સુશાંતના પિતાની પટણામાં રિયા ચક્રવર્તી સામે ફરિયાદ

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનો મામલો
મુંબઈ પોલીસમાં વિશ્વાસ ન હોઈ અભિનેતાના પિતા સ્થાનિક પોલીસની શરણેઃ પટણા પોલીસ મુંબઈ પહોંચી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પટણા, તા. ૨૮
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતમાં એક નવો વળાંક આવ્યો છે. સુશાંતના પિતા કે.કે.સિંઘે અભિનેત્રી રિયા ચક્રવર્તી વિરુદ્ધ પટણામાં એફઆઈઆર નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિયા પર સુશાંતની આત્મહત્યાને લઈને મુંબઇ પોલીસે સઘન પૂછપરછ કરી હતી. હવે સુશાંતના પિતાએ રિયા પર સુશાંતને પ્રેમમાં ફસાવીને પૈસાની પડાવતી હોવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, તેણે રિયા પર તેના પુત્રને આત્મહત્યા કરવા પ્રેરવા અને પરિવારને છીનવી લેવાનો આરોપ લગાવ્યો છે.
સુશાંતના પિતાએ રવિવારે રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ૩૪૧, ૩૪૨, ૨૮૦, ૪૨૦, ૪૦૬, ૪૨૦ અને ૩૦૬ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. સંબંધીઓએ કહ્યું છે કે સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવામાં આવ્યો હતો, ત્રાસ આપવામાં આવ્યો હતો, તેની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. તેમની અરજીમાં સુશાંતના પિતાએ લખ્યું છે કે તેમને મુંબઈ પોલીસની તપાસમાં વિશ્વાસ નથી. તેઓ એકલા હોવાથી તે પટણા પોલીસને આ મામલે તપાસ કરવા માગ કરી રહ્યા છે. સોમવારે આ બાબતની તપાસ માટે બે ઈન્સપેક્ટર અને બે કોન્સ્ટેબલ વિમાનથી મુંબઇ પહોંચ્યા હતા. મુંબઈ પોલીસની સાથે આ ટીમને કેસની ડાયરી સિવાય જરૂરી દસ્તાવેજો મેળવશે. પટનાના સિનિયર એસપી ઉપેન્દ્ર શર્માએ આ સમાચારની પુષ્ટિ કરી છે. શર્માના આદેશથી રાજીવ નગરના પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને આ કેસના આઈઓ બનાવવામાં આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર સુશાંતના મોત અંગે જે ડિપ્રેશનની વાત ચાલી રહી છે તેનાથી પરિવાર નારાજ છે. પરિવારનું કહેવું છે કે તેઓ સુશાંતની હતાશાથી વાકેફ નહોતા. હાલમાં મુંબઈ પોલીસ સુશાંતને કેટલીય ફિલ્મોથી અલગ કરી દેવામાં આવી છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટા નામો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે એ એંગલની પણ તપાસ કરી રહી છે.
સુશાંતના કેસમાં હમણાં સુધી રિયા ચક્રવર્તી, સંજના સંઘી, મુકેશ છાબરા, આદિત્ય ચોપરા, કાસ્ટિંગ ડિરેક્ટર શનુ શર્મા, સંજય લીલા ભણસાલી, શેખર કપૂર, મહેશ ભટ્ટ, રૂમી જાફરી જેવા મોટા નામોની પૂછપરછ કરવામાં આવી છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope