અમેરિકા તાઈવાનમાં પગ મુકશે તો ચીન યુદ્ધ છેડશે

અમેરિકા-ચીનના સબંધોમાં વધતો તણાવ
ચીનની સેના દ્વારા તાઈવાનને ચીનમાં ભેળવી દેવા ધમકી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બેઈજિંગ, તા. ૨૫
અમેરિકન સેના તાઈવાનની ધરતી પર પગ મુકશે તો ચીન યુધ્ધ છેડશે,તેમ સરકારી ગ્લોબલ ટાઈમ્સના તંત્રીલેખમાં ધમકીના સ્વરમાં કહેવાયું છે. ગ્લોબલ ટાઈમ્સના એડિટર હુ શિજિને અમેરિકા અને તાઈવાનને ધમકાવતાં કહ્યું હતું કે, ચીનના અલગતા વિરોધી કાનૂનના નખ પણ છે અને દાંત પણ છે. અમેરિકાની એક જર્નલમાં તાઈવાનમાં અમેરિકાએ સેના મોકલવી જોઈએ તેવૂ સૂચન કરતો એક આર્ટિકલ છપાયા બાદ હુ શિજિન ભડક્યા હતા. આર્ટિકલમાં કહેવાયું હતું કે, જો અમેરિકા ખરેખર તાઈવાનની રક્ષા માટે કટિબધ્ધ હોય તો તેણે તાઈવાનમાં પોતાની સેના તૈનાત કરવા પર વિચાર કરવો પડશે.
શિજિને કહ્યુ હતુ કે, અમેરિકા અને તાઈવાનમાં આ પ્રકારની વિચારધારા ધરાવતા લોકોને હું ચેતવણી આપવા માંગુ છું કે જો તાઈવાનમાં અમેરિકી સેના પાછઈ ફરી તો ચીનીની સેના નિશ્ચિત રીતે પોતાની અખંડતતાની રક્ષા માટે એક યુધ્ધ છેડશે. એ પછી ગ્લોબલ ટાઈમ્સે ચીનના નિષ્ણાતોના હવાલાથી લખ્યું છે કે, જો અમેરિકા તાઈવાનમાં સેના મોકલશે તો અમેરિકા અને ચીન વચ્ચે થયેલી સંધિ તુટી જશે.આ પ્રકારનો ગાંડપણભર્યુ સૂચન તાઈવાનની જનતાના હિતમાં નથી અને આ સૂચન સત્ય સાબિત થયુ તો ચીનની સેના જોરદાર કાર્યવાહી કરીને તાઈવાનને ચીનમાં ભેળવી દેશે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope