નોટબંધીની જેમ જ જીએસટી પણ તૈયારી વિના અમલી : રાહુલ ગાંધી

કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. જીએસટીને લઇને સરકાર ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે, જીએસટી દેશની અસક્ષમ અને સંવેદનશીલ શૂન્ય સરકાર દ્વારા લાગૂ કરવામાં આવી રહી છે. રાહુલે કહ્યું છેકે, જીએસટીને કોંગ્રેસ શરૂઆતથી સમર્થન આપે છે. રાહુલે દાવો કર્યો હતો કે, નોટબંધીને જેમ જ જીએસટીને પણ કોઇપણ તૈયારી વગર લાગૂ કરવાનો નિર્ણય કરાયો છે.

અત્રે નોંધનીય છે કે, આજે અડધી રાતથી જીએસટી વ્યવસ્થા અમલી બનવા જઇ રહી છે. આજે રાત્રે સંસદના સેન્ટ્રલ હોલમાં થનાર જીએસટી કાર્યક્રમનો કોંગ્રેસ બહિષ્કાર કરનાર છે. કેન્દ્ર સરકારની જારદાર ઝાટકણી કાઢતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જીએસટી અપાર શક્યતાઓ ધરાવનાર કરવેરા સુધારા તરીકે છે પરંતુ આને કોઇપણ તૈયારી વગર અમલી કરવાનો નિર્ણય કરાયો છે જે યોગ્ય નથી.

રાહુલે કહ્યું હતું કે, સરકાર આને લોકોના લાભ માટે ઓછા અને પોતાના પ્રચાર માટે વધારે ઉપયોગ કરી રહી છે. ભારતની આવી જીએસટી વ્યવસ્થાને અમલી કરવા માટે વધારે સમયની જરૂર છે. ભારતમાં એવા જીએસટીને લાગૂ કરવાની જરૂર છે જે કરોડો નાગરિકો, નાના કારોબારીઓ અને અન્યોને મુશ્કેલીમાં ન મુકે. કોંગ્રેસે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનવાળા એક વિડિયોની નોંધ લીધી છે જેમાં અનેક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવીરહ્યો છે. જીએસટી પૂર્ણ તૈયારી વગર સફળ રહેશે નહીં.

કોંગ્રેસે ફરીવાર મોદી ઉપર પ્રહારો કર્યા છે. મોદી પર પ્રહાર કરતા કોંગ્રેસે કહ્યું છે કે, મોદી ખુબ ઝડપથી પોતાની વાતને ભુલી જાય છે. તૈયારી વગર હવે જીએસટી વ્યવસ્થા કેમ અમલી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રી જેટલીએ વિપક્ષને જીએસટીના લોન્ચિંગ કાર્યક્રમનો બહિષ્કાર ન કરવા માટે અપીલ કરી છે. બીજી બાજુ કેન્દ્રીયમંત્રી વેંકૈયા નાયડુએ પણ બહિષ્કાર ન કરવાની અપીલ કરી છે. કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ અને ડાબેરીઓએ આજે અડધી રાતથી અમલી થનાર જીએસટી કાર્યક્રમના બહિષ્કારની જાહેરાત કરી છે. બીજી બાજુ સમાજવાદી પાર્ટીએ વિપક્ષી એકતાને ફટકો આપીને આજે અડધી રાતથી અમલી બની રહેલા જીએસટી સાથે સંબંધિત કાર્યક્રમમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope