જામીનની શરતોમાં ફેરફાર કરવા કોર્ટમાં હાર્દિકની અરજી

હાર્દિકની અરજી નામંજૂર કરવા સરકારની માંગ
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સેશન્સ કોર્ટમાં રાજદ્રોહ કેસમાં જામીનની શરતો અંગે અરજી કરી છે
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૨૯
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સેશન્સ કોર્ટમાં રાજદ્રોહ કેસમાં જામીનની શરતો અંગે અરજી કરી છે. હાર્દિક પટેલે જામીનની શરતોમાં ફેરફાર કરવા કોર્ટમાં અરજી કરી છે. સરકારે કોર્ટમાં સોગંદનામું રજૂ કરી વિરોધ નોંધાવ્યો હતો કે, હાર્દિકે જામીનની શરતોનો વારંવાર ભંગ કર્યો છે. હાર્દિકની અરજી નામંજૂર કરવામાં આવે તેવી સરકારે માંગ કરી છે. ત્યારે આ અરજી અંગે સેસન્સ કોર્ટ આજે ચુકાદો આપી શકે છે. આ મામલે કોર્ટે ૨૯ મી જુલાઈએ ચુકાદો અનામત રાખ્યો છે.
આ અગાઉ કોર્ટમાં ગેરહાજર રહેવા માટેની અરજી આપનારા કોંગ્રેસના નેતા હાર્દિક પેટલ વિરૂદ્ધ સેશન્સ કોર્ટે બિનજામીન પાત્ર વોરંટ જારી કર્યું હતું. હાર્દિકે અરજી કરી હતી કે, પોલીસ અન્ય એક કેસમાં તેની ધરપકડ કરવા માગે છે. જો તે કોર્ટ સમક્ષ હાજર થશે તો તેને પકડી લેવામાં આવશે. પરંતુ કોર્ટે આ અરજી ગ્રાહ્ય રાખી નહોતી અને તેની વિરૂદ્ધ વોરંટ ઇસ્યૂ કર્યું હતું. સેશન્સ કોર્ટ સમક્ષ હાર્દિક પટેલે રજૂઆત કરી હતી કે, વર્ષ ૨૦૧૫માં વસ્ત્રાપુર પોલીસે જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડમાં નોંધેલા રાયોટિંગ કેસમાં ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી હતી અને આ અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી હતી. જેથી તેણે હાઇકોર્ટમાં અપીલ કરી હતી.
તો સુપ્રિમ કોર્ટે ૨૦૧૫માં ગુજરાતમાં પાટીદાર આંદોલન સમયે થયેલી હિંસાના મામલામાં હાર્દિક પટેલને ૬ માર્ચ સુધી આગોતરા જામીન આપ્યા હતા. આ ઉપરાંત સુપ્રિમ કોર્ટે પાટીદાર આંદોલનમાં હિંસાના મામલામાં પોતાની વિરુદ્ધ દાખલ કેસને રદ કરવાની અનુરોધ કરતી હાર્દિક પટેલની અરજી પર ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો.

 

ભાજપ પોતાના કાર્યકરોને ટિકિટ આપેઃ શૈલેશ પરમાર

આઠ વિધાનસભાની પેટા ચૂંટણી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૮
કોંગ્રેસી ભાજપમાં પક્ષમાં જોડાય કે આપણે જોડવા પડે તેવા સંજોગોને બદલે ભાજપનો કાર્યકર્તા પોતાની તાકાત પર લડીને જીતે તેવા ભાજપના પ્રદેશ પ્રમુખે સી.આર.પાટિલે કરેલા નિવેદનની પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રદેશ ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું કે ભાજપ અને તેના કાર્યકર્તાઓમાં એટલી તાકાત હોયતો રાજ્યસભાની ચુંટણી બાદ તરત જ કોંગ્રેસના રાજીનામા આપેલ ધારાસભ્યોને ભાજપમાં કેમ જોડાયા. આગામી વિધાનસભાની પેટા ચુંટણીમાં પોતાના કાર્યકરોને ઊભા રાખી ચુંટણી લડે.
પરમારે કહ્યું હતું કે ૨૦૧૭ પહેલા ૨૪ ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતાં.ભાજપમાં જોડાયેલા ૨૨ પૈકી ૧૯ ને ભાજપે ટીકીટ આપી હતી. તેમાંથી ચુંટાયેલા જશાભાઇ બારોટ અને જયેશ રાદડીયાને મંત્રી પદ તેમજ વિઠ્ઠલ રાદડીયા અને પ્રભુભાઇ વસાવાને સાંસદ બનાવ્યાં. ભાજપ પોતાની તાકાત પર લડે અને જીતે તેવી રીતે ભાજપના કાર્યકર્તા માંથી જીતીને ધારાસભ્ય બનેલાઓમાં મંત્રી બનવાની તાકાત નથી.

 

ગાંધીનગરમાં રાજભવન ખાતે કોંગ્રેસે દેખાવો યોજ્યા

લોકશાહી, બંધારણ બચાવોના નારા સાથે પ્રદર્શન
મંજૂરી વગર દેખાવો કરતા પોલીસે પરેશ ધાનાણી અને અમિત ચાવડા સહિતના કોંગી નેતાઓની અટકાયત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૨૭
ગાંધીનગરમાં રાજભવન ખાતે કોંગ્રેસે લોકશાહી બચાવો, બંધારણ બચાવોના નારા સાથે ભાજપ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે મંજૂરી વગર દેખાવો કરતા પોલીસે પરેશ ધાનાણી અને અમિત ચાવડા સહિતના કોંગી નેતાઓની અટકાયત પણ કરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય દિવસોથી રાજસ્થાનમાં રાજકીય ઘટનાક્રમમાં નવા વળાંક આવી રહ્યા છે. ત્યારે કોગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગાંધીનગર રાજભવન ખાતે પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો અને નેતાઓ એકઠા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગી નેતાઓ અને કાર્યકરોએ લોકશાહી બચાવો, બંધારણ બચાવો, લોકતાંત્રિક સરકારોની હત્યા બંધ કરો બંધ કરો, કોરોનાની કરો ચિંતા બંધ કરો લોકશાહીની હત્યા’, ’ધારાસભ્યોની સોદાબાજી બંધ કરો બંધ કરો, સહિતના બેનર સાથે લોકશાહી બંધ કરો બંધ કરોના સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. કોગ્રેસનો આરોપ છે કે, રાજસ્થાનમાં ભાજપ દ્વારા ચૂંટાયેલી સરકારને ઉથલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, દેશને લોકશાહી મૂલ્યો પર ભાજપ તરફથી એક અભૂતપૂર્વ હુમલાનો સામનો કરવો પડી રહ્યો છે. એક પછી એક રાજ્યોમાં ભાજપ નાણાં, ધાકધમકી અને બંધારણીય માળખાનો દુરૂપયોગ કરી લોકશાહી પદ્ધતિથી ચૂંટાયેલી સરકારોને ઉથલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આખો દેશ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યો છે. જ્યારે ભાજપ લોકશાહી રીતે રાજસ્થાનમાં ચૂંટાયેલી સરકારોને ઉથલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પોલીસ દ્વારા કોંગી નેતાઓની અટકાયત કર્યા બાદ સેક્ટર ૨૭ ખાતે લઈ જવામાં આવ્યા છે. અમિત ચાવડાએ મીડિયાને જણાવ્યું કે, દેશના અલગ અલગ રાજ્યોમાં લોકશાહીનું હનન થઈ રહ્યું છે. મણિપુર અને ગોવા બાદ ભાજપે પરંપરાને આગળ લઈ જઈને રાજસ્થાનમાં ચૂંટાયેલી સરકારને તોડવાનો પ્રયાસ કરી રહી છે.

 

હાર્દિકને નવી જવાબદારી અપાતા કોંગ્રેસમાં અસંતોષ

કોંગ્રેસ પાર્ટીના સિનિયર નેતાઓમાં અસંતોષ
યુવાનોનું ગ્રુપ આ વાતથી ઉત્સાહિત : આ નિર્ણયથી પાર્ટીને લાભ કરતા નુકસાન વધારે : સિનિયર નેતાઓનું અનુમાન(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૨૭
પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલને વર્કિંગ પ્રેસિડેન્ટ બનાવાતા ગુજરાત ક્રોંગ્રેસમાં વિરોધના સૂર ઊભા થઈ રહ્યા છે. એકબાજુ યુવાનોનું નાનું ગ્રુપ આ વાતથી ઉત્સાહીત છે, ત્યારે સીનિયર નેતાઓનું માનવું છે કે આ નિર્ણયથી પાર્ટીને લાભ કરતા નુકસાન વધારે થશે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી જેઓ પોતે પણ પાટીદાર સમાજનો ચહેરો છે, તેમના માટે ૨૭ વર્ષના યુવા નેતા હાર્દિક પટેલ પડકાર આપનાર તરીકે સામે આવી શકે છે. પાર્ટીના અંદરના લોકોનું કહેવું છે કે, હાર્દિક પટેલની નિમણૂંકથી પાટીદાર સમાજના નેતૃત્વમાં સમસ્યા ઊભી થશે. પાર્ટીમાં ત્રણ દાયકાથી પણ વધુ સમયથી જોડાયેલા કોંગ્રેસના પીઢ નેતાએ કહ્યું, અમારી ઉંમરના ઘણા લોકો હાર્દિક પટેલ હેઠળ કામ કરવામાં ઉત્સાહી નથી. પાર્ટી માટે વોટ એકઠા કરવા તે અલગ બાબત છે અને ખોટા કારણોથી મીડિયામાં ધ્યાને આવવું અલગ. પાટીદાર આંદોલનથી કોંગ્રેસે લાભ મેળવ્યો, પરંતુ હવે તે ભૂતકાળની વાત થઈ ગઈ. જાતિ અને સમુદાયના આધારે મતદાતાઓનો પ્રેમ મેળવવો મુશ્કેલ છે. પાર્ટીમાં સત્તા માટેની ખેંચતાણ વચ્ચે કોંગ્રેસના સૂત્રોએ કહ્યું કે, હાર્દિક વિપક્ષ નેતા પરેશ ધાનાણીને પડકાર આપનાર તરીકે સામે આવ્યો છે, જેઓ પાર્ટીમાં મજબૂત પાટીદાર નેતા તરીકે જોવાય છે. હાર્દિક સ્પષ્ટપણે જનતાને આકર્ષવા સક્ષમ છે. ઘણા ધારાસભ્યો હાર્દિકની સાથે છે અને આગામી દિવસોમાં પરેશ ધાનાણીને પોતાનું સ્થાન જાળવી રાખવામાં મુશ્કેલી પડી શકે છે. કોંગ્રેસના અન્ય સીનિયર નેતાએ કહ્યું- હાર્દિક પટેલની પાટીદાર સમાજમાં હાર્ડલાઈનર ઈમેજ અમારા માટે મોટી સમસ્યા છે. એસ.સી, એસ.ટી અને ઓબીસી સમાજ પહેલાથી કોંગ્રેસની વોટબેન્ક રહ્યા છે. તેને વર્કીંગ પ્રેસિડેન્ટ બનવાથી અન્ય સમાજના લોકો તથા નેતાઓ નાખુશ થઈ શકે છે. જોકે ૨૦૨૨માં કોંગ્રેસને તેનાથી લાભ થાય છે કે નુકસાન તે હવે જોવાનું રહ્યું છે.

 

ગ્રામસેવક વિનાનું ગામ એ ભાજપ સરકારની ઓળખ

મનીષ દોશીના ભાજપ પર પ્રહાર
સરકાર ખેતી-ખેડૂતનાં માળખાને તોડી નાખ્યા બાદ કૃષિ અભ્યાસક્રમનાં સરકારી માળખાને તોડી નાખવા માંગે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૬
ગુજરાતની ભાજપ સરકાર દ્વારા વિવિધ સરકારી ભરતીઓમાં મોટાપાયે કૌભાંડ જેના પરિણામે મોઘાં શિક્ષણ પછી પણ ગુજરાતનાં યુવાનોને ભારોભાર અન્યાય થઇ રહ્યો છે કૃષિ સ્નાતકો, ગ્રામ સેવક, લોકરક્ષક દળ, ટેટ-ટાટ, જીપીએસસી, આઈટીઆઈ ઇન્સસ્ટ્રકટર સહીતની ભરતીમાં ગુજરાતનાં યુવાનોમાં આક્રોશ, અજંપા છતાં ભાજપ સરકાર પોતાનું ભ્રષ્ટાચારી વલણ બદલતી નથી. ત્યારે ગુજરાતમાં સરકારી કૃષિ યુનિવર્સીટીમાં અભ્યાસ કરીને સ્નાતકો થયેલા યુવાનોને કૃષિ વિભાગમાં અને ગ્રામસેવકો તરીકે ભરતી થાય અને સરકારી કૃષિ યુનિવર્સીટીઓનું માળખું ટકી રહે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મુખ્યપ્રવકતા, શિક્ષણવિદ ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ચાર સરકારી કૃષિ યુનિવર્સીટીઓ દાંતીવાડા, આણંદ, નવસારી, જુનાગઢ જે સમગ્ર દેશમાં કૃષિ શ્રેત્ર સશોધન માટે ગણનાપાત્ર યોગદાન આપી રહી છે છે. કોંગ્રેસનાં શાસનમાં સ્થપાયેલી આ ચારેય સરકારી કૃષિ યુનીવર્સીટીઓને ભાજપ સરકારે અન્ય સરકારી યુનીવર્સીટીઓની જેમ જ માળખાને તોડી નાખવા ખાનગી યુનીવર્સીટી જેવી કે પારુલ યુનીવર્સીટી, આરકે યુનીવર્સીટી રાતોરાત બીએસીસી કૃષિ અભ્યાસક્રમ ચલાવવાની મજુરી આપી દીધી. પારુલ યુની.,રાય યુની.,આરકે યુની. ખાનગી યુનીવર્સીટી મંજુરી વગર ઉંચી ફી લઈને કૃષિ અભ્યાસક્રમ ગેરકાયદે ચલાવ્યો. આ માન્યતા વગરના અભ્યાક્રમથી યુવાનોની કારકિર્દી સાથે ચેડા થયા. ખાનગી યુનીવર્સીટીના વિધાર્થીઓ પદવીને માન્યતા માટે એ નામદાર વડી અદાલતમાં અને સુપ્રીમ કોર્ટમાં પણ આ યુનીવર્સીટીનો અભ્યાસક્રમ મંજુરી વગર ચલાવતા હતા એ રજુ થયું. મંજુરી વગરના, અમાન્ય અભ્યાસક્રમો સામે નામદાર વડી અદાલતમાં અને સુપ્રીમ કોર્ટમાં પણ સરકારે પોતે એફેડેવીટ આપી. જે છેલ્લા ત્રણ વર્ષથી સરકાર જેને અમાન્ય ગણતી હતી તે કૃષિ અભ્યાસક્રમને રાતોરાત સરકારે મંજુરી આપી દીધી એટલુ જ નહિ પરતું લોકડાઉનમાં સરકારે અમાન્ય અભ્યાસક્રમનાં ઉચી ફિ ભરેલ અને વગ ધરાવતા સંચાલકોના દબાણથી જૂની તારીખનાં વિધાર્થીઓના પ્રવેશને માન્ય કરી દીધો. રાતોરાત ખાનગી યુનીવર્સીટીને ૨૦૨૦-૨૧માં બીએસીસી કૃષિ અભ્યાસક્રમ મજુરી આપે તે દેખાડે છે કે ભાજપ સરકાર ગુજરાતની ખેતી અને ખેડૂતનાં માળખાને તોડી નાખ્યા બાદ કૃષિ અભ્યાસક્રમનાં સરકારી માળખાને તોડી નાખવા માંગે છે. ગુજરાતનાં કૃષિ શ્રેત્રેને મજબૂતી આપવા અને ખેડૂતોને શોધ સંશોધનથી સારા બિયારણ અને ખેતીનું મર્ગદર્શન મળે તે માટે રાજ્યની ચારેય સરકારી કૃષિ યુનીવર્સીટીની સ્થાપના કોગ્રેસનાં શાસનમાં કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોનાં વિકાસ માટે કામ કરતા ગ્રામસેવકોની આગવી જવાબદારી હોય છે ત્યારે ભાજપ સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬-૧૭માં ગ્રામ સેવકની ભરતીમાં પણ મોટા પાયે ગેરરીતી આચરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના જુદા જુદા જીલ્લાઓમાં ભરતી માટે જુદા જુદા નિયમો લાગુ કરી શૈક્ષણિક લાયકાત વગરનાં ગ્રામસેવકોને ભરતી કરવામાં આવી હોય તે પુરાવા સાથે સામે આવ્યું હતું. ડીપ્લોમાં એગ્રીકલ્ચર કે બીઆરએસની લાયકાત સિવાયનાં ઉમેદવારોને ભરતી કરી ગેરરીતી આચરવામાં આવી હતી. તેના લીધે મૂળ હક્કદાર અને યોગ્ય ઉમેદવારો સાથે અન્યાય થયો હતો. સરકાર દ્વારા વિધાનસભા બજેટ સત્રમાં ૨૭૭૧ જેટલી ગ્રામસેવકોની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી અને ત્રણ વર્ષ વીત્યા છતાં ભરતી પ્રક્રિયા કરવામાં ન આવે તે જ દર્શાવે છે કે ગુજરાતનાં યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવામાં ભાજપ સરકાર ઉદાસીન છે અને ક્યાંક જો ભરતી થાય તો પણ તેમાં મોટાપાયે ગેરરીતી આચરીને મળતિયા ઉમેદવારોને ભરતી કરવાની નીતિરીતીથી ગુજરાતનો લાયકાત યુવાન નોકરીની તકોથી વંચિત થયો છે. શિક્ષક વગરની શાળા, ડોક્ટર વગરનું દવાખાનું, ગ્રામસેવક વિનાનું ગામ એ ભાજપ સરકારની ઓળખ છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યપ્રવક્તા અને શિક્ષણવિદ ડૉ.મનીષ દોશીએ માંગ કરી હતી કે સત્વરે કૃષિ સ્નાતકોની ગ્રામસેવકો સહીતની ભરતીમાં થયેલ ગેરરીતીને દુર કરવામાં આવે, વર્ષ ૨૦૧૬-૧૭નાં વેઈટીંગ લીસ્ટને ઓપેરેટ કરવામાં આવે, બજેટમાં જાહેર કરેલી ગ્રામસેવકોની ભરતીને તાત્કાલિક અસરથી શરુ કરવામાં આવે જેથી ગુજરાતના કૃષિ શ્રેત્રે ઉત્કૃષ્ઠ અભ્યાસ કરેલા યુવાનોને ન્યાય અને નોકરીની તકો મળે.

 

ચાલુ નોકરીએ અવસાન થતા સહાય માટે વર્ષ સુધી અરજી થશે

મુખ્યમંત્રીનો કર્મયોગી સંવેદનાસ્પર્શી નિર્ણય
નોકરી દરમિયાન અવસાન પામતા વર્ગ-૩-૪ના કર્મયોગીના આશ્રિતો ઉચ્ચક નાણા સહાય માટે ૧ વર્ષ સુધી અરજી થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૪
રાજ્ય સરકારમાં ચાલુ નોકરી-સેવા દરમ્યાન અવસાન પામતા વર્ગ-૩-૪ના કર્મયોગીઓના આશ્રિતોને ઉચ્ચક નાણાંકીય સહાય મેળવવા માટેની અરજી કરવાની સમયમર્યાદા ૬ માસથી વધારી એક વર્ષની કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવા કર્મયોગીઓના આશ્રિતોને મોટી રાહત આપતો આ સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે. રાજ્ય સેવાના વર્ગ-૩ અને ૪ ના સરકારી કર્મચારી ચાલુ નોકરી-સેવા દરમ્યાન અવસાન પામે તો તેમના આશ્રિતને અગાઉ રહેમરાહે નિમણૂંક આપવામાં આવતી હતી. રાજ્ય સરકારે ર૦૧૧થી આવી નિમણૂંકના વિકલ્પે ઉચ્ચક નાણાંકીય સહાય આવા દિવંગત કર્મચારીઓના આશ્રિતને આપવાનો અભિગમ અપનાવેલો છે. તદઅનુસાર, સરકારી કર્મચારીના અવસાન બાદ કુટુંબના આશ્રિતે ૬ મહિનામાં આ સહાય મેળવવા માટે અરજી કરવાની હોય છે. મુખ્યમંત્રી સમક્ષ એવી રજૂઆતો આવી હતી કે આવા કર્મચારીના અવસાન બાદ સામાજિક રીત-રિવાજો, પરિવારની માનસિક હાલત, આશ્રિતોને નિયમોની જાણકારીના અભાવ વગેરેને કારણે જરૂરી રેકર્ડ/દસ્તાવેજ એકત્ર કરવામાં સમય જતો હોય છે.
મુખ્યમંત્રીએ આ રજૂઆતો પ્રત્યે સંવેદના દર્શાવી આવા સંજોગોમાં દિવંગત કર્મચારીના આશ્રિતોને ઉચ્ચક નાણાંકીય સહાય મેળવવા માટે સરકારમાં કરવાની થતી અરજીનો સમય ૬ માસથી વધારી ૧ર માસ એટલે કે ૧ વર્ષ કરવાનો નિર્ણય કર્યો છે.

 

કોરોના સંક્રમણમાં વધારો થશે તો જવાબદાર કોણ : ચાવડા

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમથી કોરોના મહામારીમાં ધકેલાઈ
નાગરિક ભૂલ કરે, ઊતાવળમાં કોઈ કામકાજ માટે જવાનું થાય, માસ્ક કે હેલ્મેટ પહેરવાનું ભૂલી જાય તો મોટો દંડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૪
ગુજરાતમાં કોરોના મહામારી બેકાબૂ છે. સરકાર તમામ રીતે કોરોના મહામારીમાં નાગરિકોને આરોગ્ય સેવા સુરક્ષામાં આપવામાં નાકામ છે કોરોના મહામારીમાં પણ ગુજરાતના નાગરિકો માટે એક નિયમ અને ભાજપાના સંત્રી મંત્રી મળતિયાઓ માટે કોઈ નિયમ જ નહી આ કેવી રાજ્યવ્યવસ્થા ? સામાન્ય નાગરિકોને સામાજિક પ્રસંગ માટે મંજૂરી માંગે તો ૫૦ માણસની મંજૂરી, દુઃખદ પ્રસંગ માટે ૨૦ની મર્યાદા, રાજ્યના ખેડૂતોને ટેકાના ભાવ, પાક વીમો, સીંચાઈ પાણી જેવા હક્ક અધિકાર માટે માંગ રાખે તો લાઠી ચાર્જ, એલઆરડી, આઈટીઆઈ ઈન્સ્ટ્રક્ટર, જીપીએસસી લેક્ચરર ભરતી, ટેટ-ટાટ ભરતી સહિતના મુદ્દે ગુજરાતના યુવાનો રોજગાર અધિકારની વાત કરે. આંદોલન કરે તો ધરપકડ થાય, કાયદો બતાવાય પણ ભાજપના નેતાઓને તમામ છૂટછાટો, ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે જેઓ દક્ષિણ ગુજરાતના સૌથી વધુ કોરોના ગ્રસ્ત સુરતમાં રેલી કાર્યક્રમ યોજે, મોટી સંખ્યામાં ભીડ ભેગી થાય ત્યારે સંક્રમણ વધશે, દક્ષિણ ગુજરાત અને સુરતની જનતા કોરોનામાં સપડાશે તો જવાબદાર કોણ? મુખ્યમંત્રીનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમથી કોરોના મહામારીમાં ધકેલાઈ ગયેલ અમદાવાદ અને ત્યારબાદ ગુજરાત અને આજે સુરતમાં નમસ્તે ભાઉ કાર્યક્રમ કે જેમાં દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત કોરોના સંક્રમણમાં વધારો થશે તો જવાબદાર કોણ ? સુરતમાં ૧૧,૦૦૦ કરતા વધુ કેસો કોરોના સક્રમણના આવી ચુક્યા છે. ૩૫૦ થી વધુ મૃત્યુ નોંધાયા છે. ખુદ વહિવટીતંત્ર અને મુખ્યમંત્રી કોરોનાના સક્રમણ સુરતમાં વધશે તેવુ સ્વિકારી ચુક્યા છે. ભાજપના નેતાઓને એપેડમીક એક્ટ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની વિવિધ જોગવાઈઓ શું લાગુ પડતી નથી ? ભારત સરકારના એમએચએની સ્પષ્ટ માર્ગદર્શીકા એનલોક-૧ અને અનલોક-૨માં પણ જાહેર કરવામાં આવેલ છે કે જાહેર કાર્યક્રમા મેળાવડા રાજકીય ભીડ એકત્ર કરવા પર રોક. તો પછી સુરતની ભાજપા અધ્યક્ષની રેલીને કેવી રીતે મંજૂરી ? વહીવટીતંત્ર પણ કોના ઈશારે ચાલે છે.

 

પેટા ચૂંટણીમાં બેલેટ પેપરથી જ મતદાન કરાવો : પરમાર

વિરોધપક્ષના શૈલેષ પરમારે માગણી કરી
રાજ્ય અને દેશમાં કોરોના મહામારીની વચ્ચે ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીઓ યોજાવાની છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૨૪
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના ઉપનેતા શૈલેષ પરમારે આજરોજ ઈલેકશન કમિશન ઓફ ઈન્ડિયાના મુખ્ય ચુંટણી કમિશ્નરને પત્ર લખી કોરોના સંક્રમણ અટકાવવા ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની પેટા ચુંટણીઓમાં મતદાન ઈવીએમના બદલે બેલેટ પેપરથી કરાવવા માંગણી કરી હતી. શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, રાજ્ય અને દેશમાં કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં ૮ વિધાનસભા બેઠકોની પેટા ચુંટણીઓ યોજાવાની છે. એકબીજા વ્યક્તિઓના સંપર્કથી કોરોનાનું સંક્રમણ વધે છે એટલે સંક્રમણ અટકાવવા માટે ભારત સરકાર દ્વારા લોકડાઉન પણ લાંબા સમય માટે કરવામાં આવેલ. ત્યારબાદ નાગરિકો એકબીજાના વધુ સંપર્કમાં ન આવે અને કોરોનાનુ સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ચોક્કસ અંતર જાળવવા, માસ્ક પહેરવા વગેરે બાબતો અંગે સમયાંતરે માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે. આવી માર્ગદર્શિકાઓનો ભંગ કરનાર સામે કાનુની પગલાંઓ પણ ભરવામાં આવે છે. પરમારે જણાવ્યું હતું કે, દરેક બેઠકદીઠ આશરે બે લાખ જેટલા મતદારો હોય છે અને બુથમાં આશરે ૧,૦૦૦ જેટલા મતદારો હોય છે એટલે એક ઈફસ્ મશીનમાં આશરે ૧,૦૦૦ વ્યક્તિઓ હાથથી ટચ કરે. કોરોના મહામારીના સમયમાં વિધાનસભાની પેટા ચુંટણીઓ ઈવીએમથી યોજવામાં આવે તો ઉમેદવારને મત આપવા માટે ઈફસ્માં એક જ બટન ઉપર હજારો વ્યક્તિઓના હાથ-ફીંગર ટચ થાય છે. તેમાં કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિ વોટ કરીને જાય ત્યારબાદ તે બટનને ટચ કરનાર તમામ વ્યક્તિઓને કોરોનાથી સંક્રમિત થવાનો ભય રહે છે. આવા પોઝીટીવ વ્યક્તિઓને કોરોનાના સીધા કોઈ લક્ષણો દેખાતા ન હોવાથી સીધી રીતે ખબર ન પડે કે તે વ્યક્તિને કોરોના છે કે કેમ ? પરંતુ તેના સંપર્કમાં આવેલ અન્ય વ્યક્તિઓ કોરોનાની ચોક્કસ સંક્રમિત થઈ શકે અને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડે. મતદાન કરવાથી કોઈ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત ન થાય તે માટે ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની પેટા ચુંટણીઓમાં મતદાન ઈવીએમના બદલે બેલેટ પેપરથી કરવા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના ઉપનેતા શૈલેષ પરમારે આજરોજ માંગણી કરી હતી.

 

સપ્ટેમ્બરમાં યોજાનારી પેટા ચૂંટણી ચૂંટણી પંચ દ્વારા મોકૂફ

ગુજરાતની ૮ બેઠકોનું શું થશે ?
સમગ્ર દેશમાં કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી મુલતવી રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૨૩
કેન્દ્રીય ચૂંટણીપંચે ૭ સપ્ટેમ્બરના રોજ યોજાનારી પેટાચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. દેશમાં કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવામાં ગુજરાતની પેટાચૂંટણી અંગે જે ચર્ચા હતી તેના પર પણ પણ પ્રશ્રનાર્થ ઉભો થયો છે કે ગુજરાતની ૮ બેઠકોની પેટાચૂંટણી થવાની હતી તેનું શું થશે ? મહત્વનું છે પેટાચૂંટણી ૭ સપ્ટેમ્બરે યોજાવાની હતી જેમાં ગુજરાતની ચૂંટણ થશે તેવા તર્ક લગાવવામાં આવી રહ્યા હતા જોકે, હવે ચૂંટણીપંચે કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગળનો નિર્ણય લેવામાં આવશે ત્યાં સુધી પેટાચૂંટણી ટાળી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બીજી તરફ રાજ્યની પેટાચૂંટણીને લઈને કોંગ્રેસ ભાજપ દ્વારા કોને મેદાનમાં ઉતારવામાં આવશે તે અંગે પણ વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. ગુજરાતની પેટાચૂંટણી મોકુફ રહેશે તેવી ચર્ચા જોર પકડી રહી છે જોકે, મીડિયા રિપોર્ટ્સ મુજબ આ અંગે કોઈ માહિતી સામે આવી નથી. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે, રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર એસ મુરલી ક્રિષ્નાએ કેન્દ્ર ચૂંટણીપંચ દ્વારા ૭ સપ્ટેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે ગુજરાતની ૮ બેઠકોની પેટાચૂંટણીની ડ્યુ ડેટ ૬ મહિના બાદ એટલે કે ૧૪ સપ્ટેમ્બરે થાય છે. રિપોર્ટ્સ અનુસાર, રાજ્યના ચૂંટણીપંચ દ્વારા વિવિધ રાજ્યોની પેટાચૂંટણી રદ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તે અંગે રાજ્યના ચૂંટણીપંચ પાસે કોઈ માહિતી આવી નથી. મહત્વનું છે કે, ૭ સપ્ટેમ્બરના રોજ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, આસામ, કરળ, તામિલનાડુ સહિત બિહારની વાલ્મિકીનગરની લોકસભાની બેઠક સહિત વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની હતી. માનવામાં આવી રહ્યું છે કે, દેશમાં આગામી સમયમાં કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને નવી તારીખો જાહેર કરવામાં આવશે, ત્યાં સુધી પેટાચૂંટણી મોકૂફ રહેશે.

 

ભાજપ સામાન્ય કાર્યકર્તાને તક આપે છે : વિજય રૂપાણી

જિલ્લા પંચાયત, વિધાનસભાની પેટાચૂંટણીના પડકાર
વિચારધારાનો સંઘર્ષ હંમેશા ગુજરાત ભાજપે કર્યો છે અને દેશને નવી દિશા આપી છે : હજુ અનેક પડકારો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૨૧
સુરતના સી.આર. પાટીલ આજે ગુજરાત ભાજપના ૧૩મા પ્રદેશ અધ્યક્ષ બન્યા છે. કમલમ ખાતે વિધિવત રીતે તેઓને ગુજરાત ભાજપનો કાર્યભાળ સંભાળ્યો હતો. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાર્યકરોને સંબોધન કર્યું હતું. તેઓએ કહ્યું હતું કે, ભાજપમાં અધ્યક્ષ પદ મહત્વનું છે. વિચારધારાનો સંઘર્ષ હમેંશા ગુજરાત ભાજપે કર્યો છે અને દેશને નવી દિશા આપી છે. નવનિર્માણના સમયથી પીએમ મોદી ગુડ ગવર્ન્સની દિશા આપી રહ્યા છે. રાષ્ટ્રીય નેતૃત્વએ સી.આર. પાટીલને જવાબદારી આપી છે. અનેક પડકારો આપણે ઝીલવાના છે. પેટાચૂંટણી જિલ્લા પંચાયત તેમજ વિધાનસભાની પેટાચૂંટણીઓના પડકાર ઝીલવાના છે. એમાં પાછી પાની કરવાની નથી. દેશભરમાં ટુકડા ગેંગ છે. જે ભાજપની વિચારધારા કમિટમેન્ટ અને સપના સાકાર થઈ રહ્યા છે, આપણે આ લડાઈ લડવાની છે. કાર્યકર્તાઓને પ્રેરણા મળી રહે. પાર્ટીમાં વિશ્વાસ રહે. વિચારધારાની લાગણીઓ વધુ ધારદાર બને એ સંગઠનની જવાબદારી છે. આજે અનેક રાજ્યોમાં આપણી સરકાર છે. ગુજરાતમાં તાલુકા, જિલ્લા પંચાયત, નગર પાલિકામાં આપણે સત્તા પર છીએ. ગુજરાત સંગઠન, વિકાસ તમામ સ્તરે નંબર વન છે. કોંગ્રેસ હારી ગઈ છે અને આપણે સતત આગળ વધીશું. તો વધુમાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, સરકારો જાય એનું દુઃખ નથી હોતું. પણ પાર્ટી ડૂબે એનું દુઃખ હોય છે. કોંગ્રેસનું સંગઠન નહોતું એટલે પાર્ટી ડૂબી. વંશ વાદ અને પરિવારવાદથી કોંગ્રેસ ડૂબી. ભાજપ સામાન્ય કાર્યકર્તાને તક આપે છે અને કાર્યકરોને જવાબદારી મળશે. સત્તાની ઉઠાપઠક અને લડાઈઓ ચાલશે. તો સી.આર પાટીલે જણાવ્યું કે, હું ૧૫ વર્ષ પોલીસમાં રહ્યો છું એટલે શિસ્ત પહેલેથી રહી છે. સંઘમાં એ વાત શીખ્યા કે તમે સક્ષમ છો એટલે તમને જવાબદારી મળે એવું નથી હોતું. તમને જવાબદારી મળે એ પૂરી કરવા સક્ષમ બનવાનું હોય છે. એટલા માટે આપણે ત્યાં કોઈ પદ માટે લાઈનો લાગતી નથી. સૌથી મોટી મુશ્કેલી કોરોનાની બીમારી આવી. પીએમ મોદીએ વહેલું લોકડાઉન કર્યું એટલે નુકસાન ઓછું થયું. નહીં તો ગલી ગલીમાં લાશો પડી હોત. આપણે ત્યાં ભલે લોકો વિરોધ કરે, પણ પાકિસ્તાની મીડિયા મોદી સરકારના પગલાંઓના વખાણ કરે છે. ગુજરાતમાં ભાજપની સરકાર એક મોડલ છે. નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ગુજરાત મોડલ એ કેન્દ્રમાં બે વાર સત્તા અપાવી. ગુજરાત સંગઠન પર તમામ રાજ્ય સંગઠનોની નજર હોય છે. બિહાર, મધ્યપ્રદેશમાં પણ મેં કામ કર્યું છે. ગુજરાતનું સંગઠન મોડલ સમગ્ર દેશમાં વધુ છવાય તે પ્રાથમિકતા રહેશે.
તેમણે વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધી બકવાસ નિવેદનો કરે છે એવું લાગે પણ એની લોકો પર નકારાત્મક અસર થાય છે. શાહીનબાગના કારણે લોકો પરેશાન થયા એટલે એમને થયું સરકાર કંઈ કરતી નથી. આવી બાબતોનું ધ્યાન રાખવાનું છે. ૧૯૭ મુદ્દાઓ છે એનું પાલન કરીશું તો સરકાર ક્યારેય નહીં ઉથલે. પીએમ મોદીની ૪૦૦થી વધુ લોક કલ્યાણ કારી યોજનાઓ છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope