(સંપૂર્ણ સમાચાર સેવા) લોસ એન્જલસ,તા. ૨૭
સીન સિટી અને અનસ્ટોપેબલ જેવી યાદગાર ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી રોસારિયો ડાઉસને કહ્યુ છે કે તેની માતાના છુટાછેડા થઈ ગયા છે તે બાબતને લઈને તેને કોઈ હતાશા થઈ નથી. તે હવે ખુશી અનુભવી રહી છે કારણ કે તે હવે તેની માતાની સાથે રહી શકશે. ૩૨ વર્ષીય ડાઉસેનને ટાંકીને અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે તેની માતાની સાથે તે ન્યૂયોર્કમાં રહેવાની યોજના ધરાવે છે. તે પોતાની માતાને ખુબ મિસ કરી રહી હતી. પોતાની માતાના છુટાછેડા અંગે પુછવામાં આવતા ડાઉસેને કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. એક કાર્યક્રમ દરમિયાન હોસ્ટ તરીકેની ભૂમિકામાં રહેલા જય લેનોએ તેના સ્ટેપ પિતા અંગે પ્રશ્ન કરતા રોસારિયો ડાઉસેને આવો પ્રશ્ન ન કરવા લેનોને સાફ શબ્દોમાં કહ્યુ હતુ.