કોરોના ફરીવખત ૧૧૦૦નો આંકડો પાર કરી ૧૧૫૯ કેસ

છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ લોકોનાં મૃત્યુ
અત્યાર સુધીમાં ૪૪૦૭૪ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા : કુલ મૃત્યુઆંક ૨૪૧૮ : ૧૩૭૦૯ લોકો સ્ટેબલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૩૦
રાજ્યમાં સતત ત્રીજા દિવસે અને જુલાઈમાં ચોથીવાર કોરોના પોઝિટિવનો આંકડો ૧૧૦૦ને પાર થયો છે. રાજ્યમાં ૨૪ કલાકમાં ૨૫૦૬૯ ટેસ્ટ કોરોનાના કરવામાં આવતા ૧૧૫૯ પોઝિટિવ કેસ નોંધાવ્યા હતા. આ સાથે રાજ્યમાં કોરોના કુલ સંક્રમિતનો આંકડો ૬૦ હજારને પાર થઈ ૬૦૨૮૫ થયો છે. રાજ્યમાં ૨૪ કલાકમાં ૨૨ મૃત્યુ નોંધાતા કુલ મૃત્યુઆંક ૨૪૧૮ થયો છે. આજે ૮૭૯ દર્દીઓ ને ડિસ્ચાર્જ કર્યા હતા. આ સાથે ડિસ્ચાર્જ થવાનો આંકડો ૪૪ હજારને પાર થઈ ૪૪૦૭૪ થયો છે. રાજ્યમાં હાલની સ્થિતિએ કુલ એક્ટિવ કેસ ૧૩૭૯૩ થયો છે. જેમાં ૮૪ વેન્ટીલેટર પર અને ૧૩૭૦૯ સ્ટેબલ છે.જુલાઇ માસના અંતિમ દિવસોમાં કોરોના પોઝિટિવના આંકડા સતત વધતા જાય છે.છેલ્લા ચાર દિવસમાં કોરોના પોઝિટિવના ચાર હજારથી વધુ કેસો નોંધાયા છે.રાજ્યના ૮ કોર્પોરેશન અને ૩૧ જીલ્લામાં કોરોનાના કેસો નોંધાયા છે.આરોગ્ય વિભાગે આપેલ યાદી મુજબ રાજ્યમાં આજે કોવિડ-૧૯ના કારણે ૨૨ મોત નોંધાયા છે.જેમાં સુરત કોર્પોરેશનમાં ૬ અને જિલ્લામાં ૪, અમદાવાદ શહેર ૫, પાટણ-૨,વડોદરા શહેરમાં ૨ ગાંધીનગર શહેર અને જીલ્લામાં ૧-૧ અને કચ્છમાં ૧ મોત કોરોનાને લીધે નોંધાયા છે. અમદાવાદ શહેરમાં ૧૪૩ અને ગ્રામ્યમાં ૧૪ સાથે ૧૫૭ કોરોના પોઝિટિવના કેસ આજે નોંધાયા હતા. આ સાથે શહેરમાં કુલ કોરોના સંક્રમિતનો આંકડો ૨૬૩૪૧ થયો છે. આજે વધુ ૫ મોત સાથે શહેરમાં કુલ ૧૫૮૯ મોત થયા છે. સુરત શહેરમાં ૨૧૭ અને ગ્રામ્યમાં ૫૪ સાથે ૨૭૧ કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાના કુલ સંક્રમિતનો આંકડો ૧૨૭૮૫ થયો છે. આજે વધુ ૧૦ મોત સાથે કુલ મૃત્યુઆંક ૩૮૯ થયો છે. વડોદરા શહેરમાં ૭૮ અને ગ્રામ્યમાં ૧૮ સાથે ૯૬ કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતનો આંકડો ૪૫૫૮ થયો છે. આજે વધુ ૨ મોત નોંધાતા વડોદરામાં કુલ મૃત્યુઆંક ૧૦૦ થયો છે. ગાંધીનગર શહેરમાં ૨૫ અને ગ્રામ્યમાં ૧૨ સાથે આજે કોરોના પોઝિટિવનો આંકડો એક દિવસમાં ૩૭ પર પહોંચ્યો છે. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો ૧૪૪૩ થયો છે.
રાજ્યમાં કોરોનાના કેસો
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૩૦
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૧૫૯ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.
શહેર કેસ
સુરત કોર્પોરેશન ૨૧૭
અમદાવાદ કોર્પોરેશન ૧૪૩
વડોદરા કોર્પોરેશન ૭૮
સુરત ૫૪
રાજકોટ કોર્પોરેશન ૫૩
જામનગર કોર્પોરેશન ૩૬
ભરુચ ૩૫
સુરેન્દ્રનગર ૩૪
રાજકોટ ૩૩
દાહોદ ૩૧
બનાસકાંઠા ૨૮
ભાવનગર કોર્પોરેશન ૨૭
ગાંધીનગર ૨૫
અમરેલી ૨૪
પંચમહાલ ૨૩
પાટણ ૨૨
વલસાડ ૨૨
ભાવનગર ૧૯
જુનાગઢ કોર્પોરેશન ૧૯
મહેસાણા ૧૮
વડોદરા ૧૮
મહીસાગર ૧૬
નર્મદા ૧૬
જુનાગઢ ૧૫
ખેડા ૧૫
નવસારી ૧૫
સાબરકાંઠા ૧૫
અમદાવાદ ૧૪
બોટાદ ૧૩
છોટા ઉદેપુર ૧૩
ગાંધીનગર કોર્પોરેશન ૧૨
કચ્છ ૧૨
મોરબી ૧૨
આણંદ ૧૧
ગીર સોમનાથ ૮
જામનગર ૪
અરવલ્લી ૩
ડાંગ ૨
પોરબંદર ૨
દેવભૂમી દ્વારકા ૧
તાપી ૧
કુલ ૧૧૫૯

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope