પ્રધાનની ઓફિસના એક ક્લાર્કનો કોરોના પોઝિટિવ

સ્વર્ણિમ સંકુલમાં કોરોનાએ દસ્તક દીધી
મંત્રી જયદ્રથસિંહ પરમારની કચેરીમાં ક્લાર્ક તરીકે કામ કરતા ભરતસિંહ ડાભીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૨૯
ગાંધીનગર ખાતે આવેલા સ્વર્ણિમ સંકુલમાં કોરોના વાયરસે દસ્તક દીધી છે. અહીં સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે એક મંત્રીની કચેરીના ક્લાર્કનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદમાં મંત્રીની ઓફિસના તમામ કર્મીઓને હોમ ક્વૉરન્ટીન કરી દેવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે મંત્રી જયદ્રથસિંહ પરમારની કચેરીમાં ક્લાર્ક તરીકે કામ કરતા ભરતસિંહ ડાભીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદમાં કચેરીના તમામ સ્ટાફને હૉમ ક્વૉરન્ટીન કરી દેવામાં આવ્યા છે. ઓફિસ ખાતે ફક્ત મંત્રીના પીએ અને પીએસ હાજર રહેશે. કોરોનાનું સંકમણ વધી રહ્યું છે તેને નાથવા માટે રાજ્ય સરકારે માસ્ક નહીં પહેરનાર પાસેથી ૫૦૦ રૂપિયા દંડ લેવાનો નિર્ણય કર્યો છે. મંગળવારે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભામાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. તેઓ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના કાર્યાલય પર ગયા હતા. તેઓએ વિપક્ષના નેતા ઉપરાંત વિધાનસભાના સચિવ ડી. એમ. પટેલની કચેરીની મુલાકાત લીધી હતી. ચેકિંગ દરમિયાન ચાર વ્યક્તિ માસ્ક પહેર્યાં વગર મળી આવ્યા હતા. જેમને તેઓએ ૫૦૦ રૂપિયા લેખે દંડ કર્યો છે. બીજી તરફ હવે વિધાનસભામાં કોઈ માસ્ક વગર બીજી વખત પકડાશે તો તેમને ૧,૦૦૦ રૂપિયા દંડ અને ત્યાર બાદ અધ્યક્ષના આદેશના અનાદરની નોટિસ આપવામાં આવશે. ગઈકાલ મંગળવારના દિવસે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧,૧૦૮ નવા કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૧૩,૧૯૮ પર પહોંચી ગઈ છે. જોકે, છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૧,૦૩૨ દર્દી સાજા પણ થયા છે. આમ રાજ્યમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૪૨,૪૧૨ પર પહોંચી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૨૪ દર્દીનાં મૃત્યું થયા છે. રાજ્યમાં કોરોનાના દર્દીનાં મોતની સંખ્યા ૨,૩૭૨ પર પહોંચી ગઈ છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope