વિરાટ ઉપર ટિપ્પણ અભદ્ર ન હોવાની ગાવસ્કરની સ્પષ્ટતા

પંજાબ સામેની નિષ્ફળતા બાદની વિરાટ પર ટિપ્પણ
લોકડાઉનમાં પ્રેક્ટિસના વીડિયોમાં પત્નિ અનુષ્કા વિરાટને બોલિંગ કરતા જોવા મળી જેનો ટિપ્પણમાં ઉલ્લેખ હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા. ૨૫
પંજાબ અને બેંગ્લોર વચ્ચેની આઈપીએલ મેચ દરમિયાનની લાઇવ કોમેન્ટ્રીમાં ભારતના પૂર્વ દિગ્ગજ બેટ્‌સમેન સુનીલ ગાવસ્કરની ટિપ્પણીથી વિવાદ ચગ્યો હતો. આ પછી ગાવસ્કરને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યા અને ત્યારબાદ વિરાટની પત્ની અનુષ્કા શર્માએ પણ એક પોસ્ટથી તેનો જવાબ આપ્યો હતો. પંજાબ અને બેંગ્લોર વચ્ચેની આઈપીએલ મેચ દરમિયાન, લાઇવ કોમેન્ટરીમાં સુનીલ ગાવસ્કરની ટિપ્પણીથી વિવાદ સર્જાયો હતો. ગાવસ્કરે લાઇવ કોમેન્ટ્રી દરમિયાન કહ્યું હતું કે વિરાટે લોકડાઉનમાં અનુષ્કા શર્માની બોલિંગનો સામનો કરવો પડ્યો હતો. હવે સુનીલ ગાવસ્કરે એક ખાનગી ચેનલને કહ્યું કે તેઓ કંઇક બિભત્સ નથી કહેતા. ગાવસ્કરે કહ્યું, ’મેં તેમને (અનુષ્કા) ક્યાં દોષી ઠેરવી? મંં શું સેક્સિ ટિપ્પણી કરી? મેં માત્ર એજ વીડિયોનો ઉલ્લેખ કર્યો હતો કે જેમાં વિરાટ તેની પત્ની અનુષ્કા શર્મા સાથે તેમના એપાર્ટમેન્ટની બહાર પ્રેક્ટિસ કરી રહ્યો હતો. કોઈકે નજીકના મકાનમાંથી તે વીડિયો રેકર્ડ કરી અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. મેં એટલું જ કહ્યું છે.
સુનિલ ગાવસ્કરે વધુમાં કહ્યું, ’વિરાટની નિષ્ફળતા માટે હું (અનુષ્કા) ક્યાં જવાબદાર ઠેરવું છું? હું એટલું જ કહી રહ્યો હતો કે તે વીડિયોમાં તે વિરાટને બોલિંગ કરી રહી હતી. વિરાટે કોઈ પ્રેક્ટિસ કરી નહોતી અને તેણે જે પ્રેક્ટિસ કરી હતી તે આ જ હતી જ્યારે તે પોતાના એપાર્ટમેન્ટમાં અનુષ્કાની બોલિંગનો સામનો કરી રહ્યો હતો. તેનું નામ સામે આવતાં વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા ગુસ્સે થઈ હતી અને સોશિયલ મીડિયા પર ગાવસ્કરને પણ જવાબ આપ્યો હતો. મેચના બીજા દિવસે અનુષ્કાએ સોશિયલ મીડિયા પર ગાવસ્કરની ટિપ્પણની ટીકા કરી હતી. અનુષ્કાએ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં કહ્યું, ’મિસ્ટર ગાવસ્કર, એ સાચું છે કે તમે જે કહ્યું તે સારું ન હતું, પણ મને ગમશે જો તમે એમ કહી શકો કે પતિની રમત પર પત્નીની ભૂમિકા ભજવવાનો આરોપ લગાવવાનો વિચાર કઈ રીતે આવ્યો? હું જાણું છું કે આટલા વર્ષો દરમિયાન તમે કોમેન્ટરી દરમિયાન કોઈપણ ક્રિકેટરના અંગત જીવનને માન આપ્યું છે. શું તમને નથી લાગતું કે તમારે મારા અને આપણા માટે સમાન પ્રકારનું માન રાખવું જોઈએ? લોકડાઉન દરમિયાન એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં વિરાટ મુંબઇમાં તેના એપાર્ટમેન્ટ કમ્પાઉન્ડ પર બેટિંગ કરી રહ્યો હતો અને અનુષ્કા તેને બોલિંગ કરી રહી હતી. લોકડાઉન સમયે, તમામ ભારતીય ક્રિકેટરો તેમના ઘરોમાં બંધ હતા અને ક્રિકેટની પ્રેક્ટિસ કરવામાં અસમર્થ હતા, તેથી વિરાટ-અનુષ્કાનો આ વીડિયો એકદમ વાયરલ થયો હતો.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope