સુરતનાં રઘુવીર માર્કેટમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નિકળી

૧૫ ફાયર ફાઇટરે જહેમત બાદ મેળવ્યો કાબુ

અગાઉ ૨૧ જાન્યુઆરીએ આ માર્કેટમાં આગ લાગી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત, તા. ૯
સુરતના પુણા કુંભરીયા રોડ પર આવેલી રઘુવીર માર્કેટમાં મોડી રાતે અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આગની જાણકારી મળતા ફાયરની ૧૫ જેટલી ગાડી બનાવવાળી જગ્યા પર પોહચી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આજથી ૬ મહિના પહેલાં એટલે કે, ૨૧ જાન્યુઆરીએ પણ આ જ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. ત્યારે ફરી મોડી રાત્રે આજ માર્કેટમાં અચાનક ભીષણ આગ લાગી હતી. જોકે આગની જાણકારી મળતા સુરત ફાયર સ્ટેશનની ૧૫ કરતા વધુ ગાડી બનાવવાળી જગ્યા પર પોહચીને આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ આગને કારણે કોઇ જાનહાનિની થઈ નથી. આ જ માર્કેટમાં એક વર્ષ પહેલાં સવારે ૪.૦૦ વાગે લાગેલી આગની જાણકારી મળતા ફાયર વિભાગે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આગ એટલી વિકરાળ હતી કે સુરતનાં તમામ ફાયર ફાઈટર સાથે સુરત નજીક સચિન પલસાણા કડોદરા બારડોલી અને હજીરા વિસ્તારના ફાયરની મદદ લેવામાં આવી હતી. જોકે આગને લઈને આખી માર્કેટ સળગતી હોવાને લઈને દ્ગડ્ઢઇહ્લની પણ મદદ લેવામાં આવી હતી. અંદાજિત ૪ કરોડ લિટર પાણી સાથે ૭૦ ફાયટર અને ૩૦૦ ફાયર કર્મચારીની મદલને પગલે ૨૪ કલાક બાદ આગ કાબુમાં આવી હતી. જો કે આ બિલ્ડિગમાં લાગેલા એલિવેશનને લઈને ફાયર વિભાગને ખૂબ જ મહેનત કરવી પડી હતી. જો કે ૨૪ કલાક ચાલેલી આગને કારણે આ માર્કેટની હાલત બિસ્માર થઈ ગઈ હતી. અંદર સ્લેપના પોપડા પણ ખરી પાળ્યા હતા અને આ મિલકત જોખમી હોવાને લઈને તંત્ર દ્વારા આ મિલકતને તાતકાલિક અસરથી સીલ મારવામાં આવી હતી અને આ બિલ્ડિગમાં પ્રવેશ દ્વારા પર તંત્ર દ્વારા ચેતવણી આપતા બેનર પણ લગાવામાં આવ્યા છે અને લોકોને આ મિલકત ભયજનક હોવાને લઈને આ મિલકત માં પ્રવેશ નહિ કરવાની ચેતવણી આપવામાં આવી છે. જોકે આગામી એકાદ બે દિવસમાં આ માર્કેટ ઉતારી પાડવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી.જો કે આજે ફરી એકવાર આગની ઘટના લઈને તંત્ર સાથે માર્કેટના વેપારી દોડતા થઈ ગયા હતા.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope