લેહ-લદાખ :૫.૬ની તીવ્રતાના ધરતીકંપથી લોકોમાં ગભરાટ

જમ્મુ-કાશ્મીરમાં ધરતી ધણધણી
કોઈ જાનહાની ન થઇ : લોકો ઘરની બહાર દોડી આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
શ્રીનગર, તા. ૨૫
શુક્રવારે બપોરે લેહ-લદાખ વિસ્તારમાં ૫..૬ ની તીવ્રતાનો ભુકંપ અનુભવાયો હોવાની નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ભૂકંપના જોરદાર આંચકા બાદ સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ જ મહિનામાં ૮ સપ્ટેમ્બરના રોજ લદ્દાખના કારગિલમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા ૪.૪ હતી. આ પહેલા ૩૧ ઓગસ્ટે લેહ-લદાખમાં ભૂકંપ આવ્યો હતો. તે સમય દરમિયાન તીવ્રતા ૪.૩ નોંધાઈ હતી. ગુરુવારે સવારે જમ્મુ-કાશ્મીરમાં હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તિવ્રતા ૩..૭ ની હતી. ભૂકંપને કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી, જોકે લોકો ગભરાટના કારણે ઘરની બહાર આવી ગયા હતા. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી મુજબ ગુરુવારે સવારે ૮.૧૯ વાગ્યે જમ્મુ-કાશ્મીરમાં ૩.૭ ની તીવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર ગુલમર્ગથી ૨૮૧ કિમી ઉત્તરમાં હતું. આ મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં બે વાર આંચકા અનુભવાયા છે. આ પહેલા ૧૧ સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીરમાં હળવા આંચકા અનુભવાયા હતા. ત્યારબાદ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૩ રહી હતી.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope