રોહિતની ૨૦૦૭માં ટી-૨૦ WC ફાઈનલ ઈનિંગ વિશેષ

ઇંગ્લૅન્ડ-ઓસી સામે મારી બે ઇનિંગ મહત્વની : યુવી
વર્ષ ૨૦૦૭ ટી-૨૦ વર્લ્ડકપ ફાઇનલમાં ઈરફાન પઠાણ અને ગૌતમ ગંભીરનો પર્ફોમર્ન્સ ખૂબ જ અદ્ભુત હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૨૯
યુવરાજ સિંહનું કહેવું છે કે ૨૦૦૭માં ટી-૨૦ વર્લ્ડકપની ફાઈનલમાં રોહિત શર્માની ઈનિંગ ખૂબ સ્પેશ્યલ હતી. ૨૦૦૭ની ૨૪ સપ્ટેમ્બરે ઈન્ડિયા જોહનિસબર્ગમાં પાકિસ્તાનને હરાવીને ખૂબ કૉન્ફિડન્સથી આગળ વધ્યું હતું. એ મૅચમાં ગૌતમ ગંભીરે ૫૪ બૉલમાં ૭૫ રન કર્યા હતા તેમજ આર. પી. સિંહ અને ઈરફાન પઠાણે ત્રણ-ત્રણ વિકેટ લઈને ઈન્ડિયાને જીત અપાવી હતી. આ વિશે યુવરાજે કહ્યું હતું કે ‘ઈરફાન પઠાણ અને ગૌતમ ગંભીરનો પર્ફોમર્ન્સ ખૂબ જ અદ્ભુત હતો. મને લાગે છે કે આ બધાની મહેનતને કારણે મળેલી જીત છે. ઇંગ્લૅન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે મારી પણ બે ખૂબ જ મહત્વની ઈનિંગ રહી હતી.’
જોકે યુવરાજનું કહેવું છે કે. આ તમામમાં રોહિત શર્માની ઈનિંગને લોકો ભૂલી ગયા છે. ફાઈનલમાં રોહિત શર્માએ નૉટઆઉટ રહીને ૧૬ બૉલમાં ૩૦ રન કર્યા હતા અને ઈન્ડિયાના સ્કોરને ૧૫૦નો આંકડો પાર કરાવ્યો હતો. આ વિશે યુવરાજે કહ્યું હતું કે ‘બધા મારા અને ગંભીર વિશે વાતો કરે છે, પરંતુ રોહિત શર્મા વિશે કોઈ વાત નથી કરતું. તેણે ફાઈનલમાં ૧૮ અથવા ૨૦ બૉલમાં અંદાજે ૩૬ની આસપાસ રન કર્યા હતા, જેનાથી અમે ૧૬૦ની નજીક પહોંચ્યા હતા. આ ઈનિંગ ટુર્નામેન્ટની સૌથી મહત્ત્વની હતી.
ઈરફાન ત્રણ વિકેટ લઈને મૅન ઑફ ધ મૅચ બન્યો હતો, પરંતુ અમારા માટે રોહિતની ઈનિંગ મહત્વની હતી.’

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope