શારાપોવા અને અઝારેનેકા ક્વાર્ટર ફાઈનલમાં

વિમ્બલ્ડનમાં મોટો અપસેટ સર્જાયો : સેરેના આઉટ થઈ

(સંપૂર્ણ સમાચાર સેવા)

વિમ્બલડન, તા.૨૭

વર્તમાન ચેમ્પિયન સેરેના વિલિયમ્સ વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાંથી બહાર થઈ ગઈ છે. સરેના ફ્રાન્સની મહિલા ખેલાડી મેરિયોન બારતોલી સામે ૬-૩, ૭-૬થી હાર થતાં વિમ્બલ્ડનમાં મોટો અપસેટ સર્જાયો છે. આરોગ્યની ગંભીર સમસ્યાથી ગ્રસ્ત અમેરિકન ખેલાડીએ શ્રેષ્ઠ રમત રમી હતી. શારાપોવા એ ચીનની પેંગ સુઇને ૬-૪, ૬-૨થી સીધા સેટમાં હાર આપીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. શારાપોવા એ પ્રથમ સેટમાં જ ર્સિવસ તોડીને સેટ ૬-૪થી જીતી લીધો હતો. ૨૦૦૪માં શારાપોવા વિમ્બલડનની ચેમ્પિયન બની ચૂકી છે. આ ઉપરાંત યુ.એસ. અને ઓસ્ટ્રેલિયા ઓપન પણ જીતી ચૂકેલી છે. ૨૦૦૮માં ખભાની સર્જરી કરાયા બાદ તે ફરીથી ફોર્મમાં આવી છે. કવાર્ટર ફાઇનલમાં શારાપોવાનો સામનો ટોચની ક્રમાંકિત કેરોલીન વોઝનીયાકી અને ડોમીનીકા કિબુલિકોવા વચ્ચેની મેચના વિજેતા સામે થશે. બીજી બાજુ ચોથી ક્રમાંકિત બેલારૂસની વિક્ટોરીયા અઝારનેકા એ સંસ્થાની નાડીયા પેકોવાને ૬-૨, ૬-૨થી હાર આપીને કવાર્ટર ફાઇનલમાં મુકાબલો રશિયાની સેનીયા પેરવાડને હરાવનાર પાસઝેક સામે થશે. પાસમેકે પેરવાકને ૬-૨, ૨-૬, ૬-૩થી હાર આપી છે. એક રીપબ્લીકને કીવીરોમાએ પણ વિકમેયરને ૬-૦, ૬-૨થી હાર આપી કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

સેરેના વિલિયમ્સની ફ્રાન્સની મહિલા ખેલાડી બારતોલી સામે હાર થઈ : ગ્લેમરસ મારીયા શારપોવાની આગેકૂચ

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope