ્રિયતા જગાવનાર ટીવી સિરિઝ બેવોચ પર આધારિત ફિલ્મમાં તે કામ કરવા માટે જઇ રહી છે. ધ રોક જોન્સન દ્વારા ઓનલાઇન વિડિયોમાં આ અંગેની જાહેરાત કરી છે. ઇન્સ્ટેગ્રામ પોસ્ટમાં પ્રિયંકાનુ સ્વાગત કરતા જોન્સને કહ્યુ છે કે પ્રિયંકા આ રોલ માટે છવાઇ જશે. જોન્સને કહ્યુ છે કે પ્રિયંકા વિશ્વની સૌથી મોટી સ્ટાર પૈકીની એક તરીકે છે. હાલમાં પ્રિયંકા સાથે ફોટો પણ જોન્સને આપ્યો હતો. જે દરિયા કિનારાનો ફોટો છે. અમેરિકન શો ક્વાન્ટિકોમાં મુખ્ય રોલ કરીને અમેરિકા સહિતના દેશોમાં ભારે લોકપ્રિયતા મેળવી લેનાર પ્રિયંકા ચોપડા હવે સતત હોલિવુડમાં પણ સતત ફિલ્મો મેળવી રહી છે.

પ્રિયંકાએ ફિલ્મ એતરાજ સાથે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. જેમાં તે નેગેટીવ ભૂમિકામાં હતી. બેવોચને કોઇ સમય વિશ્વમાં સૌથી વધારે જોવાતી હતી. બેવોચ સિરિયલ લોસએન્જલસ પ્રાંતમાં રહેલા લોકો પર આધારિત હતી. જે દરિયા કિનારે પેટ્રોલિંગ કરે છે. સૌથી પહેલા તેમા પામેલા એન્ડરસનની ભૂમિકા હતી. જેથી તે વધારે લોકો જોતા હતી. પ્રિયંકા આગામી સપ્તાહમાં ફિલ્મના અન્ય કલાકારો સાથે શુટિંગ હાથ ધરનાર છે. પ્રિયંકા હાલમાં ગંગાજલ-૨માં પણ કામ કરી રહી છે.

 

એક્ટિંગમાંથી થોડાક સમય બ્રેક લેવા ડીકેપ્રિયો તૈયાર છે

(સંપૂર્ણ સમાચાર સેવા) લોસએન્જેલસ,તા. ૨૨

ટાઈટેનીક ફિલ્મ મારફતે રાતોરાત સુપર સ્ટાર થયેલા અભિનેતા લિયોનાર્ડો ડી કેપ્રિયોએ થોડાક સમય માટે એક્ટિંગમાંથી બ્રેક લેવાની યોજના બનાવી છે. ગ્રેટ ગેટ્સ બી અને ધ વુલ્ફ ઓફ વોલસ્ટ્રીટમાં ભૂમિકા ભજવ્યા બાદ તે થોડાક સમય માટે બ્રેક લેવાની યોજના ધરાવે છે. લિયોનાર્ડો ડીકેપ્રિયો વુલ્ફ ઓફ વોલ સ્ટ્રીટમાં ચીવીરૃપ ભૂમિકા કરી રહ્યો છે. ઉપરાંઉપરી કેટલીક ફિલ્મોમાં કામ કર્યા બાદ ડીકેપ્રિયો થોડાક સમય માટે બ્રેક લેવા માગે છે. ૩૮ વર્ષીય આ અભિનેતાએ એક મુલાકાતમાં આ મુજબની વાત કરી છે. જર્મન અખબાર સાથેની વાતચીતમાં આ લોકપ્રિય અભિનેતાએ કહ્યું છે કે થોડાક સમય સુધી બ્રેક લઈને તે આરામની ઇચ્છા ધરાવે છે. અન્ય ઘણી સેલિબ્રિટીઓની જેમ જ તે પણ આ દિશામાં આગળ વધી રહ્યો છે.

ડીકેપ્રિયો હોલિવૂડમાં ટોચના અભિનેતા તરીકે પહેલાંથી જ જાણીતો છે. આ અમેરિકન અભિનેતા અને નિર્માતાની નવ વખત એક અભિનેતા તરીકે ગોલ્ડન ગ્લોબ માટે નોમીનેશન કરવામાં આવી છે. તે ધ એવિએટરમાં શાનદાર ભૂમિકા બદલ ૨૦૦૪માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતી ગયો હતો. લોસએન્જેલસમાં જન્મેલા અને ઉછરેલા ટેલિવિઝન કોમર્શિયલમાં નજરે પડીને પોતાની કેરિયરની શરૃઆત કરી હતી. ત્યારબાદ કેટલીક ટેલિવિઝન સિરિયલોમાં મોટી ભૂમિકાઓ અદા કરી હતી. ૧૯૯૧માં હોરર ફિલ્મ સથે આ અભિનેતાએ પોતાની ફિલ્મી કેરિયરની શરૃઆત કરી હતી. જેમ્સ કેમરુનની ટાઈટેનીક ફિલ્મ ૧૯૯૭માં રજૂ થઈ હતી જેના મારફતે તે રાતોરાત સુપર સ્ટાર બની ગયો હતો.

લોસએન્જેલસમાં જન્મેલા અને ઉછરેલા સ્ટાર અભિનેતા ડી કેપ્રિયોએ ટેલિવિઝન સિરિયલ દ્વારા કેરિયર શરૃ કરી

 

સેલેના ગોમેઝ હાલમાં સિંગલ થઈ છે : હેવાલ

(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા.૨૨

અભિનેત્રી અને ગાયિકા સેલેના ગોમેઝ સ્ટાર ગાયક જસ્ટિન બીબેર સાથે પોતાના સંબંધો તૂટી ગયા બાદ હવે નવી દિશામાં આગળ વધવાના પ્રયાસમાં છે. બીબેર સાથે હાલમાં જ બ્રેક અપની સ્થિતિ મૂકાઈ ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બીબેર સાથે તેના ઘણા સમયથી સંબંધો હતા. ૧૯મી જાન્યુઆરીના દિવસે યુનિસેફ સાથે સંબંધિત એક કાર્યક્રમમાં અન્યો સાથે પણ નજરે પડી હતી. સેલેના ગોમેઝ અને જસ્ટિન બીબેર ન્યૂઝ મેકર તરીકે બની ગયા હતા. આ બંનેના ફોટાઓ વારંવાર મીડિયાઓમાં પ્રકાશિત થઈ રહ્યા હતા. ટેલર સ્વિફ્ટ સાથે બીબેરના સંબંધોના અહેવાલ આવ્યા બાદ સેલેના ગોમેઝ નારાજ થઈ હતી અને સંબંધોમાં તિરાડ પડી હતી. જસ્ટિન બીબેર અન્ય મોડલો સાથે સંબંધો હોવાની વાત પણ આંતરિક રીતે કરી હતી. ૧૮ વર્ષીય ગાયક બીબેર સેલેના ગોમેઝ સાથે હાલમાં છૂટો પડી ગયો હતો. તેના વર્તનથી પણ સેલેના હતાશ હતી.

 

આલ્બાએ લાઈફ સ્ટાઇલ પર પુસ્તક લખ્યું : હેવાલ

(સંપૂર્ણ સમાચાર સેવા) લોસએન્જેલસ,તા. ૨૨

લોકપ્રિય અભિનેત્રી અને ચાહકોમાં જાણીતી જેસિકા આલ્બા હવે પોતાની લાઇફ સ્ટાઇલ ઉપર એક પુસ્તક લખી ચૂકી છે જેમાં જેસિકા આલ્બાએ પોતાની કેરિયરની તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો છે. હોનેસ્ટ લાઇફ નામથી જેસિકા આલ્બાએ આ પુસ્તક લખ્યું છે. પુસ્તકમાં એક માતા તરીકેના પોતાના અંગત અનુભવનો પણ ઉલ્લેખ કર્યો છે. બે પુત્રી ચાર વર્ષીય હોનોર અને ૧૭ મહિનાની હાવેનની માતા જેસિકા આલ્બાએ લાઇફ સ્ટાઇલ અંગે પૂરતી માહિતી પુસ્તકમાં જાહેર કરી છે. આ ઉપરાંત પોતાની ભાવિ યોજનાનો ઉલ્લેખ કર્યો છે. પુસ્તક લખવામાં જેસિકા આલ્બાની તેના નજીકના મિત્રો અને નિષ્ણાંતોએ મદદ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જેસિકા આલ્બાએ કેસ વોરેન સાથે લગ્ન કર્યા હતા. પોતાની ફિલ્મી કેરિયરનો પણ જેસિકા આલ્બાએ ઉલ્લેખનીય સફળતા મેળવી છે. અમેરિકન મોડલ, ટેલિવિઝન અને ફિલ્મી અભિનેત્રી જેસિકા આલ્બાએ ૧૩ વર્ષની વયમાં ફિલ્મમાં પ્રથમ વખત ભૂમિકા અદા કરી હતી. ત્યારબાદ તે ટૂંક સમયમાં જ જાણીતી બની હતી. તેની યાદગાર ફિલ્મોમાં હની (૨૦૦૩), સિન સિટી (૨૦૦૫), ફેન્ટાસ્ટિક ફોર (૨૦૦૫)નો સમાવેશ થાય છે. આલ્બા વિશ્વભરમાં સેક્સ સિમ્બોલ તરીકે પણ ઊભરી આવી હતી. ઘણા મેગેઝિનોમાં આ અભિનેત્રી કવર ઉપર પણ છવાયેલી રહી હતી. તે પોતાના નામ ઉપર વિવિધ એવોર્ડ કરી ચૂકી છે જેમાં ટીન ચોઈસ એવોર્ડનો સમાવેશ થાય છે.

ફિલ્મો, માતા તરીકેના પોતાના અનુભવો અને પોતાની લાઇફ સ્ટાઇલનો નવા પુસ્તકમાં ઉલ્લેખ કર્યો : અહેવાલ

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope