અગાઉની ફિલ્મ ફલોપ થયા બાદ આશા છોડી નથી

સેક્સી ઇશા કોપીકર શબરીની સિક્વલ બનાવવા ઇચ્છુક છે

(સંપૂર્ણ સમાચાર સેવા)

મુંબઇ,તા. ૧૩

સેક્સી અભિનેત્રી ઇશા કોપીકર શબરી ફિલ્મની સિક્વલ બનાવવાની ઇચ્છા ધરાવે છે. ઇશા કોપીકર  માને છે કે તેના જીવનની મહાન ફિલ્મ શબરીની સાથે યોગ્ય વર્તન થયું નથી. તે આ ફિલ્મની સિક્વલ બનાવીને ફિલ્મ સાથે સંપૂર્ણ ન્યાય કરવા ઇચ્છે છે. શબરીના નિર્માતાઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી લડાઇ ચાલી રહી હતી જેથી તેની રજૂઆત આડે પણ અડચણો ઉભી થઇ હતી. શબરી થોડાક દિવસ પહેલા જારી કરવામાં આવી હતી. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ ફલોપ સાબિત થઇ હતી. આ ફિલ્મ મહારાષ્ટ્ર અને મુંબઇના કેટલાક ક્ષેત્રોમાં જ રજૂ કરવામાં આવી હતી. ફિલ્મના પ્રચારની કામગારી પણ યોગ્ય રીતે આગળ વધી ન હતી. જેથી આ ફિલ્મ કોઇ સારી છાપ ઉભી કરી શકી ન હતી. ફિલ્મ ફલોપ રહી હતી. ફિલ્મમાં ચોક્કસપણે ઇશા કોપીકરે ભવ્ય અને શાનદાર ભૂમિકા અદા કરી હતી. પરંતુ આ ફિલ્મનો લાભ ઇશાને મળ્યો ન હતો. હવે ઇશા ભવિષ્ય અંગે વિચારી રહી છે. તે શબરીની સિક્વલ ફિલ્મ બને તેમ ઇચ્છે છે. આ ફિલ્મના શુટિંગ અને કલાકારો અંગે હજુ વધારે વાત કરવામાં આવી નથી. તાજેતરના સમયમાં સિક્વલ ફિલ્મોનો સિલસિલો ચાલી રહ્યો છે. આ ફિલ્મમાં તે ભૂંમિકા પણ કરશે. તાજેતરના સમયમાં અભિનેત્રીઓ નિર્માતાઓ બનીને તેમની કેરિયરને આઘળ વધારી રહી છે. મનિષા કોઇરાલા અને અમિશા પટેલ આ દિશામાં આગળ વધી ચુકી છે. હવે કોઇના મિત્રા અને ઇશાનો નંબર છે. 

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope