બ્રેસનન અને અમ્પાયર ટકરને મારી નાંખવા ધમકી મળી હતી

સચિનને ૧૦૦મી સદી પહેલા આઉટ આપ્યો હતો

ઘણીવાર મારી નાખવાની ધમકી મળતી રહી : મને ટિ્‌વટર પર ધમકી મળી અને લોકોએ ઘરના એડ્રેસ પર પત્ર લખ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
લંડન, તા. ૯
ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમમાંથી બહાર રહેલા ફાસ્ટ બૉલર ટિમ બ્રેસનેને દાવો કર્યો છે કે, ૨૦૧૧માં ઓવલ ટેસ્ટ દરમિયાન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને ૧૦૦મું આંતરરાષ્ટ્રીય શતક બનાવવા માટે અસફળ કર્યા પછી ઑસ્ટ્રેલિયન અમ્પાયર રૉડ ટકરને મારી નાખવામાં આવશે તેવી ધમકી મળી હતી. સચિન તેંડુલકર આ મેચમાં શતક બનાવી શક્યા નહોતા અને જો તેમણે શતક બનાવી લીધું હોત તો આ તેમનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦૦મો શતક હોત. ટિમ બ્રેસનેને કહ્યું કે, ૨૦૧૧ વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ તેંડુલકરે પોતાનું ૯૯મું આંતરરાષ્ટ્રીય શતક પૂરુંં કર્યું હતું અને ઓવલમાં ચોથી ટેસ્ટની બીજી ઈનિંગમાં તે જ્યારે ૯૧ રન બનાવીને રમી રહ્યા હતા ત્યારે તેમના બૉલ પર ઑસ્ટ્રેલિયન અમ્પાયર રોજ ટકરે આ બેટ્‌સમેનને ન્મ્ઉ આઉટ આપ્યું હતું. ટિમ બ્રેસનેને કહ્યું, ‘તે બોલ લગભગ લેગસાઇડ બહાર જતો હતો અને ઑસ્ટ્રેલિયાના અમ્પાયર ટકરે તેને આઉટ આપી દીધું.’ ટિમ બ્રેસનેને કહ્યું, ‘અમને બન્નેને મારી નાખવાની ધમકી મળી, મને અને તે અમ્પાયરને, તેના પછી ઘણીવાર મારી નાખવાની ધમકી મળતી રહી. મને ટિ્‌વટર પર ધમકી મળી અને તેને લોકોએ ઘરના એડ્રેસ પર પત્ર લખ્યા. મારી નાખવાની ધમકી સાથે લખ્યું હતું કે તેં તેમને આઉટ કેવી રીતે આપ્યું. બૉલ લેગ સાઇડથી બહાર જતો હતો.’ બ્રેસનેન પ્રમાણે, આ ધમકીઓ જોેતાં ટકરને પોતાની સુરક્ષા વધારવી પડી. તેમણે કહ્યું, ‘અમુક મહિના પછી તેઓ મને મળ્યા અને કહેવા લાગ્યા કે, મારે સુરક્ષા ગાર્ડ રાખવો પડ્‌યો. ઑસ્ટ્રેલિયામાં તેમના ઘરની આસપાસ પોલીસની સુરક્ષા હતી.’ સચિન તેંડુલકર આના પછી ૨૦૧૨ એશિયા કપ દરમિયાન બાંગ્લાદેશ વિરુદ્ધ શતક રમીને પોતાના શતકનું શતક પૂરું કર્યું. ઑક્ટોબર ૨૦૧૩માં સંન્યાસ લેનારા તેંડુલકર ૧૦૦ આંતરરાષ્ટ્રીય શતક મારનારા વિશ્વના એકમાત્ર બૅટ્‌સમેન છે. તેમના ટેસ્ટમાં ૧૫,૯૨૧ અને વન-ડેમાં ૧૮,૪૨૬ રન છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope