ચીયરલીડર્સને મીટના ટુકડા તરીકે ગણાય છે :

કેટલાક ખેલાડીઓના ચીયરલીડર્સની સાથે નજીકના સબંધ હોવાનો પણ દક્ષિણ આફ્રિકાની ચિયર્સ લીડરે ધડાકો કયા

 

(સંપૂર્ણ સમાચાર સેવા)

નવી દિલ્હી,તા. ૧૧

આઈપીએલમાંથી કાઢી મુકવામાં ાવ્યા બાદ દક્ષિણ આફ્રિકાની ચિયરલીડર્સ ગૈબરીલા હાલના દિવસોમાં ઈન્ટરનેટ પર ખુબ લોકપ્રિય થયેલી છે. તે કોઈ પણ સેલિબ્રીટીથી ઓછી નથી. ગૈબરીલા આઈપીએલ મેચો બાદ થનાર પાર્ટીમાં ક્રિકેટરના વર્તન પર ગુપ્તરીતે બ્લોગગ કરી રહી હતી. ગૈબરીલાએ ખેલાડીઓના વર્તનને લઈને ચોંકાવનારા ઘડાકા કર્યા છે. જે આવનાર દિવસોમાં ભારે મુશ્કેલી સર્જી શકે છે. આઈપીએલના આયોજકો સામે પણ તકલીફ ઊભી કરી શકે છે. આ પ્રકારેગુપ્તરીતે પબ્લિક પ્લેટફોર્મ પર વાતચીત શેયર કરવાના કારણે ગૈબરીલાને આઈપીએલમાંથી કાઢી મુકવામા આવી હતી. અત્રે નાધનીય છે કે ૨૨ વર્ષીય ગૈબરીલા આઈપીએલ મેચોમાં ૪૦ દક્ષિણ આફ્રિકી ચીયરલીડર્સ ગ્રુપની સભ્ય તરીકે હતી અને મુંબઈ ઈન્ડિયન ટીમની ચીયરલીડર્સ તરીકે કામ કરી રહી હતી. આ યુવતિએ બ્લોગગ સાઈટ પર કેટલાક ખેલાડીઓ દ્વારા દરેક યુવતિ સાથે ફલર્ટ કરવા અને અયોગ્ય વાતચીત કરવા મામલે લખ્યું છે. આ યુવતિએ કેટલાક ખેલાડીઓના નામ પણ આપ્યા છે. આ ધડાકો કર્યા બાદથી ે ખુબ લોકપ્રિય થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકાના મિડિયામાં જણાવવામાં આવ્યું છે કે ગૈબરીલાના બ્લોગ્સથી ખેલાડીઓ પોતાની પ્રિવેસીને લઈને ચતિત થઈ ગયા હતા. ગૈબરીલાએ પોતાના એમ્પ્લોયરને હિપક્રિટીકલ કહ્યું છે અને કહ્યું છે કે કેટલીક ચીયરલિડર્સના ખેલાડીઓની સાથે સંબંધ છે. અહેવાલમાં જણાવાયું છે કે ગૈબરીલાને એક ક્રિકેટર અને ચીયરલીડર્સ વચ્ચેના સંબંધો અંગે

 

આઈપીએલ અધ્યક્ષ સમક્ષ ફરિયાદ કરવામાં આવ્યા બાદ નોકરીમાંથી કાઢી મુકવામાં આવી હતી. સાઊથ આફ્રિકાની ચિયરલીડ્રસ ગૈબરીલાએ કહ્યું છે કે ગયા સપ્તાહામાં મંગળવારે તેને પરત આફ્રિકા મોકલી દેવામાં આવી હતી. આ યુવતિએ કહ્યું છે કે તેને ગુનેગારની જેમ સમજીને મોકલી દેવામાં આવી હતી. અમારી સાથે એવુ વર્તન કરવામાં આવે છે જેવુ કે અમે માંસના (મીટ)ના ટુંકડા છીએ. લોકો હમશા અમને ઘેરીને રહે છે. અત્રે નાધનીય છે કે ગૈબરીલા પહેલા આ પાર્ટીઓ અંગે ટ્વીટ કરતી હતી. આ યુવતિએ કેટલાક ભારતીય ખેલાડીના વર્તનની પ્રશંસા પણ કરી છે. ભારતીય કેપ્ટન મહેન્દ્ર સહ ધોની અને રોહિતની પ્રશંસા કરવામાં આવી છે.

માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન સચિન તેન્ડુલકર પાર્ટીની સરખામણીમા પોતાના પરિવાર સાથે રહેવાનું વધારે પસંદ કરે છે.

 

ચીયરલીડર્સે શુ કહ્યું…

 

સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી,તા. ૧૧

* આઈપીએલ મેચો બાદ થતી રંગીન પાર્ટીઓમાં ખેલાડીઓ અશ્લીલ હરકતો કરે છે

* ખેલાડીઓનું વર્તન સારુ રહેતુ નથી

* કેટલાક ખેલાડીઓના ચીયરલીડર્સ સાથે નજીકના સંબંધ છે.

* કેટલાક ખેલાડીઓ દરેક યુવતિ સાથે ફલર્ટ કરે છે

* ખેલાડીઓને ચિયરગર્લ્સનાં સંબંધો અંગે રજૂઆત કરતાં તેને કાઢી મૂકવામાં આવી

* તેની સાથે ગુનેગાર જેવું વર્તન કરવામાં આવ્યું

* સચિન તદુલકર પોતાનાં પરિવાર સાથે જ રહે છે તે પાર્ટીઓમાં રહેતાં નથી

* મહેન્દ્રસહ ધોની અને રોહિત શર્મા જેવાં કેટલાક ખેલાડીઓનું વર્તન સારું છે અને આ ખેલાડીઓ ંખૂબજ વિનમ્ર છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope