પોર્ટમેન એકટગ છોડી દે તેવી પ્રબળ સંભાવના

(સંપૂર્ણ સમાચાર સેવા) લોસએન્જલસ,તા. ૧૨

ઓસ્કાર વિજેતા અભિનેત્રી નતાલી પોર્ટમેન હાલ પોતાના પ્રથમ બાળકને લઈને આશાવાદી છે. નતાલીએ એવો સંકેત આપ્યો છે કે તે પરિવાર શરૂ કરવા માટે એકટગ સાથે છેડો ફાડી શકે છે. ૨૯ વર્ષીય પોર્ટમેને કહ્યું છે કે તે હોલિવુડની અન્ય અભિને૬ી આઊન્ડ્રે હેપબર્નના પગલે આગળ વધવા માંગે છે. તે પણ બાળક માટે હોલિવુડ છોડી ચુકી છે. ડાન્સ નિર્દેશક બેન્જામીન મિલીપાઈડ સાથે સંબંધ ધરાવતી નતાલી પોર્ટમેને કહ્યું છે કે તે યોગ્ય માર્ગ અપનાવવા હાલ વિચારી રહી છે. ખુબ ોછા લોકોને આ બાબતની માહિતી છે કે નતાલી અમેરિકન અને ઈઝરાયેલી નાગરિકતા ધરાવે છે. વર્ષ ૧૯૯૪માં તે અનાથ તરીકેની ભૂમિકામાં નજરે પડી હતી. ત્યારબાદથી તે સતત ચર્ચામાં રહી છે. પોર્ટમેનની યાદગાર ફિલ્મોમાં બ્યુટિફુલ ગર્લ અને એનીવેર બટ હિયરનો સમાવેશ થાય છે. તે ઓસ્કાર એવોર્ડ પણ પોતાના નામે કરી ચુકી છે. અૈતિહાસિક ડ્રામા ફિલ્મ ગોયાસ ઘોસ્ટમાં પણ તે નજરે પડી ચુકી છે.હાલ તે સૌથી વ્યસ્ત અભિનેત્રી પૈકીની એક અભિનેત્રી છે.

 

ખુબસુરત ઈવા મેન્ડેસની સુન્દરતા માટેનુ રહસ્ય શુ

(સંપૂર્ણ સમાચાર સેવા)

લોસએન્જલસ,તા. ૧૨

હોલિવુડની સૌથી ખુબસુરત અભિનેત્રીઓ પૈકીની એક ઈવા મેન્ડેસની ખુબસુરતીને લઈને મોટા ભાગની મહિલાઓ ખુબ પ્રભાવિત છે ત્યારે ઈવા મેન્ડેસે હવે તેની ખુબસુરતી માટેનું રહસ્ય જારી કર્યું છે. ઈવાનું કહેવું છે કે બિકનીમાં ફોટો શુટ કરવાના કારણે તેને તેની ખુબસુરતી જાળવી રાખવામાં મદદ મળે છે. ૩૭ વર્ષીય અભિનેત્રીએ કહ્યું છે કે ફોટો શુટ માટે શરીરને આકર્ષક રાખવામાં આવે તે જરૂરી છે. ઈવાએ કહ્યું છે કે ફોટો શુટ વારંવાર કરવાની ફરજ પડે ચે. જેથી તે સ્લીમ રહે તે જરૂરી છે. સ્લીમ રહેવા માટે ઈવા મેન્ડેસ ચોકલેટ-ચિપ્સ કુકીઝ અને એવી કોઈ અન્ય ટેસ્ટી ચીજો ખાતી નથી.

ચરબીમાં વધારો કરે ેતેવી કોઈ ચીજ તે ખાતી નથી. ઈવા મેન્ડેસ ખાવાની ચીજવસ્તુઓને લઈને ખુબ સાવધાન રહે છે. અમેરિકન અભિનેત્રી અને મોડલ ઈવાએ વર્ષ ૧૯૯૦માં એકટગની શરૂઆત કરી હતી. શરૂઆતના ગાળામાં નાના નાના રોલ મળ્યા હતા. જો કે તે ટુંક સમયમાં પોતાની કુશળતા રજૂ કરવામાં સફળ રહી હતી. ત્યારબાદ તે કેટલીક યાદગાર ફિલ્મમાં કામ કરી ચુકી છે. તેની યાદગાર ફિલ્મોમાં ઘોસ્ટ રાઈડર, વી ઓન ધ નાઈટ અને લાસ્ટ નાઈટનો સમાવેશ થાય છે. તેની અન્ય ઘણી ફિલ્મો પણ ધુમ મચાવી ચુકી છે.ફલોરીડામાં મિયામી નજીક તેનો જન્મ થયો હતો. તે લોસએન્જલસમાં ઊછરીને મોટી થઈ હતી. તેની માતાની તેની કેરિયરમાં મોટી ભૂમિકા રહી છે.

 

ચોકલેટ, ચિપ્સ, કુકીઝ, ચરબી વધે તેવી ચીજવસ્તુઓનો ઊપયોગ હોલિવુડ સુપરસ્ટાર મેન્ડેસ હાલમાં ટાળે છે

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope