તમારી ઉદારતા-પ્રેમ મારા માટે સૌથી મોટી ગિફ્ટ છે

સદીના મહાનાયક બિગ બી ૭૮ વર્ષના થયા
બિગ બીનો સોશિયલ મિડિયા દ્વારા ફેન્સને ખાસ મેસેજ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા. ૧૧
બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આજે પોતાનો ૭૮મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. બિગ બીના જન્મદિવસના અવસર પર હંમેશા તેમના ’જલસા’ની બહાર ફેન્સની ભીડ જોવા મળતી હોય છે. જેમનું બિગ બી હાથ હલાવીને અભિવાદન કરતા હોય છે અને પોતાના ફેન્સ માટે આભાર વ્યક્ત કરે છે. પરંતુ આ વખતે કોરોના વાયરસના કારણે આ બધાની સંભાવનાઓ ઓછી લાગી રહી છે. એવામાં અમિતાભ બચ્ચને પોતાના ફેન્સ માટે તેમનો પ્રેમ વ્યક્ત કરવા અને બર્થડેની શુભેચ્છાઓ પાઠવવાનો આભાર વ્યક્ત કરવા સોશિયલ મીડિયાની મદદ લીધી છે.
અમિતાભ બચ્ચને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, જેની સાથે ખાસ અંદાજમાં પોતાના ફેન્સને જન્મદિવસની શુભકામના પાઠવવા માટે આભાર વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોતાની એક ફોટો શેર કરી છે, જેમાં તેઓ હાથ જોડેલા દેખાય છે. આ ફોટો સાથે બિગ બીએ પોતાના ફેન્સને દુનિયાભરની અલગ-અલગ ભાષાઓમાં ધન્યવાદ કહ્યું. જેમાં ટર્કિશથી લઈને જાપાની ભાષા પણ સામેલ છે. બિગ બીની આ પોસ્ટ પર હવે તેમના ફેન્સ પણ કમેન્ટ કરીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
ફોટો શેર કરતા બિગ બીએ કેપ્શનમાં લખ્યું છે, ’તમારી ઉદારતા અને પ્રેમ મારા માટે ૧૧મી ઓક્ટોબરની સૌથી મોટી ગિફ્ટ છે. હું સંભવતઃ તેનાથી વધારે માટે તમને ન કહી શકું.’ જણાવી દઈએ કે હાલમાં જ અમિતાભ બચ્ચન કોરોનાને હરાવીને ઘરે પાછા આવ્યા છે. હાલમાં તેઓ પોતાની ટીવી સીરિયલ ’કૌન બનેગા કરોડપતિ’ની સીઝન ૧૨નું શૂટિંગ કરી રહ્યા છે. બર્થડેના દિવસે પણ બિગ બી કામમાંથી બ્રેક લે તેવા લોકોમાંથી નથી. તેઓ આજે પણ પોતાના શોનું શૂટિંગ કરશે, આ સાથે હાલમાં જ તેમની એક ફિલ્મની જાહેરાત થઈ છે, જેમાં તેઓ દીપિકા અને પ્રભાસ સાથે જોવા મળશે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope