શાહપુરના શખ્સ સાથે બોગસ ખાતું ખોલાવીને છેતરપિંડી

પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
પાલડીના શખ્સે મેડિક્લેઇમ માટે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઇને સેન્ટ્રલ બેંકમાં ખાતું ખોલાવી દઇને વ્યવહારો કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૧
તમે ક્યારેય વિચાર્યુ છે કે તમે જ્યારે મેડિક્લેમ માટે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપો છો તેના આધારે તમારી સાથે જ છેતરપિંડી કોઈ આચરી જાય. પણ જો વિચાર્યુ ન હોય તો વિચારજો, કારણ કે મેડિક્લેમ માટે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને તેના આધારે બોગસ ખાતુ ખોલાવી નાણાકીય વ્યવહારો પણ થઈ જતા હોય છે અને છેલ્લે તેનું બિલ તમારા માટે ફાટે છે. શાહપુર નાગોરીવાડ વિસ્તારમાં બૂક બાઈન્ડિંગનું કારખાનું ધરાવતા અમરીશભાઈ દત્તે પાલડી ખાતે સિદ્ધચક્ર એપાર્ટમેન્ટમાં રહેતાં હિમાંશુ રજનીકાંત શાહને મેડિકલેમ ઉતરાવવા માટે ડોક્યુમેન્ટ આપ્યા હતા. અમરીશભાઈએ પોતાના, પરિવાર અને કારીગરોના પાનકાર્ડ,આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ અને ફોટા હિમાંશુભાઈને આપ્યા હતા. ૨૭ એપ્રિલ ૨૦૧૬ના રોજ સવારે હિમાંશુભાઈ ઓરિજીનલ ડોક્યુમેન્ટ અમરીશભાઈએ આપી ગયા હતા. વેજલપુર ઇન્કમટેક્સ ઓફિસના અધિકારી પી.ડી.વાઘેલાએ અમરીશભાઈને ગત મે ૨૦૧૯માં ફોન કર્યો હતો. તેઓએ જણાવ્યું કે તમે ઇન્કમટેક્સ રિટર્ન ભરતા નથી અને નોટિસનો જવાબ આપતા નથી.તમારે અમારી ઓફિસે આવી ખુલાસો કરવો પડશે. અમરીશભાઈ ઇન્કમટેક્સમાં ગયા તો અધિકારીએ તમે સેન્ટ્રલ બેંક વાસણામાં ખાતું ખોલાવ્યું તેની વિગતો ભરી નથી તેમ જણાવ્યું હતું. આથી અમરીશભાઈએ મારું ત્યાં કોઈ ખાતું નથી તેમ જણાવ્યું હતું. અધિકારીએ બેંકમાં તપાસ કરવા જણાવ્યું હતું. બેંકમાં તપાસ કરતા અમરીશભાઈના નામે ચાલુ ખાતુ નીતા ટ્રેડર્સના નામથી ખૂલેલું હતું. બેંકમાં રજુઆત કરતા મેનેજરે તમે હિમાંશુભાઈ જોડે વાત કરો તેમ જણાવ્યું હતું. હિમાંશુભાઈને વાત કરતા તેઓએ આ મેટર આપણે પતાવવાની છે તેમ કહી પંચવટી ખાતે પ્રકાશ કાપડીયાની ઓફિસમાં મિટીંગ રાખી હતી. હિમાંશુભાઈએ તે સમયે, તમારા નામનું બેંક એકાઉન્ટ હું બંધ કરાવી દઈશ, તમારી પર કોઈ ઇન્કમટેક્સની નોટિસ આવશે નહીં. ઇન્કમટેક્સમાં જે પૈસા ભરવાના થશે તે હું ભરી દઈશ તમે મારા વિરૂધ્ધ પોલીસમાં જે અરજીઓ કરી છે. તે પરત લઈ લો તેમ જણાવ્યું હતું. હિમાંશુભાઈની વાત પર ભરોસો ના આવતા અમરીશભાઈએ અરજીઓ પરત લીધી ન હતી. ઇન્કમટેક્સ તરફથી અમરીશભાઈને બે નોટિસ મળી ચુકી છે. તેઓએ ઇન્કમ ટેક્સમાં અપીલ પણ કરી છે.જેનો હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી. આ અંગે અમરીશભાઈએ આરોપી હિમાંશુ શાહ અને સેન્ટ્રલ બેંકના મળતીયા અધિકારી વિરુદ્ધ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope