કોરોનાની સામે મહારાષ્ટ્ર બેહાલ ચીનથી પણ વધારે ૮૫,૯૭૫ કેસ

કોરોના મહામારીએ મહારાષ્ટ્રમાં હાહાકાર મચાવ્યો

મૃત્યુઆંક વધીને ૩૦૬૦ : દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના સૌથી વધુ ૯૮૮૩ કેસ : કુલ આંકડો અઢી લાખને પાર : ચીનમાં સંક્રમણના ૬ નવા કેસ નોંધાયા

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૮
લોકડાઉનમાં અપાયેલી ઢીલ પછી દેશમાં કોરોના બીમારના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૯૮૮૩ કેસ નોંધાયા છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ ૨,૫૬,૬૧૧ કેસ નોંધાયા છે. સૌથી ખરાબ હાલત મહારાષ્ટ્રની છે. મહારાષ્ટ્રમાં ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ના કુલ ૮૬,૦૦૦ની નજીક કેસ સામે આવી ચૂક્યા છે. આ આંકડો કોરોના વાયરસના ઉદભવ સ્થાન ચીનથી પણ વધી ગયો છે. ચીનમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનો આંકડો ૮૩,૦૦૦ સુધી પહોંચ્યો હતો, જે પછી ચીની સરકારે કોરોના પર કાબૂ મેળવવા માંડ્‌યો હતો. જોકે ચીન પર આંકડાઓ ખોટા દર્શાવવાના આરોપ સતત લાગી રહ્યા છે. રવિવારે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના ૩૦૦૭ નવા કેસ સામે આવ્યા હતા. એક દિવસમાં નવા કેસોનો આ સૌથી મોટા આંકડો હતો. જે પછી રાજ્યમાં કુલ કેસ વધીને ૮૫,૯૭૫ થયા છે, જ્યારે ૩૦૬૦ લોકો દમ તોડી ચૂક્યા છે. કુલ કેસ પૈકી ૩૯,૩૧૪ દર્દીઓ સ્વસ્થ થઇ ગયા છે જ્યારે ૪૩,૫૯૧ સક્રિય કેસ છે. બીજી તરફ કોરોના સંક્રમણ પર કાબૂ મેળવી લીધો હોવાનો દાવો કરનાર ચીનમાં પણ સંક્રમણના ૬ નવા કેસ સામે આવ્યા છે, પરંતુ ચીની સ્વાસ્થ વિભાગ મુજબ આ તમામ દર્દીઓ વિદેશોમાંથી કોરોના સંક્રમણ લઇને ચીન આવ્યા છે. ચીનમાં અત્યાર સુધી ૪૬૩૪ લોકો કોરોના સંક્રમણથી મૃત્યુ પામ્યા છે. બે મહિનાના લોકડાઉન બાદ તેમાં આપવામાં આવેલી છૂટછાટ બાદ કોરોનાનો કહેર દિવસેને દિવસે ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સોમવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને ૨૫૬૬૧૧ સુધી પહોંચી ગયા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૯૯૮૩ નવા કેસ સાથે કોરોનાનો અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૪૮.૩૫ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૮૦૨ લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૧૨૪૦૯૫ સુધી પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૬ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૭૧૩૫ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સોમવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૧૨૫૩૮૧ એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૮૫૯૭૫ કેસ નોંધાયા છે જ્યારે ૩૦૬૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૩૧૬૬૭ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૨૬૯ લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં ૨૭૬૫૪ કેસ નોંધાયા છે જ્યારે ૭૬૧લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં ૧૯૬૧૭ લોકો સંક્રમણમાં આવ્યા છે ૧૨૧૯ લોકોના મોત થયા છે.

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૭૦૦૮૧૯૦ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૪૦૨૬૫૮ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૩૧૪૧૧૬૭ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે.
સમગ્ર દુનિયામાં અત્યારે ૩૪૬૪૩૬૫ કેસ એક્ટિવ છે. ભારત દેશમાં સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં છઠ્ઠા ક્રમાંક પર પહોંચી ગયો છે. જ્યારે સ્વસ્થ્ય થયેલા દર્દીઓની યાદીમાં ભારત અમેરિકા, બ્રાઝીલ, રશિયા, જર્મની, ઈટાલી, સ્પેન, ઈરાન, તુર્કી બાદ નવમા ક્રમ પર છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope