પેટ્રોલ, ડિઝલ અને LPG ભાવમાં ટૂંકમાં વધારો ઝકાશ

સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૩ 
વધતી જતી માઘવારી વચ્ચે પેટ્રોલ અને ડિઝલની કમતમાં ટૂંક સમયમાં જ વધારો ઝકવામાં આવે તેવી શકયતા છે. વિધાનસભાની ચુંટણી પૂર્ણ થઇ ગયા બાદ કોઇ પણ સમયે ભાવ વધારો ઝકવામાં આવશે. ભાવ વધારો હવે જરૂરી બની ગયો હોવાનું માનવામાં આવે છે. ભારત તેની ક્રૂડની જરૂરીયાતો પૈકી ૭૫ ટકા જરૂરીયાત આયાતથી પૂર્ણ કરે છે. આ ઊપરાંત વૈશ્વિક બજારોમાં હાલમાં ઊથલપાથલની સ્થિતિ સર્જાઇ રહી છે. ઓઇલ માર્કેટગ કંપનીઓને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી કમતોમાં ફયુઅલ વેચવાના કારણે વર્ષ ૨૦૧૦-૨૦૧૧માં ૧૭૪૦૦ કરોડથી વધુનું નુકસાન થઇ ચુકયુ છે. ઓઇલ માર્કેટગ કંપનીઓને પેટ્રોલ, ડિઝલ, કેરોસિન અને રાધણ ગેસ સહિતની તમામ ઊપયોગી ચીજોને વેચવામાં ભારે નુકશાન ઊઠાવી પડી રહ્યુ છે. ડિઝલ પર લિટરદિઠ ૧૬.૭૬ રૂપિયાનુ નુકશાન ઊઠાવી પડી રહ્યુ છે.  સિલેન્ડર પર ૩૧૫.૮૬ રૂપિયાનુ નુકશાન થઇ રહ્યુ છે. પેટ્રોલ પર લિટરદિઠ ૪.૫૦ રૂપિયાનુ નુકશાન થઇ રહ્યુ છે. પેટ્રોલને સત્તવાર રીતે નિયંત્રિત મુકત બનાવી દીધા બાદ પણ સ્થિતિમાં સુધાર થયો નથી. સરકાર પાસે ભાવ વધારો ઝકવા સિવાય બીજો કોઇ વિકલ્પ રહ્યો નથી. ક્રૂડ બેરલ દિઠ ૧૦૦ ડોલરથી નીચી સપાટી પર પહાચે તેવી શકયતા ઓછી દેખાઇ રહી છે.
આવી સ્થિતિમાં ભાવ વધારો જરૂરી બની ગયો છે. ન્યૂયોર્કના લાઇટ સ્વીટ ક્રૂડનો ભાવ ૧૧૧.૩૮ ડોલર છે. આવી જ રીતે બ્રેન્ડ નોર્થ સી ક્રૂડનો ભાવ ૧૨૧.૬૭ ડોલર છે. અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે કેટલાક રાજયોમાં હાલ વિધનસભાની ચુંટણી ચાલી રહી છે આવી સ્થિતિમાં નિર્ણય લઇ શકાશે નહ પરંતુ સરકાર ઊપર દબાણ સંકટ વધી રહ્યુ છે. તાજેતરમાં જ ઈન્ડિયન ઓઇલે પેટ્રોલીયમ પ્રધાન એસ જયપાલરેડ્ડીને અહેવાલ સાપ્યો હતો જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે એકસચેન્જ રેટમાં રૂપિયા એકના ફેરફારથી ઓઇલ માર્કેટગ કંપનીઓના નુકશાન પર ૮૬૦૦ કરોડની અસર થાય છે. આવી જ રીતે ઓઇલની કમતમાં દરેક એક ડોલરના ફેરફારથી ૩૨૦૦ કરોડ રૂપિયાની અસર થાય છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope