પુસ્તકમાંથી ટીપુ-હૈદર અલીના પાઠની બાદબાકી

કર્ણાટક સરકારે કોર્સમાં ઘટાડો કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મૈસૂર, તા. ૨૮
કોરોના વાયરસના કહેરના કારણે શિક્ષણ કાર્ય બંધ છે ત્યારે વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ ઘટાડવા માટે કવાયત શરુ થઈ ગઈ છે. સેન્ટ્રલ બોર્ડે તો કોર્સ ઘટાડ્યો જ છે પણ તેની સાથે સાથે કર્ણાટક સરકારે પણ વિદ્યાર્થીઓો કોર્સ ૧૨૦ દિવસ પ્રમાણે તૈયાર કરાયો છે.આમ કોર્સમાં ૩૦ ટકાનો ઘટાડો થયો છે.નવા અભ્યસાક્રમમાંથી સરકારે ટીપુ સુલતાન અને હૈદર અલીના પ્રકરણ હટાવી દીધા છે.આ બંને પ્રકરણ સાતમા ધોરણના પાઠ્ય પ ુસ્તકમાં સામેલ હતા.નવા અભ્યાસક્રમ માટે જે વિગતો પબ્લિશ કરાઈ છે તેમાંથી આ બંનેને લગતા ચેપ્ટરની બાદબાકી થઈ છે. જોકે વિરોધ પક્ષ તેને લઈને વિવાદ સર્જે તેવી શક્યતાઓ છે.દરમિયાન શિક્ષણ વિભાગે કહયુ છે કે, આ નિર્ણય નિષ્ણાતોએ લીધો છે.સરકારને તેની સાથે લેવા દેવા નથી.જે તે વિષયના મહત્વને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમ ઘટાડાયો છે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં ભાજપની સરકાર બની ત્યારે જ સરકારે જાહેરાત કરી હતી કે , ટીપુ સુલતાનનુ ચેપ્ટર હટાવવામાં આવશે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope