અમદાવાદ સહિત રાજ્યમાં સર્વત્ર ધોધમાર વરસાદ

રાજ્યમાં પ દિવસ વરસાદની આગાહી
શહેરના પૂર્વ-પશ્વિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા ગરમીમાં રાહત : અમદાવાદમાં બે ઇંચથી વધુ વરસાદ

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૮
અમદાવાદમાં આજે બપોરે તોફાની પવન સાથે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં ૫ દિવસ સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બપોરે અમદાવાદમાં તોફાની પવન સાથે શહેરના પશ્ચિમ વિસ્તાર પાલડી, વેજલપુર, એલિસબ્રિજ, નારણપુરા, સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદના પૂર્વમાં નારોલથી નરોડા, લાંભા, અસલાલી, ઘોડાસર, વિવેકાનંદ, જશોદાનગર, સરસપુર, નિકોલ, નરોડામાં પણ વરસાદ વરસ્યો હતો. મળતી માહિતી મુજબ આજે અમદાવાદમાં દોઢ થી બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. દરમિયાનમાં રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફુકાયો હતો. હવામાન વિભાગની વેબસાઈડ મુજબ સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવ, બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં તોફાની પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.
બુધવારે અને ગુરૂવારે તા. ૧૦ અને ૧૧ દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, સુરત, વલસાડ, અને દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અમદાવાદ સહિત અન્ય જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી છે. આજે ભારે પવન સાથે વરસાદના કારણે અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદ બાદ અમદાવાદીઓને ગરમીથી રાહત મળી હતી.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope