બેરોજગારીનો દર વધીને ૮.૧ ટકા થયો

બિ્રટનમાં બેરોજગારોની સંખ્યા ૧૭ વર્ષની ઊંચી સપાટી ઉપર

જૂનથી ઓગસ્ટના ગાળામાં બેરોજગાર સંખ્યા ૧.૪ લાખ સુધી વધી : યુવાઓમાં બેરોજગારી દર ૨૧.૩ ટકા થયો

(સંપૂર્ણ સમાચાર સેવા)

લંડન,તા.૧૩

બિ્રટનમાં બેરોજગારોની સંખ્યા છેલ્લા ૧૭ વર્ષમાં રેકોર્ડ ઊંચી સપાટી ઉપર પહોંચી ગઈ છે. હવે બેરોજગારીની સંખ્યા વધીને ૨૫.૭ લાખ થઈ ગઈ છે. ઓફિસ ઓફ નેશનલ સ્ટેટિસ્ટિક્સના જણાવ્યા મુજબ બેરોજગારીનો દર વધીને ૮.૧ ટકા થઈ ગયો છે. આ વર્ષે જૂનથી ઓગસ્ટ વચ્ચેના ગાળામાં બેરોજગારીની સંખ્યા ૧૧૪૦૦૦ સુધી વધી છે. યુવા વર્ગમાં હાલત હજુ પણ ખરાબ થયેલી છે. આ ત્રિમાસિક ગાળામાં ૧૬થી ૨૪ વર્ષના યુવાનોની સંખ્યા ૯.૯૧ લાખ હતી અને બેરોજગારીનો દર ૨૧.૩ ટકા હતો. રોજગાર પ્રધાન ક્રિસ ગેયલિગે કહ્યું છે કે બિ્રટનમાં આંતરરાષ્ટ્રીય નાણાંકીય સંકટ જોવા મળી રહ્યું છે.

વિપક્ષના નેતા એડ મીલીબેન્ડે હાઉસ ઓફ કોમન્સમાં જણાવ્યું છે કે એક વર્ષ અગાઉ વડાપ્રધાને પોતાની ર્આિથક નીતિ અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે બેરોજગારીનો દર ઘટી જશે. વારંવાર આ પ્રકારની વાત કરવામાં આવી રહી છે પરંતુ તેમની યોજના કામ લાગી રહી નથી. બીજી બાજુ વડાપ્રધાન ડેવીડ કેમરુને પણ આ તમામ ટીકા ટિપ્પણીઓને ફગાવી દીધી છે અને કહ્યું છે કે નાણાકીય ખાધને ૧૦ ટકા સુધી ઘટાડવાના મામલામાં તેઓ કટીબદ્ધ છે. બેંક ઓફ ઇંગ્લેન્ડે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે તે ર્આિથક વ્યવસ્થામાં ૭૫ અબજ પાઉન્ડ ઠાલવશે. તાજેતરમાં જ ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીએ બિ્રટનની બે સરકારી બેંકો સહિત ૧૨ નાણાંકીય સંસ્થાઓની ક્રેડિટ રેટીંગ ઘટાડી લીધી હતી.

બિ્રટનમાં તીવ્ર મંદી….

(સંપૂર્ણ સમાચાર સેવા)                                      લંડન, તા. ૧૩

* બેરોજગારોની સંખ્યા છેલ્લા ૧૭ વર્ષમાં રેકોર્ડ ઊંચી સપાટીએ

* બેરોજગારોની સંખ્યા ૨૫.૭ લાખ

* બેરોજગારીનો દર વધીને ૮.૧ ટકા

* જૂનથી ઓગસ્ટ વચ્ચેના ગાળામાં બેરોજગારોની કુલ સંખ્યા ૧૧૪૦૦૦ વધી

* ૧૬થી ૨૪ વર્ષના યુવાનોમાં બેરોજગારોનો દર ૨૧.૩ ટકા

* આંતરરાષ્ટ્રીય નાણાંકીય સંકટની બિ્રટન પર માઠી અસર

* નાણાકીય ખાદને ૧૦ ટકા ઘટાડી દેવા વડાપ્રધાન કેમરૂન ઇચ્છુક

* લોકોને રોજગારી ઉપલબ્ધ કરવાના તમામ પ્રયાસ

* બિ્રટનમાં બે સહકારી બેંક સહિત ૧૨ નાણાંકીય સંસ્થાઓના ક્રેડિટ રેટિંગમાં ઘટાડો

* બેંક ઓફ ઇંગ્લેન્ડ અર્થવ્યવસ્થામાં ૭૫ અબજ ડાૅલર ઠાલવશે

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope