લોકોને પીવાનું પાણી પુરું પાડવામાં સરકાર ફ્લોપ

પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા પરમારનો આક્ષેપ 

વાઈબ્રેન્ટના તમાસામાં વ્યસ્ત મુખ્યમંત્રી પ્રજાકીય ફરજો ચુકી રહ્યા છે : તમાસા બંધ કરી જરૃરી કામ કરવા સલાહ

 

­(સંપૂર્ણ સમાચાર સેવા) ગાંધીનગર, તા.૧૦

ગુજરાત સરકાર દ્વારા અત્યારે ગાંધીનગર ખાતે વાઈબ્રેન્ટ ઈન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન કરી દુનિયાભરનું ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. ત્યારે બીજી બાજુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાત સરકાર પ્રજાકીય ફરજો વિસરી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સાથે-સાથે કોંગ્રેસ મુખ્યમંત્રીને ખોટા તમાસા બંદ કરી પ્રજાના પીવાના પાણીની ચિંતા કરવા માટે જણાવવામાં આવ્યું હતું. 

પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું છે કે,ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ચુંટણી પહેલા પીવાના પાણીનો પ્રશ્ન મારી સરકારની પ્રાથમિક્તા રહેશે, એવું વચન આપતા હતા. પણ ચુંટણી પૂરી થતાની સાથે જ તેમણે પ્રજાકીય પ્રશ્નોને એક કોરાણે મુકીને વાયબ્રન્ટ ગુજરાત ૨૦૧૩ની સમિટમાં તેડાવેલા ઉદ્યોગપતિઓની આરતી ઉતારવાની શરૃ કરી દઈને પ્રજાને છેહ દીધો છે. પરમારે વધુમાં જણાવ્યું છે કે, પીવાના પાણીના પ્રશ્ને સતત ચાર દિવસ સુધી લોક આંદોલન થાય, પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓને આ પ્રશ્નો આત્મવિલોપનની ધમકી આપવી પડે, એ ગુજરાતની પ્રજાની કમનસીબી છે. 

ફક્ત યાત્રાધામ વીરપુરની કે રાજકોટ અથવા જૂનાગઢની જ આ સમસ્યા નથી, છેલ્લા દસ વરસથી ગુજરાતના અનેક ગામડા તરસ્યા રહ્યા છે. જો મુખ્યમંત્રીએ વાયબ્રન્ટના આ તમાસા બંધ કરીને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાની  અધુરી રહેલી કેનાલો પૂર્ણ કરવા પાછળ ધ્યાન આપ્યું હોત, અથવા તો નર્મદાનું પાણી કેનાલો દ્વારા સૌરાષ્ટ્રની નાની મોટી આશરે ૧૨૭ નદીઓ આવેલી છે તેમાં પાણી નાખું હોત તો પણ ગુજરાતની પ્રજાની તરસ છીપાવી શક્યા હોત. એક તરફ વાયબ્રન્ટના ઓઠા હેઠળ ઉદ્યોગપતિઓને મિનરલ વોટરની બોટલો પેશ કરાય છે, ત્યારે ગુજરાતની પ્રજા પીવાના પાણી માટે તરસી રહી છે. વધુમાં કોંગ્રેસ પ્રવક્તા દ્વારા આરોપ મુકવામાં આવ્યો હતો.

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ગંભીર બની રહી છે. નરેન્દ્ર મોદીની તાજપોશી થઈ એ પછી ગુજરાતમાં બળાત્કારના દસ બનાવો બન્યાં, જેમાં અઢી વરસની એક દીકરીનું મૃત્યુ થયું. ધોળકામાં એક દીકરી ઉપર બળાત્કાર થયા પછી તેને ઝેર ખાવું પડ્યું. જયરાજસિંહે વધુમાં જણાવ્યું છે કે, આ સમીટમાં ભાગ લેવા આવેલા બધાજ વિદેશી પર્યટકો રોકાણકારો નથી પરંતુ નળસરોવરના પંખીની જેમ સમય પૂરો થતા વાયબ્રન્ટમાં ભાગ લેવા આવેલા પર્યટકો મફતની સરકારી સહેલગાહ માણી ઉડી જશે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope