કોરોના સાથે-કોરોનાની સામે સતર્કતાથી જનજીવન પૂર્વવત

એક જ દિવસમાં વિવિધ વિકાસકામોને મંજૂરી અપાઈ

સુરત મહાનગરમાં પ૦૮૭પ ચોરસ મીટર જમીન પ્રધાનમંત્રી આવાસ-મુખ્યમંત્રી ગૃહ યોજના માટે ફાળવી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૮
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવર્તમાન કોરોના સંક્રમણ સાથે સંક્રમણ સામે જનજીવન ઝડપભેર પૂર્વવત કરવા અનલોક-૧ અંતર્ગત ૧ જૂનથી રાજ્ય સરકારની કચેરીઓ સહિતની બહુધા રોજિંદી કામગીરી શરૂ કરાવી છે. મુખ્યમંત્રીએ કોરોનાના આ કાળમાં પણ વિકાસની ગતિ અટકે નહિ અને આંતરમાળખાકીય સુવિધા સાથોસાથ આવાસ, ઊર્જા, ઊદ્યોગના કામો પણ ત્વરાએ હાથ ધરી રાજ્યની વિકાસયાત્રાને પૂર્વવત વેગવાન બનાવવાના ઉદાત્ત ભાવથી એક જ દિવસમાં રાજ્યમાં મુખ્યમંત્રી ગૃહ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના માટે પ૦૮૭પ ચોરસ મીટર જમીન સુરત મહાનગરમાં ફાળવી છે. એટલું જ નહિ, કચ્છના રાપર તાલુકાના ચિત્રોડમાં ઔદ્યોગિક વસાહત માટે ૭ લાખ પ૦ હજાર ચોરસ મીટર જમીન જીઆઈડીસીને ફાળવવાનો પણ નિર્ણય તેમણે કર્યો છે. વિજય રૂપાણીએ ઉત્તર ગુજરાતના મોડાસા-અરવલ્લીમાં અને દક્ષિણ ગુજરાતના નવસારીમાં ગ્રામીણ ક્ષેત્રોમાં વીજ પૂરવઠો અસરકારક અને સતત પહોચાડવા બે સબસ્ટેશન્સ માટે કુલ મળીને ૪૯૯૦૦ ચો.મીટર જમીન ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન લિમિટેડ-જેટકોને આપવાનો પણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ શહેરી ક્ષેત્રો અને નગરો-ગામોના વિવિધ વિકાસ કામો માટે જે જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે તેમાં, સુરત મહાનગરપાલિકાના પાંચ અલગ અલગ વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત પીપીઈ ધોરણે આવાસ નિર્માણ માટે જમીન ફાળવણી કરી છે.
તદ્દઅનુસાર, સુરત મહાનગરપાલિકામાં સુરત શહેરના વોર્ડ નંબર-૧ના સીટી સર્વે નંબર ૧૮૧૩ થી ૧૮૧૬ વાળી કુલ ૩૭૧.૨૪ ચો.મી.ની જમીન, કતારગામના સીંગણપોરમાં સર્વે નંબર ૬-૭ ટી.પી સ્કીમ નં ૨૬ના એફપી ૭ વાળી કુલ ૨૭૦૦ ચો.મી, અડાજણના કોસાડમાં સર્વે નં ૨૯૧/૧/અ,બ.નં ૪૮૦ની કુલ ૧૯,૯૧૧ ચો.મી, તથા સુરત શહેરના વોર્ડ નંબર-૧ના સીટી સર્વે નંબર-૧૮૦૮ થી ૧૮૧૨ની કુલ ૫૫૫.૧૮ ચો.મી.ની જમીન, ઉધનામાં સર્વે નંબર-૭૨ પૈકી ૧ અને ૭૩ની કુલ ૨૭,૩૩૮ ચો.કિ.મી વિસ્તારની જમીન એમ કુલ પ૦૮૭પ.૪ર ચોરસ મીટર જમીન મુખ્યમંત્રી ગૃહ યોજના તથા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પીપીઈ ધોરણે આવાસ બનાવવા માટે ફાળવી છે. તેમણે સુરત મહાનગરપાલિકા બહારના વિસ્તારોમાં એટલે કે આઉટગ્રોથ વિસ્તારોના નાગરિકો માટે ભૌતિક આંતરમાળખાકીય સુવિધા વૃદ્ધિના કામો માટે ૩ર.૯૯ કરોડના કામો પણ મંજૂર કર્યા છે. મુખ્યમંત્રીએ આઉટગ્રોથ એરિયાના જે આ વિકાસકામો માટે નાણાં ફાળવણી કરી છે તેમાં ભૌતિક આંતરમાળખારકિય યોજના અતંર્ગત ઉન-સોનારી સુયેઝ પમ્પીંગ સ્ટેશનથી બમરોલી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાસ સુધી રાઇઝિંગમેઇન લાઇન નાખવા માટે કુલ ૧૦.૦ કરોડ, શહેરના વિવિધ વિસ્તારમાં ૨૪ મીટર અને તેનાથી વધુ પહોળાઇના રસ્તાઓના થ્રેડેડ પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગ કરી કાર્પેટ અને રિકાર્પેટ કામ માટે કુલ ૨.૭૩ કરોડ અને નવા વિસ્તારમાં એસીસીપોલોમરીક પદ્ધતિથી રસ્તાઓને રિસરફેસિંગ કરવા કુલ ૫૫૨ કરોડના વિકાસના કામોને મંજૂરી આપી છે.
તદઉપરાંત સામાજિક આંતરમાળખાકિય યોજના અતર્ગત વરીઆવ ‘વાય’ જંકશનથી સાયણ ચેકપોસ્ટ સુધી ટી.પી સ્કીમ નંબર-૩૬માં વરસાદી પાણીના નિકાલ માટે આરસીસી બોક્ષના કામ માટે પણ ૧૪.૭૫ કરોડના વિકાસના કામોને મંજૂરી આપી છે. વિજય રૂપાણીએ સરહદી વિસ્તાર કચ્છના રાપર તાલુકાના ચિત્રોડમાં ઊદ્યોગોની સ્થાપના દ્વારા આ અંતરિયાળ વિસ્તારમાં રોજગારી અને આર્થિક આધાર મળી રહે તેવી નેમ સાથે ચિત્રોડના સર્વે નંબર ૭૧૪ પૈકીની ૭ લાખ પ૦ હજાર ચોરસ મીટર જમીન ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ-જીઆઈડીસી ભુજને આપવાનો પણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત બે નવરચિત જિલ્લા અરવલ્લી અને નવસારીના ગ્રામીણ વિસ્તારોમાં વીજ પૂરવઠો સરળતાએ પહોચાડવાના હેતુથી બે સબસ્ટેશન્સ નિર્માણ માટે પણ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન-લિમિટેડ જેટકોને જમીન ફાળવી છે. આ અંતર્ગત, અરવલ્લીના મોડાસા તાલુકાના ફરેડીના સર્વે ૭ર૭, ૭૩૩, ૭૩પ, ૭૪ર, ૭૪૮ અને ૭૩રની કુલ ૪પ૦૦૦ ચોરસ મીટર જમીન રર૦ કે.વી. સબ સ્ટેશન માટે ફાળવવામાં આવી છે. આ ઉપરાંત પલસાણાના તાંતીથૈયાના બ્લોક-ર૩૧ની ૪૯૦૦ ચો.મીટર જમીન ૬૬ કે.વી સબસ્ટેશન માટે જેટકો નવસારીને ફાળવાઇ છે. રાજ્યના નગરો-શહેરોમાં જનસુખાકારીના કામો માટે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્યમંત્રીએ ગાંધીનગર જિલ્લાની પેથાપૂર નગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના હેઠળ આરસીસી બ્લોક તથા પેવર બ્લોક માટે ૪૦ લાખ રૂપિયાના કામ માટે મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ તા.૧ જૂનના રાજ્ય સરકારના વિવિધ વિભાગો/કચેરીઓ પૂનઃ કાર્યરત થવાની સાથે જ વિકાસકામોની રફતાર કોરોના સંક્રમણ વચ્ચે પણ જળવાઇ રહે તેવા હેતુથી આટ-આટલા વિકાસકામોને માત્ર એક જ દિવસમાં મંજૂરીઓ આપી દીધી છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope