બિ્રટનમાં હાલ કરવામાં આવેલાં સર્વેનું તારણ

નવો ક્રેઝ : આધુનિક મહિલાને હાઉસવાઇફ શબ્દથી જ ચીડ

(સંપૂર્ણ સમાચાર સેવા)

લંડન, તા.૧૩

આધુનિક સમયમાં દરેક વ્યક્તિની વિચારધારા બદલાઇ રહી છે. આજના યુગની આધુનિક મહિલાઓને હાઉસ વાઇવ્સ શબ્દથી ભારે અણગમો છે એક સર્વેમાં આધુનિક મહિલાઓ હાઉસ વાઇવ્સને બદલે પોતાને સ્ટે એટ હોમ મમ્સ (ઘરે રહેતી મમ્મી) તરીકે લોકો બોલાવે તેમ ઇચ્છતી હોવાનું તારણ બહાર આવ્યું છે. સર્વેમાં સમાવિષ્ટ ત્રીજા ભાગની મહિલાઓએે હાઉસ વાઇવ્સ શબ્દને પોતાના અપમાન સમાન ગણાવ્યો હતો. જયારે અન્ય ત્રીજા ભાગની મહિલાઓએ આ શબ્દ નકારાત્મક પાસુ રજુ કરતો હોવાનો મત વ્યક્ત કર્યો હતો. સર્વેમાં અંદાજા  બે હજાર માતાઓને આવરી લેવાઇ હતી. ઘરમા પોતાની ભુમિકા અંગે હાલના બદલાયેલા જમાનામાં મહિલાઓનો અનુભવ જાણવા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ઘણી બધી માતાઓએ પોતાને સ્ટે એટ હોમ મમ્સ તરીકે સંબોધવાનું સુચન કર્યુ હતું.

પોતાનો મત રજુ કરતા માતાઓએ કહ્યું હતું કે બાળકોની ઘરે દેખભાળ અને કાળજી રાખવી તે તેમની પ્રાથમિક ભુમિકા છે. આ ઉપરાંત તેઓ પતિની જવાબદારીમાં પણ સરખેસરખી ઉપાડી લેશે. માતાની કાળજી પર કામ કરતી સામાજિક સંગઠન લીઝડેએ આ સર્વે હાથ ધર્યો હતો. અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે સમય હવે બદલાઇ ગયો છે. માતાઓ પોતાને વધુ આધુનિક માતા સમજે છે.

હવે બદલાતા યુગમાં માતાઓની ભુમિકા પણ સતત બદલાઇ રહી છે. જેથી તેઓ પણ જુના પુરાણા સંબોધનને બદલે પોતાની નવી ભુમિકા અનુસાર લોકો સંબંધોન કરે તેમ ઇચ્છે છે. હાલ મોટા ભાગની માતા કામ કરવાને બદલે ઘરે રેહવાને પણ વધુ પ્રાથમિકતા આપી રહી છે.

પોતાને સ્ટેએટહોમ મમ્સ તરીકે બોલાવાય તેમ ઈચ્છુક

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope