પરિવારથી દૂર રહેવું સરળ નહીં રહે જ : ડેવિડ વોર્નર

ઓસી. ક્રિકેટર વોર્નર ક્રિકેટને અલવિદા કહી શકે છે
કોરોના પ્રતિબંધોને ધ્યાનમાં રાખી ઈન્ટરનેશનલ ક્રિકેટર તરીકે ભવિષ્ય અંગે પુનર્વિચાર કરવો પડશે : ડેવિડ વોર્નર
(સંપૂર્ણ સમાચાર સેવા)
મેલબૉર્ન, તા. ૨૯
ઑસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વૉર્નરે કહ્યું કે, તેને કોવિડ-૧૯ પ્રતિબંધોને ધ્યાનમાં રાખી ઈન્ટરનેશનલ ક્રિકેટર તરીકે પોતાના ભવિષ્ય અંગે પુનર્વિચાર કરવો પડશે. કોવિડ-૧૯ પ્રતિબંધોને કારણે ખેલાડીઓને ક્વૉરન્ટાઈનની ચુસ્ત શરતોને પૂરી કરવા પોતાના પરિવાર વિના મુસાફરી કરવી પડશે. બૉલ ટેમ્પરિંગના કારણે એક વર્ષનો પ્રતિબંધ ભોગવ્યા બાદ કમબેક કરનારા વૉર્નરના પરિવારમાં પત્ની કેન્ડાઈસ અને ત્રણ પુત્રીઓ છે.
આ ૩૩ વર્ષીય ખેલાડીએ કહ્યું કે, પરિવારથી દૂર રહેવું સરળ નહીં રહે. વૉર્નરે કહ્યું કે, ’નિશ્ચિતપણે ત્રણ દીકરીઓ અને મારી પત્ની મારા કરિયરનો મહત્વનો ભાગ છે. તમારે હંમેશાં સૌથી પહેલા પરિવાર વિશે વિચારવાનું હોય છે તથા ક્રિકેટ અને આ અચોક્કસ સમયમાં તમારે આ નિર્ણયોને મહત્વ આપવાનું હોય છે.’ તેણે કહ્યું કે, ’જુઓ અત્યારે કરિયર ચાલુ રાખવા માટે પ્રયત્ન કરતો રહીશ. આ વખતે ટી-૨૦ વર્લ્ડકપ સ્વદેશમાં થઈ રહ્યો નથી. તેને અહીં રમવો અને જીતવો આદર્શ હોત. હવે તેને સ્થગિત કરી દેવાયો છે. જ્યારે ભારતમાં તેનું આયોજન થશે તો મારે તેના પર ફરી વિચાર કરવો પડશે.’ વૉર્નરે કહ્યું કે, ’મારે પોતાની સ્થિતિનું આંકલન કરવું પડશે અને શું દીકરીઓ સ્કૂલ જઈ રહી છે ? તેમાંથી ઘણું બધું મારા નિર્ણયનો હિસ્સો છે. આ માત્ર એનાથી જોડાયેલું નથી કે, મેચ ક્યારે રમાશે અથવા કેટલું ક્રિકેટ રમાશે. આ મારા માટે મોટો પારિવારીક નિર્ણય છે.’ આ મહામારીની વચ્ચે ક્રિકેટને ફરી શરૂ કરવાની દિશામાં કેટલાક પગલાં લેવાયા છે. સંક્રમણથી બચવા માટે ક્વૉરન્ટાઈનના નિયમો બનાવવામાં આવ્યા છે અને બાયો ઈકો-સિસ્ટમ તૈયાર કરાઈ રહી છે. ઑસ્ટ્રેલિયામાં ક્રિકેટરોની પાસે પોતાના પ્રાંતોમાં પ્રેક્ટિસ કરવા સિવાય કોઈ અન્ય વિકલ્પ નથી. વિક્ટોરિયામાં કોવિડ-૧૯ના વધતા કેસોને જોતા વૉર્નરને લાગે છે કે, આ વિસ્તાર બૉક્સિંગ-ડે ટેસ્ટ સહિત ઈન્ટરનેશનલ મેચોની મેજબાની ગુમાવી શકે છે. તેણે કહ્યું, ’આ બધા માટે પડકારજનક છે. અમે સ્થાનીક ક્રિકેટ અંગે વાત કરી.
આ સચોટ ઉદાહરણ છે. શું વિક્ટોરિયા શૈફિલ્ડ શીલ્ડ ક્રિકેટ મેચોનું આયોજન કરવામાં સફળ રહેશે. મને વર્તમાન પરિસ્થિતિઓમાં તે અશક્ય લાગે છે.’ વૉર્નર અફઘાનિસ્તાન અને ભારતની વચ્ચે ટેસ્ટ સીરિઝ પહેલા લાલ બૉલથી પ્રેક્ટિસ માટે બહુ ઓછી તકો મળવાથી પણ ચિંતિત છે કારણ કે, આના પહેલા ટીમે મર્યાદિત ઑવર્સની વધુ મેચો રમવાની છે. ઑસ્ટ્રેલિયાએ સપ્ટેમ્બરમાં ઈંગ્લેન્ડના પ્રવાસે જવાનું છે. ત્યારબાદ વૉર્નર અને અન્ય કેટલાક ખેલાડીઓ ૈંઁન્માં રમશે અને પછી તેમની ટીમને અફઘાનિસ્તાન અને ભારતની મેજબાની કરવાની છે. તેણે કહ્યું કે, ’મોટાભાગે તમે સ્વદેશમાં ટેસ્ટ સીરિઝ પહેલા શેફીલ્ડ શીલ્ડમાં બે-ત્રણ મેચો રમવાનું પસંદ કરો છો. એટલે મને લાગે છે કે, ભારતીય ટીમ અને અમારી સ્થિતિ એક જેવી થશે. અમારી તૈયારીઓમાં રેડ બૉલ ક્રિકેટ શામેલ નહીં થાય અને આવામાં ટેસ્ટ સીરિઝની પહેલા અમારે પ્રેક્ટિસને વધુ સમય આપવો પડશે.’

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope