કરોડોની ઠગાઈ કરનારા આઠ આરોપીના ૫ દિવસના રિમાન્ડ

વકીલો,વેપારીઓ સાથે કરોડોની ઠગાઈ કરી હતી
સરકારી કચેરીના કર્મચારીની બેનંબરની આવકના પણ કરોડો ડૂબ્યા હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૧
મારુતિ કૃપા એગ્રી પ્રોડ્યુસર અને ઉપાહુતિ નિધિ લિ.કપનીના પ્રમોટર, ડાયરેક્ટર દ્વારા મટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ અને ગ્રામ્ય કોર્ટના ૭૫૦ થી વધુ વકીલો, કોર્ટના સ્ટાફ, વેપારીઓ સહિતના આશરે ૨૦ કરોડથી વધુની ઠગાઈ આચરવાના ગુનામાં આઠ જણાની ધરપકડ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. વકીલો, વેપારીઓ અને રોકાણકારો દ્વારા જુદા જુદા પોલીસ મથકમાં ફરિયાદો કરવાની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ મુખ્ય સૂત્રધાર શૌરીન ભંડારી ફરાર થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે,આરોપીઓ સામે જીપીઆઈડી એકટની કલમ લગાવી હોવાથી મિલકતો સહિતની વસ્તુઓ ટાંચમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ૫૦૦થી વધુ વકીલોને લોભામણી લાલચ આપી ૪૧ લાખની ઠગાઈ કરનાર મારુતિ કૃપા એગ્રી પ્રોડ્યુસર અને ઉપાહુતિ નિધિ લિ.કપનીના પ્રમોટર, ડાયરેક્ટર સહિત ૮ લોકોની કારંજ પોલીસે ધરપકડ કરીને સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.ફરિયાદી તરફે એડવોકેટ ભરત શાહ અને હસમુખ ચાવડાએ રજૂઆત કરી હતી કે, આરોપી ત્રિવેન્દ્રમ ભંડારી, નેહા ભંડારી, ધમેન્દ્ર નિર્મળ, બિપીન નાયક, જગત સાંઘાણી, દમયંતિ નાગર, અમિત નાગર અને દર્શન ભટ્ટે કંપનીના ઓથા હેઠળ રિકરિંગ, દૈનિક કલેક્શન, એફડી સહિતની વિવિધ સ્કીમોમાં વકીલોને નાણાં રોકવા ૪૧ લાખથી વધુની ઠગાઇ કરી કંપનીને તાળું મારી ફરાર થઈ ગયા હતા. ૫૦૦થી વધુ વકીલો પાસેથી અંદાજે ૫ કરોડની છેતરપિંડી કરી છે. આરોપીઓની પોલીસ કસ્ટડી સિવાય તપાસ શકય નથી. આરોપીઓ અમદાવાદ જ આશરે ૨૦ કરોડથી વધુની છેતરપીંડી અને ઉપાચત કરી છે. ત્યારબાદ કોર્ટે આઠેય આરોપીને પાંચ દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. સરકારી કચેરીમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા મારુતિ કૃપા એગ્રી પ્રોડ્યુસર અને ઉપાહુતિ નિધિ લિ.કપનીમાં દરરોજની બે નંબરની આવક દૈનિક કલેકશનમાં ભરવામાં આવતી હતી.જે રકમ પાકતા સરકાર બાબુઓ ફીકસ ડીપોઝીટ તરીકે મુકી હતી. આમ સરકારી કચેરીના કર્મચારીઓની બેનંબરની આવકના પણ કરોડો રુપિયા ડૂબ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope