ગુજરાતમાં મેઘમહેર વચ્ચે ટંકારા, કોડિનાર અને બનાસકાંઠામાં કહેર

અમદાવાદ શહેર સહિત રાજયભરમાં મેઘરાજાએ આજે પણ તેની મહેર ચાલુ રાખી હતી, તો, બનાસકાંઠા, મોરબીના ટંકારા, ગીર-સોમનાથના કોડીનાર સહિતના પંથકોમાં મેઘરાજાએ પોતાનો કહેર વરસાવ્યો હતો. મોરબીના ટંકારાના બંગાવડી ડેમ પાણીની વધુ આવકના કારણે ઓવરફલો થયો હતો. ડેમના આડસ માટે રાખવામાં આવેલા પાટિયા તણાયા હતા તો, બપોરે ડેમમાં એક ગાબડુ પડતાં તંત્ર દોડતું થઇ ગયું હતું. ટંકારામાં આજે પણ વરસાદનો કહેર યથાવત્‌ રહ્યો હતો.

વરસાદના રૌદ્રસ્વરૂપને લઇ કાચી માટીનો માનવી ફરી એકવાર કુદરત સામે વામણો સાબિત થયો હતો. વરસાદી કહેરમાં ૬૦થી વધુ પશુઓ મોતને ભેટયા હતા.બીજીબાજુ, બનાસકાંઠામાં પણ આજે વરસાદી કહેર જાવા મળ્યો હતો. ખાસ કરીને પાલનપુર અને દાંતીવાડા પંથકમાં સાંબેલાધાર વરસાદે જનજીવન ઘમરોળી નાંખ્યું હતું. પંથકના કુંભાસણ ગામે તો ૨૭ પશુઓના વરસાદી પાણીમાં તણાઇને ડૂબી જવાથી મોત થતાં ગામમાં અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. તો ગીર-સોમનાથ જિલ્લાના કોડીનારમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૯ ઇંચ વરસાદ ખાબકતાં સમગ્ર પંથક અને આસપાસના ગામો જળબંબાકાર થઇ ગયા હતા.

કુદરતી થપાટમાં સામાન્ય માણસ ભારે નુકસાની-તારાજી વચ્ચે જાણે ચીથરે હાલ થઇ ગયો હતો અને લાચારીભર્યુ જીવન જીવવા જાણે મજબૂર બન્યો હતો.આજે સમગ્ર ગુજરાત રાજયમાં મેઘરાજા મહેરબાન રહ્યા હતા. રાજયનો એકપણ જિલ્લો કે તાલુકો વરસાદથી વંચિત રહ્યો ન હતો. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના શહેરો અને દક્ષિણ ગુજરાતથી લઇ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં જારદાર વરસાદી માહોલ જામ્યો છે. જા કે, રાજયના કેટલાક જિલ્લાઓ અને પંથકો અવકાશી આફતના મારથી ભારે તારાજી અને સંપર્ક વિહોણા બન્યા છે.

મોરબીના ટંકારામાં અત્યારસુધીમાં ૧૨ ઇંચથી વધુ વરસાદે ટંકારાનું જનજીવન તહસનહસ કરી નાંખ્યું હતું, તો ૬૦ જેટલા નિર્દોષ પશુઓ પણ તેનો ભોગ બન્યા હતા. આ જ પ્રમાણે કોડિનાર પંથકમાં ૧૯ ઇંચ અને બનાસકાંઠા જિલ્લાના થરાદ, ધાનેરા, પાલનપુર, દાંતીવાડા સહિતના પંથકોમાં અતિ ભારે વરસાદે અત્ર તત્ર સર્વત્ર પાણી પાણી કરી નાંખ્યું હતું. કોડિનારમાં તો જળબંબાકારની Âસ્થતિ વચ્ચે અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. બનાસકાંઠામાં પાલનપુર અને દાંતીવાડામાં ભારે તારાજી સર્જાઇ હતી.

ગઢ પંથકના કુંભાસણ ગામમાં તો ૨૭ અબોલ પશુઓ પાણીમાં ડૂબી જવાથી મોતને ભેટતાં ગામમાં માતમનો માહોલ છવાયો હતો. સૌરાષ્ટ્ર પંથકમાં શ્રીકાર વરસાદને પગલે તમામ નદી-નાળા છલકાઇ ગયા છે. પાણીનો પ્રવાહ એટલી હદે વધી રહ્યો છે કે, રસનાળ તળાવ તો તૂટી ગયુ હતું, તો બંગાવડી ડેમની કેનાલને ક્ષતિગ્રસ્ત બની હતી. રસનાળ તળાવ તૂટતા વરસાદી પાણી ખેતરોમાં અને ગામમાં ફરી વળ્યા હતા. ટંકારના દેવળિયા તાલુકામાં બાર ઇંચ વરસાદ ખાબકયો હતો, તો આ જ પટ્ટીમાં આવતા ધ્રોલ-જાડિયા, લતીપુર ગામો તો બારેમેઘ ખાંગા થતાં બેટમાં ફેરવાયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લા અને સમગ્ર પંથકમાં વરસાદી કહેર વરસ્યો હતો, જેને લઇ ઠેર-ઠેર કેડસમા અને તેનાથી પણ વધુ પાણી ભરાઇ ગયા હતા. તો જિલ્લાના સલી અને ઝડિયાણા ગામો તો જાણે બેટમાં ફેરવાઇ ગયા હતા અને સંપર્કવિહોણાં થઇ ગયા હતા. જેને લઇ તંત્ર દોડતું થયું હતું. ગ્રામજનોના જીવ તાળવે ચોંટયા હતા.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope