હવે થર્ડ એસીથી સસ્તી ઇકોનોમી એસી ક્લાસ ટ્રેન ટૂંકમાં શરૂ કરાશે

રેલવે યાત્રીઓને વધુને વધુ રાહત આપવામાં આવી રહી છે. આના ભાગરુપે હવે વધુ રાહત આપવાની તૈયારી રેલવે દ્વારા કરવામાં આવી છે. ભારતીય રેલવે હવે ટૂંક સમયમાં જ યાત્રીઓને સસ્તામાં એસી ક્લાસ કોચ ઉપલબ્ધ કરાવવા માટે તૈયાર છે. નવા એસી કોચના ભાડા હાલના થર્ડ એસી કોચના ભાડાથી ઓછા રહેશે. સૂચિત ફુલ એસી ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી અને થર્ડ એસી ઉપરાંત ઇકોનોમી ક્લાસના થર્ડટીયર કોચ રહેશે.

સૂચિત ભાડાને લઇને ગણતરી ચાલી રહી છે. સંપૂર્ણપણે એસી ટ્રેનોમાં નવા ફિચર ઓટોમેટિક દરવાજા રહેશે. ઇકોનોમી એસી ક્લાસમાં યાત્રીઓને ધાબડાની જરૂર રહેશે નહીં. કારણ કે, તાપમાન ૨૪-૨૫ ડિગ્રી સેલ્સીયસ રાખવામાં આવશે. રેલવેની યોજના પસંદગીના રુટ ઉપર વધુને વધુ લોકોને આરામદાયક સુવિધા આપવાનો છે. જેના લીધે રેલવે દ્વારા આ યોજના તૈયાર કરાઈ છે. હાલમાં મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં સ્લીપર ઉપરાંત ત્રણ કેટેગરીના એસી કોચ હોય છે.

રાજધાની, શતાબ્દી અને હાલમાં શરૂ કરવામાં આવેલી હમસફર અને તેજસ સંપૂર્ણપણે એસી ટ્રેનો છે. રેલવેએ જુની સુવિધાઓમાં સુધાર લાવવાના હેતુથી આ પગલા લીધા છે. જેના માટે રેલવેમાં એક વિશેષ ટીમ બનાવવામાં આવી રહી છે. થર્ડ એસીથી સસ્તા ઇકોનોમી એસી ક્લાસ કોચવાળી ટ્રેન લાવવાની તૈયારી કરવામાં આવી છે. સૂચિત સંપૂર્ણ એસી ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી અને થર્ડ એસી ઉપરાંત ઇકોનોમી ક્લાસમાં થર્ડટીયર કોચ રહેશે.

રેલવેના વરિષ્ઠ અધિકારીઓના કહેવા મુજબ નવા ઈકોનોમી એસી ક્લાસમાં બીજી એસી ક્લાસ ટ્રેનોની જેમ ઠંડક રહેશે નહીં. તમામ ૨૪થી ૨૫ રાખવામાં આવશે. યાત્રીઓની યાત્રા આરામદાયક બને તેનો મુખ્ય હેતુ છે. બહારની ગરમીથી તેમને બચાવી શકાશે. મોદી સરકાર દ્વારા હાલમાં શરૂ કરવામાં આવેલી હમસફર ટ્રેનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હમસફર ટ્રેનમાં અપગ્રેટેડ સુવિધાઓ સાથે તમામ કોચ થર્ડ એસીના છે.

સૂચિત નવી ટ્રેનમાં ઇકોનોમી એસી ક્લાસના કોચ વધારે રહેશે. જેનાથી વધારે યાત્રીઓને આ સુવિધાનો લાભ મળશે. નવા ઇકોનોમી ક્લાસ એસી કોચ બનાવવાથી પહેલા આના ઉપર હજુ કામ બાકી છે. ત્યારબાદ જ મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રેલવે યાત્રીઓની સુવિધા અને રેલવેની સુરક્ષા ઉપર વધુને વધુ ધ્યાન હાલમાં આપવામાં આવી રહ્યું છે. મોદી સરકારની હમસફર ટ્રેનને પસંદ કરવામાં આવ્યા બાદ આ નવી પહેલ કરવામાં આવી રહી છે.

આભાર – નિહારીકા રવિયા

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope