ઈરાનનો યુદ્ધાભ્યાસ, હોરમૂઝની ખાડીમાં યુએસ ઍરક્રાફ્ટ ફૂંક્યું

વોશિંગ્ટન-તહેરાન વચ્ચેના તનાવ દરમિયાન કવાયત
અમેરિકાની નૌસેના જણાવ્યા મુજબ ઈરાન તરફથી તેને ઉશ્કેરવાનું અને કાર્યવાહી માટે મજબૂર કરવા જેવું પગલું
(સંપૂર્ણ સમાચાર સેવા)
તહેરાન, તા. ૨૯
ઈરાને પોતાની સ્વદેશી મિસાઇલોના અભ્યાસ દરમિયાન અમેરિકાની ડમી યુદ્ધજહાજ મિસાઇલ ઉડાવી દીધી છે. આ કાર્યવાહી રણનીતિ રીતે બહુ મહત્ત્વની માનવામાં આવતા સ્ટ્રેટ ઑફ હોરમૂઝમાં કરવામાં આવી છે. આ ચેનલ ફારસની ખાડીને ઓમાનની ખાડી સાથે જોડે છે. આ અભ્યાસને કારણે અમેરિકાના સૈનિકોએ પોતાના બે રિજનલ બૅઝને ઍલર્ટ કરી દીધા છે. જોકે બાદમાં અમેરિકાની નૌસેનાએ ઈરાનના આ અભ્યાસને બેજવાબદાર અને બેદરકારીપૂર્વકનો ગણાવ્યો છે. અમેરિકાની નૌસેના અનુસાર ઈરાન તરફથી આ તેને ઉશ્કેરવાનું અને કાર્યવાહી માટે મજબૂર કરવા જેવું પગલું હતું. ઈરાન તરફથી આ અભ્યાસ એવા સમયે કરાયો છે, જ્યારે ખાડી ક્ષેત્રમાં તેહરાન અને વૉશિંગ્ટન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ ડમી યુદ્ધજહાજ પર ડમી ફાઇટર જેટવિમાન પણ તહેનાત હતાં. આ યુદ્ધજહાજ પર અલગઅલગ ખૂણેથી મિસાઇલ છોડવામાં આવી હતી. આ યુદ્ધજહાજ પર હેલિકૉપ્ટરથી પણ મિસાઇલ છોડવામાં આવી જે યુદ્ધજહાજના એક કિનારે ટકરાઈ હતી. ઈરાનના રિવ્યૂલ્યુશનરી ગૉડ્ર્સના કમાન્ડર મેજર જનરલ હુસેન સાલામીએ સરકારી ટેલિવિઝનને કહ્યું, “આ અભ્યાસમાં અમારી વાયુસેના અને નૌસેનાનો આક્રમક અંદાજ નજર આવ્યો. અમેરિકા સેના અનુસાર આ અભ્યાસમાં બૈલિસ્ટિક મિસાઇલથી ફાયરિંગ કરાયું, જેના કારણે સંયુક્ત આરબ અમિરાત અને કતારમાં અમેરિકા યુનિટને ઍૅલર્ટ કરાયું હતું. અમેરિકન નૌસેનાના બહરીન સ્થિત પાંચમી ફ્લીટના પ્રવક્તા રેબેકા રેબારિચે જણાવ્યું કે અમેરિકા નૌસેના પોતાના સહયોગીઓની સાથે રક્ષાત્મક અભ્યાસ કરે છે, જેથી નૌસેના સુરક્ષાને મજબૂતી મળે, પરંતુ ઈરાનનો અભ્યાસ આક્રમક હતો, જે ઉશ્કેરણીજનક અને કાર્યવાહી કરવા પર મજબૂર કરવા સમાન હતો.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope