યાદી જારી કરીને પાકિસ્તાન ઊપર ભારતે વધુ દબાણ વધાર્યું : પાક.માં છૂપાયેલા ખતરનાક ૫૦ ત્રાસવાદીની યાદી જાહેર

મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં ડોન દાઊદ, તોયબાનાં સ્થાપક હફીઝ સઇદ અને લખવીનો સમાવેશ  વિસ્તાૃત યાદીમાં મસૂદ અઝહરનો  સમાવેશ

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવીદિલ્હી,તા.૧૧
પાકિસ્તાન ઊપર વધુ દબાણ વધારીને ભારતે આજે અંડરવર્લ્ડ ડોન દાઊદ ઇબ્રાહિમ સહિત ૫૦ મોસ્ટ વોન્ટેડ ફરાર આરોપીઓની યાદી જારી કરી દીધી હતી. આ યાદીમાં દાઊદ ઇબ્રાહિમ ઊપરાંત ૨૬/૧૧ હુમલાનાં માસ્ટર માઇન્ડ અને લશ્કર-એ-તોયબાનાં સ્થાપક હફીઝ સઇદ અને કુખ્યાત ત્રાસવાદી ઝકાઊર રહેમાન લખવીનો સમાવેશ થાય છે. આ તમામ આતંકવાદીઓ પાકિસ્તાનમાં છૂપાયેલા હોવાનો દાવો ભારતે કર્યો છે. ભારત સરકારે બિન લાદેનનાં મોત બાદ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને ધ્યાનમાં લઇને દબાણ વધારી દીધું છે. હફીઝ સઇદ મુંબઇનાં ભીષણ આતંકવાદી હુમલા ઊપરાંત ભારતમાં અન્ય જુદા જુદા ઘણાં હુમલામાં સામેલ રહ્યો છે. આ યાદીમાં જૈશ-એ-મહંમદનાં લીડર મૌલાના મસૂદ અઝહરનો સમાવેશ થાય છે. આ શખ્સ વર્ષ ૨૦૦૧માં સંસદ પર થયેલાં આતંકવાદી હુમલામાં મુખ્ય માસ્ટર માઇન્ડ તરીકે છે.
વર્ષ ૧૯૯૯માં કંદહાર હાઇજેક પ્રકરણમાં બાનમાં પકડી લેવામાં આવેલા ભારતીય પ્રવાસીઓનાં બદલામાં જે આતંકવાદીઓને છોડી મૂકવામાં આવ્યા હતાં તેમાં મૌલાના મસૂદ અઝહરનો સમાવેશ થાય છે. સરકારની આ યાદી પાકિસ્તાન માટે વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે. અબેટાબાદમાં એકપક્ષીય અમેરિકાની લશ્કરી કાર્યવાહીમાં ઓસામા બિન લાદેનનાં ખાત્મા બાદ પાકિસ્તાન ઊપર અમેરિકાની સાથે સાથે ભારતનું દબાણ વધી ગયું છે.
યાદીમાં અલકાયદાના ત્રાસવાદી ઇલ્યાસ કાશ્મીરીનાં નામનો પણ સમાવેશ થાય છે, તે ભારતમાં ઘણાં આતંકવાદી કાૃત્યોમાં અને કાવતરા સહિત અન્ય ફોજદારી ગુનાઓમાં સામેલ રહ્યો છે. દાઊદ, મેમણ ઇબ્રાહીમ ઊર્ફે ટાઇગર મેમણ, શેખ શકીલ ઊર્ફે છોટા શકીલ, મેમન અય્યુબ અબ્દુલ રઝાક, અનિસ ઇબ્રાહીમ કાસકર, અનવર અહમદ હાજી, જમાલ અને મહોમ્મદ ડોસા મુંબઇમાં સીરિયલ બોમ્બ બ્લાસ્ટમાં સામેલ હતાં. હિજબુલ મુજાહિદ્દીનનાં ચીફ સૈયાદ સલાઊદ્દીન, જમ્મુ-કાશ્મીર લિબ્રેશન ફ્રંટનાં વડા અમાઊલ્લા ખાન, પંજાબનાં ત્રાસવાદી લખબીરસહ, પરમજીતસહ, રણજીતસહ ઊર્ફે નીટા, વાધવાસહ પર મોસ્ટ વોન્ટેડ ફરાર આતંકવાદીઓમાં સામેલ છે. મુંબઇ હુમલા કેસમાં આરોપી સાજિદ માજિદ મેજર ઈકબાલ, મેજર સમીરઅલી, સૈયદ અબ્દુલ રહમાન ઊર્ફે પાસા, અબ્દુલ હમજા પણ આ યાદીમાં સામેલ છે.
અત્રે ઊલ્લેખનીય છે કે, ડોન દાઊદ પાકિસ્તાનમાં છે કે કેમ તેને લઇને ભારત અને પાકિસ્તાન વચ્ચે સામસામે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. એકબાજુ ભારતનું કહેવું છે કે દાઊદ પાકિસ્તાનમાં છૂપાયેલો છે. બીજીબાજુ પાકિસ્તાનનું કહેવું છે કે દાઊદ હજુ પણ પાકિસ્તાનમાં નથી. હજુ ગઇકાલે જ દાઊદ પાકિસ્તનમાં હોવાનો ઇન્કાર કર્યો હતો.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope