રૂપિયા બે લાખની બનાવટી ચલણી નોટ સાથે બે ઝડપાયા

ઇંગ્લિશ દારૂના જથ્થો પણ કબજે કરાયો
પોલીસે થલતેજ ભાઈકાકા નગર અંજય એપાર્ટમેન્ટ ખાતે આરોપીઓના ઘરે દરોડો પાડતા નોટો સાથે બે પકડાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૨૯
ક્રાઈમ બ્રાન્ચે મંગળવારે થલતેજ પોલીસ ચોકી પાસે વોચ ગોઠવી રૂ.૫૦૦ અને રૂ.૨૦૦ના દરની નકલી ચલણી નોટો સાથે બાઈક પર જઈ રહેલા ૨ પિતરાઈ ભાઈઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ પૂછપરછમાં બન્નેએ નકલી ચલણી નોટ જાતે જ છાપતા હોવાનો ખુલાસો કર્યો હતો.
બાતમીના આધારે પોલીસે થલતેજ ભાઈકાકા નગર અંજય એપાર્ટમેન્ટ ખાતે આરોપીઓના ઘરે દરોડો પાડ્યો હતો. જેમાં નકલી કરન્સી છાપવાના પ્રિન્ટર મશિન સહિતની સામગ્રી અને ઈંગ્લીશ દારૂ અને બિયરની બોટલોનો જથ્થો પણ મળી આવ્યો હતો. આથી ક્રાઇમ બ્રાન્ચે બન્ને આરોપી વિરુદ્ધ નકલી કરન્સી એકટ અને પ્રોહીબિશન એકટ મુજબના બે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે થલતેજ ચોકી પાસે વોચ ગોઠવી બાઈક પર પસાર થતાં ઉદય રમેશ પ્રજાપતિ (૨૩) અને મીત મહેશ પ્રજાપતિને (૨૨) અટકાવીને તલાશી લીધી હતી. ઉદયના ખિસ્સામાંથી રૂ. ૫૦૦ના દરની ૮૨ અને રૂ.૨૦૦ના દરની ૨૮ નકલી ચલણી નોટ તેમજ મીતના ખિસ્સામાંથી રૂ.૫૦૦ના દરની ૧૨૨ નકલી ચલણી નોટ મળી આવી હતી. આ બાબતે હ્લન્જી અધિકારીને સ્થળ પર બોલાવવા તજવીજ કરી હતી. આ દરમિયાન ચલણી નોટ અંગે આરોપીઓની પૂછપરછ કરતાં તેઓએ ઘરે પ્રિન્ટર મશિનથી નકલી નોટ તૈયાર કરી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. જેના પગલે પોલીસે બન્ને આરોપીના મકાન પર દરોડો પાડતાં ત્યાંથી બીજી રૂ.૫૦૦ના દરની ૨૦૪ નકલી ચલણી નોટ મળી,તેમજ પ્રિન્ટર મશિન, કટર, કાગળો, કાતર અને ફૂટપટ્ટી મળી હતી. પોલીસને તપાસ દરમિયાન આરોપીઓના મકાનમાંથી ઈંગ્લીશ દારૂની વિવિધ બ્રાન્ડની ૮ બોટલ અને બિયરની ૧૦ બોટલ મળી આવી હતી. આમ રૂ.૨,૦૯,૬૦૦ની બનાવટી ચલણી નોટ તેમજ દારૂ,બિયરની બોટલો રૂ.૧૦,૩૩૫ની મળી આવી હતી. જે પોલીસે કબ્જે લઈ કાર્યવાહી શરૂ કરી હતી. હ્લજીન્ અધિકારીએ સ્થળ પર તપાસ કરી ચલણી નોટ પર સિક્યોરિટી થ્રેડ, વોટરમાર્ક અને ફ્લોરોન્સ કલર ન મળતાં કરન્સી નકલી હોવાનો પ્રાથમિક અભિપ્રાય આપ્યો હતો. પોલીસ તપાસમાં ઉદય અને મીત મૂળ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ગામના રહેવાસી હોવાનું ખુલ્યું છે. ક્રાઈમબ્રાન્ચે બંને આરોપીઓ વિરુદ્ધ બે ગુના દાખલ કરી બન્નેનો કોવિડ ટેસ્ટ કરાવવા તજવીજ શરૂ કરી હતી.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope