(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઇ,તા. ૧૩
ભારત વિશ્વકપ જીતશે તો પોતે ન્યૂડ થશે તેવો દાવો કરીને વિશ્વભરમાં લોકપ્રિયતા મેળવનાર સેક્સી મોડલ પૂનમ પાંડેએ વચન પાળ્યું નથી પરંતુ પૂનમે બાથરૂમનો વિડીયો બનાવીને કેટલીક હદે ચાહકોની ઈચ્છા પૂરી કરી છે. આ વિડીયોમાં બાથરૂમમાં પૂનમ પાંડે સ્નાન કરતી નજરે પડે છે. પૂનમે પોતાની વેબસાઈટ પર આ બોલ્ડ વિડીયોના ટ્રેલરને લોડ કરી ચર્ચા જગાવી છે. પૂનમે પોતાની વેબસાઈટમાં આ હોટ વિડીયો મૂકતાં ચાહકોમાં ઉત્સુકતા જાગી છે. પૂનમ આ વિડીયોમાં બાથટબમાં ખૂબજ સેક્સી અંદાજમાં સ્નાન કરની નજરે પડે છે. પૂનમે ટિ્વટર પર જણાવ્યું છે કે, આ ટ્રેલર ચાહકોને પસંદ પડશે. પૂનમે એમપણ કહ્યું છે કે, ટૂંક સમયમાં બીજો વિડીયો ઈન્ટરનેટ પર મૂકશે.