દેશમાં ચેપગ્રસ્તોની સંખ્યા ૧૫ લાખ ઉપર પહોંચશે

કોરોનાના સંક્રમણથી કુલ મૃતાંક ૩૩ હજારને પાર
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૭,૭૦૪ નવા કેસ નોંધાયા : ૬૫૪ કોરોના દર્દીઓનાં મોત નિપજ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૨૮
દેશમાં કોરોના વાયરસ દિનપ્રતિદિન બેકાબૂ થઈ રહ્યો છે. એક પખવાડિયાથી દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૭હજાર ૭૦૪ નવા કેસ નોંધાયા છે અને ૬૫૪ દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ ૧૪ લાખ ૮૩ હજાર ૧૫૭ કેસ નોંધાયા છે. જેમાંથી ૪ લાખ ૯૬ હજાર ૯૮૮ લોકો સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં ૯ લાખ ૫૨ હજાર ૭૪૩ કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ ૩૩ હજાર ૪૨૫ લોકો મૃત્યુ પામ્યા છે. દેશમાં હાલ કોવિડ-૧૯ને મ્હાત કરનારાનો દર હવે ૬૪.૨૪ ટકા છે. જ્યારે ચેપથી મૃત્યુ પામનારાઓનો દર ૨.૨૫ ટકા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ૈંઝ્રસ્ઇ)ના આંકડાઓ મુજબ, ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે સોમવારે કોરોનાના ૫,૨૮,૦૦૦ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
દેશમાં સતત છઠ્ઠા દિવસે કોરોનાના નવા દર્દીઓની સંખ્યા ૪૫ હજારને પાર રહી છે. દેશભરમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૬૫૪ લોકોના મોત નિપજ્યા છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૨૨૭ દર્દીઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ તામિલનાડુમાં ૭૭, કર્ણાટકમાં ૭૫, આંધ્રપ્રદેશમાં ૪૯, પશ્ચિમ બંગાળમાં ૩૯, ઉત્તરપ્રદેશમાં ૩૦, દિલ્હીમાં ૨૬, ગુજરાતમાં ૨૨, તેલંગાણામાં ૧૭, પંજાબમાં ૧૨, રાજસ્થાનમાં ૧૦, બિહાર, મધ્યપ્રદેશ તેમજ જમ્મુ-કાશ્મીરમાં નવ – નવ, આસામ અને ઓડિશામાં સાત – સાત, હરિયાણામાં પાંચ, ત્રિપુરા તેમજ ઝારખંડમાં ચાર – ચાર, પોંડેચેરી તેમજ ઉત્તરાખંડમાં ત્રણ – ત્રણ, હિમાચલ અને કેરળમાં બે – બે તેમજ આંદામાન-નિકોબાર, ચંડીગઢ, છત્તીસગઢ, ગોવા, નાગાલેન્ડ અને સિક્કિમમાં એક – એક વ્યકિતએ જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના ચેપથી અત્યાર સુધીમાં કુલ ૩૩,૪૨૫ લોકોના મોત નિપજ્યા છે. તેમાં પણ સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૧૩,૮૮૩ લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારબાદ દિલ્હીમાં ૩,૮૫૩, તામિલનાડુમાં ૩,૫૭૧, ગુજરાતમાં ૨,૩૪૮, કર્ણાટકમાં ૧,૯૫૩, ઉત્તરપ્રદેશમાં ૧,૪૫૬, પશ્ચિમ બંગાળમાં ૧,૪૧૧, આંધ્રપ્રદેશમાં ૧,૦૯૦, મધ્યપ્રદેશમાં ૮૨૦, રાજસ્થાનમાં ૬૩૧ અને તેલંગાણામાં ૪૮૦ લોકોના મોત થયા છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope