રઘુરામ રાજન પણ ભારતને પસંદ કરે છે અને દેશભક્ત : નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, આરબીઆઈના ગવર્નર રઘુરામ રાજન ઉપર હાલમાં કરવામાં આવી રહેલા પક્ષના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીના પ્રહારોને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નારાજગી વ્યક્ત કરી હતી અને તેમના પ્રહારો સામે વાંધો ઉઠાવ્યો હતો. મોદીએ કહ્યું હતું કે આ પ્રકારના પ્રહારો બિલકુલ યોગ્ય નથી. મોદીએ સુબ્રમણ્યમ સ્વામીના રાજન અને નાણાં મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપર પ્રહારોને ફગાવી દઈને કહ્યું હતું કે આ બાબત બિલકુલ યોગ્ય દેખાતી નથી. રાજન પણ સંપૂર્ણપણે દેશ માટે કામ કરી રહ્યા છે. રાજન પણ ઓછા દેશભક્ત નથી. મોદીએ એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે નાણામંત્રી અરૃણ જેટલીના સંદર્ભમાં સ્વામીના આક્ષેપો બિલકુલ યોગ્ય નથી. રાજન, અરવિંદ સુબ્રમણ્યમ, આર્થિક બાબતોના સેક્રેટરી શક્તિકાંતદાસ ઉપર સુબ્રમણ્યમ સ્વામી દ્વારા કરવામાં આવી રહેલા આક્ષેપોથી ભાજપને અલગ કરવાના પ્રયાસ વડાપ્રધાને કર્યા હતા.

મોદીએ વાતચીત દરમ્યાન કહ્યું હતું કે તેમની પાર્ટીને લઈને તેઓ કહેવા માંગે છે કે આ પ્રકારની બાબત બિલકુલ યોગ્ય નથી. સ્વામીએ જેટલીના નામનો ઉલ્લેખ કર્યા વગર હાલમાં ઉગ્ર ટીકા કરી હતી. સ્વામીના નામનો ઉલ્લેખ કર્યા વગર મોદીએ રઘુરામ રાજન સામે પ્રશ્નો કરનારની ઝાટકણી કાઢી હતી. મોદીએ અન્ય મુદ્દા ઉપર પણ વાત કરી હતી. સ્વામીની ટીપ્પણી પર મોદીએ કહ્યું હતું કે તેમની પાર્ટીમાં હોય કે ન હોય છતાં તેઓ માને છે કે આવા આક્ષેપ યોગ્ય નથી. લોકપ્રિયતા મેળવવાની જે બાબત રહેલી છે તેનાથી કોઈનું પણ ભલું થશે નહીં. વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે તેઓ સ્પષ્ટ સંદેશ આપવા માંગે છે કે જવાબદાર હોદ્દા પર બેસેલા લોકોને ખુબજ સાવધાનીપૂર્વક અને સમજદારીથી કામ કરવું જોઈએ. વડાપ્રધાને કોઈના પણ નામનો ઉલ્લેખ કર્યા વગર બેંકોના પૈસા લઈને બીજા દેશોમાં શરણ લેનાર લોકોેને પણ કઠોર ચેતવણી આપી હતી.

વિજય માલ્યાના સંદર્ભમાં મોદીએ ઈશારો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ આને પડકાર તરીકે જુવે છે. મોદીએ ચેતવણી આપતા કહ્યું હતું કે આવા લોકોને તેઓ કહી દેવા માંગે છે કે કાયદાથી ઉપર આ દેશમાં કોઈપણ વ્યક્તિ નથી. પાકિસ્તાનના સંદર્ભમાં પણ મોદીએ વાત કરી હતી. મોદીએ આરબીઆઈ ગવર્નરના સંદર્ભમાં કહ્યું હતું કે તેઓ આને લઈને કોઈ દુવિધામાં નથી. રાજનની પ્રશંસા કરતા મોદીએ કહ્યું હતું કે તેઓ પણ ઓછા દેશભક્ત નથી. તેઓ ભારતની સેવા કરતા રહેશે. કોઈ હોદ્દા ઉપર હોય કે ન હોય તેમની સેવા યથાવત રહેશે. તેમની સાથે તેમનો અનુભવ ખુબ સારો રહ્યો છે. રાજને ખૂબ સારી કામગીરી અદા કરી છે. તેઓ ભારતને પસંદ કરે છે. તેઓ જ્યાં પણ કામ કરશે ભારત માટે કામ કરશે.

રાજને તેમની અવધિ પુરી કરવાની મંજુરી આપવામાં આવશે કે કેમ તેની દહેશતને ફગાવતા મોદીએ કહ્યું હતું કે રાજન તેમની અવધિ પુરી કરશે. અગાઉની યુપીએ સરકાર દ્વારા રાજનની નિમણૂંક કરવામાં આવી હતી. મોદીએ આ ઈન્ટરવ્યુમાં પાકિસ્તાન સાથેનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. પાકિસ્તાન સાથે લક્ષ્મણરેખાના પ્રશ્નમાં કહ્યું હતું કે પાકિસ્તાન સાથે આ અંગેનો નિર્ણય કોની સાથે થશે તે પ્રશ્ન રહેલો છે. કારણ કે પાકિસ્તાનમાં બીજા તત્વો પણ સક્રિય છે. પાકિસ્તાનને લઈને ભારત હંમેશા સાવધાન છે. તેને લઈને કોઈ હળવુ વલણ અપનાવાશે નહીં. તેમની લાહોર યાત્રા, પાકિસ્તાનના વડાપ્રધાનને ભારત બોલાવવા જેવી બાબતમાં વિશ્વમાં પ્રશંસા થઈ છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope