બે સપ્તાહમાં ૧૦૨૭૦ મલેરિયાના કેસ

ગુજરાતમાં મલેરિયાના કેસમાં ૧૬ ટકાનો ઉલ્લેખનીય વધારો

માત્ર બે સપ્તાહમાં પાલસીપેરમના કેસોની સંખ્યા ૩૫૪૪ નોંધાઈ, અમદાવાદ ડેન્ગ્યુ સેન્ટર રૂપે ઊભરી આવ્યું છે

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ,તા.૧૩

ગુજરાતમાં ડેન્ગ્યુુના કેસમાં રેકોર્ડ વધારો થયો છે. ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં સપાટી ઉપર આવ્યા છે. અમદાવાદ ગુજરાતના ડેન્ગ્યુ સેન્ટર તરીકે ઊભરી આવ્યું હોવા છતાં તંત્રનું ઉદાસીનતા વલણ જોવા મળી રહ્યું છે. આ વર્ષે જાન્યુઆરી બાદથી રાજયમાં ડેન્ગ્યુના કેસોની સંખ્યા અમદાવાદમાં સૌથી વધારે નોંધાઈ છે. બીજી ઓક્ટોબરથી અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુના કેસો અન્ય જગ્યાએ નોંધાયેલા કેસોની સરખામણીમાં ૩૪ ઘણા વધારે છે. વડોદરામાં જે કેસ નોંધાયા છે તેની સરખામણીમાં કેસની સંખ્યા ૩૪ ઘણી વધારે છે. જયારે રાજકોટમાં નોંધાયેલા કેસોની સરખામણીમાં ૨૦ ઘણી વધારે છે. જામનગર નોંધાયેલા કેસોની સરખામણીમાં અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુના કેસ વધારે છે. આનો મતલબ એ થયો કે અમદાવાદમાં ડેન્ગ્યુના કેસ રેકોર્ડ ગતિએ વધ્યા છે. તંત્રના ઉદાસીન વલણના કારણે જ આટલી મોટી સંખ્યામાં કેસ નોંધાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. એકંદરે અમદાવાદમાં ૩૭૫ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. જાન્યુઆરી બાદથી અમદાવાદ શહેરમાં નોંધાયેલા કેસોને ધ્યાનમાં લેવામાં આવે તો આ આંકડો સૌથી મોટો છે. અટકાયતી પગલાં લેવામાં નિષ્ફળતા તથા વર્કરોની હડતાળના કારણે સ્થિતિ વધુ વણસી ગઈ છે. મચ્છરો સાથે સંબંધિત માંદગીને રોકવા પગલાં ચોક્કસપણે લેવાયા છે પરંતુ આ પગલાં પૂરતા સાબિત થયા નથી.

૧૯મી સપ્ટેમ્બરથી ૨જી ઓક્ટોબર વચ્ચેના ગાળામાં રાજયમાં ૧૬૬ ડેન્ગ્યુના કેસો નોંધાયા છે જે પૈકી ૧૧૩ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજયના આરોગ્ય વિભાગ મ્યુનિસિપલ કોર્પોરેશનને ચેતવણી આપી છે. રાજકોટ, વડોદરા અને અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશને ચેતવણી આપીને તમામ સંબંધિત પગલાં લેવા સૂચના આપી છે. જનજાગૃતિ ઝુંબેશ ચલાવવા, નિર્માણ સ્થળ ઉપર સિલિન પ્રવૃત્તિ હાથ ધરવા, ઝુંપડપટ્ટી વિસ્તારમાં સેનેટરીના મુદ્દાઓ, ચાલીઓમાં સેનેટરીના મુદ્દાઓ અને નિવાસી વિસ્તારોમાં પણ અટકાયતી પગલાં લેવાની જરૂરિયાતો ઉપર ભાર મૂકવામાં આવ્યા છે. છેલ્લા બે સપ્તાહમાં રાજયમાં મલેરિયાના કેસોમાં ૧૬ ટકાનો વધારો થયો છે. છેલ્લા બે સપ્તાહમાં જ રાજયમાં ૧૦,૨૭૦ જેટલા મલેરિયાના કેસો નોંધાયા છે. છેલ્લા બે સપ્તાહમાં પાલસીપેરમના કેસોની સંખ્યા ૩૪૪૪ જેટલી નોંધાઈ છે.

રોગચાળો બેકાબૂ……

(સંપૂર્ણ સમાચાર સેવા)                                      અમદાવાદ, તા. ૧૩

* છેલ્લા બે સપ્તાહમાં રાજયમાં મલેરિયાના ૧૦૨૭૦ કેસો

* છેલ્લા બે સપ્તાહમાં પાલસીપેરમના ૩૫૪૪ કેસો

* ગુજરાતમાં મલેરિયાના કેસોમાં ૧૬ ટકાનો વધારો

* ૧૯મી સપ્ટેમ્બરથી ૨જી ઓક્ટોબર વચ્ચેના ગાળામાં રાજયમાં ડેન્ગ્યુના ૧૬૬ કેસો નોંધાયા

* અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુના ૧૧૩ કેસ આ ગાળામાં નોંધાયા

* જાન્યુઆરી બાદથી ડેન્ગ્યુના કેસમાં ઉલ્લેખનીય વધારો થયો છે

* બીજી ઓક્ટોબર સુધી શહેરમાં વડોદરાની સરખામણીમાં ડેન્ગ્યુના કેસમાં ૩૪ ટકાનો વધારો

* રાજકોટની સરખામણીમાં ૨૦ ઘણો વધારો થયો

* જામનગરની સરખામણીમાં અમદાવાદમાં ડેન્ગ્યુના કેસમાં ૧૧૨ ગણો વધારો નોંધાયો

* જનજાગૃતિ ઝુંબેશ ચલાવવાની જરૂરિયાત ઉપર ભાર

* ઝુંપડપટ્ટી અને ચાલીઓમાં સેનેટરી મુદ્દાઓને યોગ્ય રીતે હાથ ધરવા રજૂઆત

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope