પુત્ર અખિલેશ સરકારની કામગીરીથી પિતા નાખુશ

કેટલાક પ્રધાનોને બદલાવાની મુલાયમની સલાહ

સરકાર ખૂબ સારી કામગીરી અદા કરી હોવાનો અખિલેશ યાદવનો દાવો : ઘણા પ્રધાનો હજુય ભ્રષ્ટાચારમાં સામેલ

­(સંપૂર્ણ સમાચાર સેવા) લખનૌ, તા.૧૦

ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમસિંહ યાદવ પોતાના પુત્ર એટલે કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવના મંત્રીમંડળના કામકાજથી ખુશ નથી. મુલાયમસિહે પ્રથમ વખત જાહેરમાં તેમની નારાજગી વ્યક્ત કરી છે. જેથી ઉત્તરપ્રદેશના પ્રધાનમંડળના ઘણા સભ્યોમાં પણ તર્કવિતર્કોનો દોર શરૃ થયો છે. બીજીબાજુ અખિલેશનું કહેવું છે કે તેમની સરકારની કામગીરી સંતોષજનક છે. કેબિનેટમાં પરિવારના ઘણા સભ્યો પહેલાથી જ છે. 

મુલાયમે આ જ કારણથી મંત્રીઓ બદલવાની જરૃરત બતાવી છે. આ જ મુખ્યમંત્રી અખિલેશ યાદવએ દર્શાવ્યું છે કે, ઉત્તર પ્રદેશની સરકાર સારું કામ કરી રહી છે. સુત્રોના જણાવ્યા મુજબ મુલાયમએ પાર્ટીના કાર્યકર્તાઓ સાથેની બેઠકમાં માન્યું કે, તેમના મંત્રી ભ્રષ્ટાચારમાં લિપ્ત છે. જેમની જાણકારી તેમને પાર્ટીના કાર્યકર્તાઓ પાસેથી જ મળી રહી છે. બેઠકમાં મુખ્યમંત્રી અખિલેશ યાદવ, શિવપાલ યાદવ, રામગોપાલ યાદવ પણ હાજર હતા. 

આ સમય પર રામગોપાલ યાદવએ કહ્યું કે, મુખ્યમંત્રીએ યુવાન લોકોને મહત્વ આપી રાખ્યું છે કે, જેણે પાર્ટી માટે કંઈક વધારે કામ નથી કર્યું અને પાર્ટીના કાર્યકર્તાઓની નજરઅંદાજી થઈ રહી છે. થોડા લોકો એ વાતનો દાવો કરી રહ્યા છે કે ટીમ અખિલેશના છે. અને આ વાતને લઈ તેમણે વિઝિટીંગ કાર્ડ પણ છપાવી રાખ્યા છે. આ ઠીક નથી. આ જ અખિલેશ આ વાતને દર્શાવી છે કે યુપી સરકાર સારું કામ કરી રહી છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope