સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં વરસાદથી લોકોને થયેલ રાહત

દક્ષિણ પશ્ચિમ મોનસુન ગુજરાત રાજ્યના અન્ય કેટલાક ભાગોમાં આગેકૂચ કરી રહ્યું છે. દક્ષિણ પશ્ચિમ મોનસુનને લઇને ઉત્સુકતાપૂર્વક રાહ જોવાઈ રહી છે ત્યારે વરસાદી માહોલ આજે પણ અકબંધ રહ્યો હતો. સૌરાષ્ટ્ર અને આસપાસના ઉત્તરપૂર્વીય અરેબિયન દરિયામાં હવે સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ સર્જાયેલી છે. ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં લોકોને તાપથી રાહત મળવાની સંભાવના દેખાઈ રહી છે. આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૭.૪ અને લઘુત્તમ તાપમાન ૨૭ ડિગ્રી રહ્યું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં પણ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મોનસુની વરસાદની રાહ ગુજરાતના લોકો જોઇ રહ્યા છે પરંતુ સતત વિલંબ થતાં લોકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. હજુ સુધી અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે ઝાપટા હળવા પડ્યા છે પરંતુ જોરદાર વરસાદ પડ્યો નથી. આને લઇને પણ ચિંતા પ્રવર્તી રહી છે. અલબત્ત હવામાન વિભાગ તરફથી પણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી થયેલી છે. બીજી બાજુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક અન્ય ભાગોમાં મેઘ મહેર રહી હતી. સૌરાષ્ટ્રના અમરેલીમાં વરસાદનો દોર ગઇકાલે પણ જારી રહ્યો હતો. બીજી બાજુ વાપી, નવસારીમાં વરસાદ પડી ચુક્યો છે. સૌરાષ્ટ્રમાં જે વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તેમાં ગીર સોમનાથનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતના જુદા જુદા ભાગોમાં પણ
વરસાદ થયો છે.

આણંદ, સાવરકુંડલા, દ્વારકા, વાપી, નવસારીનો સમાવેશ થાય છે. અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ થઇ રહ્યું છે અને ઠંડા પવનો પણ સવારમાં ફૂંકાઈ રહ્યા છે પરંતુ વરસાદ પડી રહ્યો નથી. વરસાદ નહીં પડવાના કારણે જીવન જરૃરી ચીજવસ્તુઓના ભાવ રોકેટગતિએ વધઝી રહ્યા છે. ખાસ કરીને શાકભાજીના ભાવ વધુ ઝડપથી વધ્યા છે. વરસાદમાં વિલંબને લઇને કોઇ પણ પ્રકારની આગાહી કરાઈ નથી.હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, દરિયાકાંઠાના પ્રદેશમાં વધુ વરસાદ થઇ શકે છે. શનિવારના દિવસે ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં વરસાદ પડ્યો હતો. વેરાવળમાં સૌથી વધુ ૬૦ મીમી વરસાદ થયો હતો. સુત્રપાડામાં ૫૦ મીમી, દ્વારકામાં ૪૦ મીમી, તળાળામાં ૩૧ મીમી જેટલો વરસાદ થયો હતો.

માછીમારોને દરિયામાં નહીં જવાની ચેતવણી આપવામાં આવી છે. કારણ કે ઉંચા મોજા ઉછળી શકે છે. દ્વારકા, પોરબંદર, વેરાવળ, દીવ, મહુવામાં પણ વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં પડ્યો હોવાના અહેવાલ મળ્યા છે જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. મોટાભાગે સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારમાં વરસાદ થયો છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope