સેક્સી અભિનેત્રી ઇવા ગ્રીન એક્ટીંગ ક્લાસમાં જાય છે

(સંપૂર્ણ સમાચાર સેવા)                                        લોસએન્જલસ,તા. ૨૭

ફ્રાન્સની લોકપ્રિય અભિનેત્રી ઇવા ગ્રીન હજુ પણ તેના બાળપણના ડ્રામા ટીચર પાસેથી અક્ટીંગ ક્લાસમાં વિશેષ પ્રકારની ટિપ્સ લઈ રહી છે. આ ઉપરાંત ટિપ્સ આપવા માટે ફિલ્મી સેટ ઉપર પણ ડ્રામા ટીચરને તે સતત આમંત્રણ આપતી રહે છે.

ઇવા ગ્રીનને ફ્રાન્સની એક લોકપ્રિય અભિનેત્રી તરીકે ગણવામાં આવે છે. ઇવા ગ્રીન હજુ પણ એક્ટીંગ ક્લાસમાં જાય છે તેવા સમાચારથી તેના ચાહકોને પણ આશ્ચર્ય થયુ છે. ઇવા ગ્રીને પોતે એક ઇન્ટરવ્યૂમાં આ મુજબની વાત કરી હતી. ઇવા ગ્રીનને ટાંકીને વેબસાઈટ અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે તેની ડ્રામા ટીચર પાસેથી ઘણુ શિખવા મળ્યુ છે.

૩૦ વર્ષીય સ્ટાર અભિનેત્રીની યાદગાર ફિલ્મોમાં કિંગડમ ઓફ હેવનને ગણવામાં આવે છે. આ ઉપરાંત કસિનો રોયલમાં પણ ડેનિયલ ક્રેગ સાથે તે ચમકી હતી. બોન્ડ ફિલ્મમાં તેની ભૂમિકાને ચાહકો હજુ ભૂલ્યા નથી. ઇવા ગ્રીન હાલમાં ટીમ બર્ટોનની આગામી ફિલ્મ ડાર્ક શેડોમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં ઇવા ગ્રીન જોની ડેપની પત્નીની ભૂમિકામાં નજરે પડશે. આગામી નવા સાહસને લઈને તે ખુબજ નર્વસ હોવાની વાત પણ તે કરી ચુકી છે. આ ફિલ્મમાં જોની ડેપ જેવા ટોપક્લાસ અભિનેતા સાથે કામ કરી રહી છે તેથી તેને થોડીક ચિંતા હતી. પરંતુ તે પોતાની ભૂમિકા શ્રેષ્ઠ રીતે અદા કરી રહી છે. ડેનિયલ ક્રેગે બોન્ડ ફિલ્મમાં કામ કરતી વેળા ઇવા ગ્રીનની ભારે પ્રશંસા કરી હતી.

પોતાની જુની ડ્રામા ટીચર પાસેથી જરૂરી ટિપ્સ મેળવે છે : ડાર્ક શેડોમાં જોની ડેપની પત્નિની ભૂમિકા

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope