ન્યૂયોર્ક શહેરમાં ગુપ્તરીતે લગ્ન

જેમ્સ બોન્ડ સ્ટાર ડેનિયલ ક્રેગે વેઝની સાથે લગ્ન કર્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)

લોસ એન્જલસ,તા. ૨૭

જેમ્સ બોન્ડ સ્ટાર અભિનેતા ડેનિયલ ક્રેગે આખરે ન્યૂયોર્કમાં એક ગુપ્ત કાર્યક્રમમાં બિ્રટિશ અભિનેત્રી અને મોડલ રાચેલ વેઝ સાથે લગ્ન કરી લીધા છે. આગામી ફિલ્મ ડ્રીમ હાઉસના સેટ ઉપર આ બંને મળ્યા બાદથી એક બીજાના પ્રેમમાં હતા. ન્યૂયોર્કમાં એક ગુપ્ત કાર્યક્રમમાં ૨૨મી જુનના દિવસે બંનેએ લગ્ન કરી લીધા હતા. આ લગ્ન વિધિમાં ડેનિયલ ક્રેગની ટીનેજ પુત્રી ઇલ્લા અને રાચેલ વેઝનો પાંચ વર્ષીય પુત્ર હેનરી તથા બંને પરિવારના કેટલાક નજીકના સભ્યો તથા લોકો ઉપસ્થિત રહ્યા હતા. બિ્રટનની લોકપ્રિય ટીવી ચેનલ સ્કાય ન્યૂઝે કહ્યુ છે કે આ સમાચારને ડેનિયલ ક્રેગના પ્રકાશક રોબિન બોન દ્વારા પણ સમર્થન આપી દેવામાં આવ્યુ છે. જોકે આ અંગે વધારે માહિતી આપવામાં આવી નથી. રાચેલ વેઝના સંબંધો તેના લાંબા ગાળાના પાર્ટનર અને તેના પુત્રના પિતા ડેરેન એરોનોફસ્કાય સાથે તૂટી ગયા હતા. તેમની વચ્ચે ૧૦ વર્ષ સુધી સંબધો રહ્યા હતા. બીજીબાજુ ડેનિયલ ક્રેગના સંબંધો તેની પ્રેમિકા સતસુકી મિશેલ સાથે થોડાક સમય પહેલા જ તૂટી ગયા હતા. હાલમાં આ બંને એકલા હતા. ડિ્રમ હાઉસ ફિલ્મના શુટિંગ દરમિયાન બંનેની ઓળખ થઈ હતી. ત્યારબાદથી બંનેના સંબધો દિનપ્રતિદિન મજબુત બન્યા હતા.

લગ્ન કાર્યક્રમમાં બંને પરિવારોના નજીકના સભ્યો અને બંને કલાકારોના બાળકો ઉપસ્થિત : અટકળોનો અંત

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope