નોઈડા-દિલ્હી સરહદે ખેડૂતોનું પ્રદર્શન, રોડ બ્લોક કરી દેવાયો

દેશભરમાં કૃષિ ખરડાઓના વિરોધમાં પ્રદર્શનો
હરિયાણા, પંજાબ, પશ્ચિમ બંગાળમાં અનેક સ્થળે ખેડૂત આંદોલનની વધુ અસર જોવા મળી : દેશભરમાં આક્રોશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૨૫
કૃષિ ખરડાઓને લઈને આજે દેશભરમાં ખેડૂતો વિરોધ પ્રદર્શન પર ઉતર્યા હતા. ભારતી કિસાન સંઘ સહિતના વિવિધ ખેડૂત સંગઠનોએ દેશભરમાં ચક્કાજામનું એલાન કર્યું છે. ભારતભરના ૩૧ ખેડૂત સંગઠનો આ વિરોધમાં જોડાયા છે. ખેડૂત સંગઠનોનો વિપક્ષ દળો કોંગ્રેસ, આરજેડી, સમાજવાદી પાર્ટી, અકાલી દળ, ટીએમસીનો પણ સહકાર મળી રહ્યો છે. આરજેડીના નેતા તેજસ્વી યાદવે કૃષિ સંબંધિત ખરડાઓને લઈને ટ્રેક્ટર રેલી યોજી હતી. પંજાબમાં ગુરુવારથી ખેડૂતોએ રેલ રોકો આંદોલન શરૂ કર્યું છે. ખેડૂતો રાજ્યમાં રેલવે ટ્રેક પર બેસીને બિલ પરત ખેંચવાની માગ સાથે વિરોધ કરી રહ્યા છે. આ ઉપરાંત હરિયાણા, પંજાબ અને પશ્ચિમ બંગાળમાં પણ ખેડૂત આંદોલનની વધુ અસર જોવા મળી શકે છે.
ખેડૂતોએ દેશભરમાં ભારત બંધનુ એલાન કર્યું હોવાથી દિલ્હી-ઉત્તર પ્રદેશ સરહદે વધારાનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. દિલ્હી બોર્ડર પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે ખેડૂતો પાસેથી એમએસપી આંચકી લેવાશે. તેમને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા અબજોપતિઓના ગુલામ બનવા પર મજબૂર કરવામાં આવશે. ખેડૂતોને ભાવ પણ નહીં મળે અને સમ્માન પણ નહીં મળે. ખેડૂતો પોતાના ખેતર હોવા છતા મજૂર બની જશે. ભાજપના કૃષિ ખરડા ઈસ્ટ ઈન્ડિયા કંપનીની યાદ અપાવે છે. અમે આ અન્યાય નહીં થવા દઈએ.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope