તેન્ડુલકરના પુત્ર અર્જુનની મુંબઈ યુ-૧૪માં પસંદગી

વેસ્ટ ઝોન સામે મેચ માટે પસંદગી

(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ,તા. ૧૦

માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરના પુત્ર અર્જુન તેન્ડુલકરની મુંબઈ યુ-૧૪ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આની સાથે જ સચિન તેન્ડુલકરના પુત્રની ક્રિકેટમાં એન્ટ્રી વિધિવતરીતે થઈ ગઈ છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશનની યુ-૧૪ ટ્રાયલમાં અર્જુને શાનદાર સદી ફટકારી હતી. અર્જુનની વેસ્ટ ઝોન સામે રમાનારી મેચમાં મુંબઈ યુ-૧૪ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. ખૂબ ઓછા લોકોને આ અંગેની માહિતી છે કે આ ડાબોડી બેસ્ટમેન અર્જુન લેફ્ટઆર્મ ઝડપી બોલર પણ છે. એક ઓલરાઉન્ડર તરીકે તેની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. અર્જુને પૂણેમાં કેડેલ્સ ટ્રોફીમાં રાષ્ટ્રીય સ્તરે પ્રથમ મેચ રમી હતી. ત્યારબાદથી તે સતત રમી રહ્યો છે. સચિને તેન્ડુલકરની જેમ જ તે પણ બેટિંગ અને બોલિંગ બંનેમાં ઉપયોગી ભૂમિકા અદા કરી શકે છે તે જોતા આગામી દિવસોમાં અર્જુનની વધુ સિદ્ધિઓ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. તેના શાનદાર દેખાવના આધાર પર ટીમમાં તેની પસંદગી કરવામાં આવી છે. વેસ્ટ ઝોન સામે રમાનારી મેચમાં અન્ય ખેલાડીઓ પણ તેની સાથે સ્પર્ધામાં ઉતરનાર છે. સચિને વનડે આંતરરાષ્ટ્રીય મેચમાંથી હાલમાં જ નિવૃત્તિ સ્વીકારી લીધી છે પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં રમવાની તૈયારી બતાવી છે. હવે સચિનના પુત્ર અર્જુને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિયતા મેળવવાની દિશામાં આગેકૂચ કરી દીધી છે.

ડાબોડી બેટ્સમેન અર્જુનની ઓલરાઉન્ડર તરીકે ટીમમાં પસંદગી : રાષ્ટ્રીય સ્તર પર છવાઈ જવા માટેની તૈયારી

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope