All posts by Sampurna Samachar

લિંબાયતમાં ૧૨ વર્ષની કિશોરી સાથે લિફ્ટમાં છેડતી

પોલીસે નરાધમ વૃદ્ધની ધરપકડ કરી
દુધ લઈને લિફ્ટમાં આવી રહેલી કિશોરીના ખભા પર હાથ મુકી નરાધમ વૃદ્ધે અશ્લિલ હરકત કરી : વધુ તપાસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત,તા.૧૩
સુરતમાં સતત બાળકી અને કિશોરી સાથે શારીરિક છેડછાડની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ગતરોજ સુરતના લીંબાયત વિસ્તારમાં ૧૨ વર્ષીય કિશોરી દૂધ લઈ ઘરે પરત ફરતી હતી ત્યારે એપાર્ટમેન્ટની લિફ્ટમાં ૬૫ વર્ષના વૃધ્ધે કિશોરીની શારીરિક છેડતી કરી હતી. જોકે કિશોરીએ સમગ્ર ઘટના પરિવારને કહેતા પરિવારે પોલીસ મથકે દોડી આ વુધ્ધ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ વુધ્ધની ધરપક્ડ કરી તેના વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં છેલ્લા લાંબા સમયથી બાળકી સાથે કિશોરીની શારીરિક છેડછાડની સતત ઘટના સામે આવી રહી છે, ત્યારે ગતરોજ આવી વધુ એક ઘટના સામે આવી છે. સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા પરિવારની ૧૨ વર્ષની બાળકી સવારે તેના કાકી ઘરે આવ્યા હોય મમ્મીએ કહેતા ૯ વાગ્યે સોસાયટીના પાર્લરમાં દૂધ લેવા ગઈ હતી. કિશોરી દૂધ લઇ લિફ્ટમાં ઉપર ચઢતી હતી ત્યારે તેના જ કોમ્પલેક્ષમાં પાંચમા માળે રહેતા ૬૫ વર્ષના ભુપતભાઇ પુનાભાઈ ઝાલોંરા તેની સાથે પ્રવેશ્યા હતા. તેમણે લિફ્ટનો દરવાજો બંધ કરી તરત જ કિશોરીના ખભા ઉપર હાથ મૂકી છાતી દબાવવા માંડી હતી. કિશોરીએ પકડમાંથી છૂટવા પ્રયાસ કરતા વૃદ્ધે તેના ગુપ્તાંગના ભાગે હાથ ફેરવ્યો હતો. તે સમયે જ પોતાનો ફ્લોર આવતા કિશોરી વૃદ્ધને ધક્કો મારી બહાર નીકળીને ઘરમાં ચાલી ગઈ હતી. જોકે, મમ્મીને દૂધની થેલી આપી તે કંઈ પણ કહ્યા વિના બીજા રૂમમાં ચાલી જતા તેની માતાએ રૂમમાં ગઈ ત્યારે તે રડતી હતી. કારણ પૂછતાં કિશોરીએ લિફ્ટમાં બનેલી ઘટના અંગે કહેતા તરત માટે દીકરી સાતે બનેલી ઘટના તેના પિતાની કહીને આ મામલે ફરિયડ કરવા પોલીસ મથકે દોડી ગયા હતા અને આ વૃદ્ધ સામે શારીરિક છેડછાડની ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક આ વૃદ્ધની ધરપકડ કરી તેના વિરુદ્દ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી છે.

 

ડોલર આપવાનો સોદો પાડી યુવક સાથે છેતરપિંડી કરાઈ

ગડ્ડી ગેંગના મકસુદને પોલીસે ઝડપી પાડ્યો
સુરતમાં લાંબા સમયથી ગડ્ડી ગેંગ સક્રિય હતી, વેપારીઓ-રોકાણકારને ડોલર આપવાના નામે આ ગેંગ છેતરતી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત,તા.૧૩
સુરતમાં છેલ્લા લાંબા સમયથી ગડ્ડી ગેંગ સક્રિય થઈ હતી. આ ગેંગ વેપારીઓ અને રોકાણકારોને ડૉલર આપવાના નામે છેતરતી હતી. આ ગેંગે સુરતના લાલગેટ વિસ્તારમાં એક યુવાનને ડોલર આપવાની લાલચ આપીને તેની પાસેથી રોકડા રૂપિયા ચાર લાખ લઈને રૂમાલમાં ડોલરની જગિયા પર કાગળની ગદ્દી આપીને છેતરપિંડી કરવાની ઘટના બાદ છેતરપીંડીનો ભોગ બનનારે આ મામેલ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્વ કાર્યવાહી કરી છે. સુરતમાં છેતરપિંડી કરતી અનેક ગેંગ સક્રિય થઈ છે ત્યારે લાલગેટ વિસ્તરમાં રહેતા એક યુવાને છેલ્લા લાંબાસમયથી સક્રિય થયેલ ગડ્ડી ગેંગ દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે ત્યારે સુરતના લાલગેટ વિત્તરમાં રહેતા એક યુવાન ને રૂપીયાના બદલામાં ૨૦ ડોલરની ૧૨૫૩ નંગ નોટો આપવાની લાલચ આપી ફરિયાદી પાસેથી રોકડા રુપીયા ૪,૦૦,૦૦૦ / – લઈ જઈ ડૉલરની જગ્યાએ પેપરના કાગળની થપ્પીઓ રૂમાલમાં વિંટાળી આપી ભાગી જઈ અગાઉથી કાવત્રુ રચી એકબીજા ની મદદગીરી કરી ફરીયાદી સાથે છેતરપીંડી ઠગાઈ કરી હતી. આ બાબતે પોલીસ મથકમાં ભોગ બનનારે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે બાતમીના આધારે એક આરોપી ને છપરાભાઠા અમરોલી ખાતેથી મકસુદ ઉર્ફે કિરણ નશદિન શેખને પોલીસે ઝડપી પડ્યો હતો. ત્યારે આરોપીએ મકસુદ ઉર્ફે કિરણે કબૂલ્યુ હતું. તેણે જણાવ્યું હતું કે તેઓ શહેરમાં ડૉલરની હેરફેરના નામે લોકોને ભોગ બનાવી અને પૈસા છેતરપિંડી કરે છે. જોકે પકડાયેલ આરોપી પૂછપરછ કરતા આરોપી એ કરેલ ગુનાની કબૂલાત કરતા લાલગેટ પોલીસે આસિયામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી છે. સુરત શહેરમાં અનેક રોકાણકારો ટેક્સથી બચવા માટે રોકડમાં રોકાણ કરતા હોય છે ત્યારે આ કિસ્સો તમામ લોકો માટે ચેતવણીરૂપ છે. દરમિયાન પોલીસની તપાસમાં આ આરોપી કુખ્યાત ગડ્ડી ગેંગનો સભ્ય હોવાનું જાણવા મળ્યું છે ત્યારે પોલીસ દ્વારા પણ આવા ગુનેગારોના કાવતરાનો ભોગ બનતા લોકોને અટકાવવા માટે અપીલ કરવામાં આવી છે કે જો કોઈ આવી વ્યક્તિ સોદો કરવા આવે તો તમામ ખરાઈ કર્યા બાદ જ લેવડદેવડ કરવી જોઈએ.

 

આરઓ રિપેર ન કરતા કોર્ટમાં એક લાખનું વળતર માગ્યું

લોકડાઉનમાં બગડેલું આરઓ કંપનીએ રિપેર ન કર્યું
કોરોના મહામારીમાં લોકો વોટર પ્યુરિફાયર મશીન બગડી જતાં એક ગ્રાહક દ્વારા કંપની સામે ફરિયાદ કરવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૩
લોકડાઉન દરમિયાન એક વ્યક્તિનું આરઓ મશીન ખરાબ થઈ ગયું અને કંપનીએ રિપેરિંગ માટે કર્મચારીને ના મોકલ્યા. પરિણામે આ ગ્રાહકે જાણીતી વોટર પ્યુરિફાયર કંપની અને સ્થાનિક સર્વિસ સેન્ટર સામે દાવો માંડ્યો છે. ગ્રાહકે કંપની પાસે ૧ લાખ રૂપિયાનું વળતર માગ્યું છે કારણકે તેઓ બહારથી પીવાના પાણીની બોટલ મગાવતા હતા. રોજેરોજ જુદા-જુદા વ્યક્તિઓ તેમના ઘરે પાણીની બોટલની ડિલિવરી માટે આવતા હતા જેના કારણે પરિવારને કોરોનાનું ઈન્ફેક્શન થવાનું જોખમ હતું. મુકેશ ગુપ્તા નામના ગ્રાહકે વોટર પ્યુરિફાયર કંપની સામે કેસ દાખલ કર્યો છે અને નવું વોટર પ્યુરિફાયર ખરીદવા તેમજ તેની જાળવણી માટે થતાં કોન્ટ્રાક્ટનો ખર્ચ માગ્યો છે. મે મહિનામાં મુકેશ ગુપ્તાના ઘરનું વોટર પ્યુરિફાયર બગડી ગયું હતું. આ એવો સમય હતો જ્યારે કોરોનાના કારણે લોકડાઉન જાહેર થયું હતું, પરિણામે તેઓ નવું આરઓ મશીન ખરીદી શકે તેમ નહોતા. આ કારણે તેમને જે પરેશાની ભોગવવી પડી તેના વળતર પેટે ૭૫,૦૦૦ રૂપિયાની માગ કરી છે. મુકેશ ગુપ્તાએ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કન્ઝ્‌યુમર કોર્ટ કમિશનમાં ફરિયાદ કરી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું કે, ૨૦૧૭માં ૧૮,૦૦૦ રૂપિયામાં વોટર પ્યુરિફાયર ખરીદ્યું હતું. જુલાઈ ૨૦૧૯માં વાર્ષિક મેઈનટેનન્સ પેટે ૨૫૦૦ રૂપિયા ચૂકવ્યા હતા. દરમિયાન મે મહિનામાં વોટર પ્યુરિફાયર બંધ થઈ જતાં તેમણે કંપનીમાં ફરિયાદ કરી હતી ત્યારે તેમને અઠવાડિયું રાહ જોવાનું કહેવાયું હતું. પ્યુરિફાયર રિપેર કરવા માટે ટેક્નિશિયન આવે એટલા દિવસ સુધી મુકેશ ગુપ્તાએ પાણીની બોટલો મગાવી હતી. જેની ડિલિવરી માટે રોજરોજ અલગ-અલગ લોકો તેમના ઘરે આવતા હતા. જો કે, કંપની તરફથી સર્વિસ ના મળતાં મુકેશ ગુપ્તાને નવું વોટર પ્યુરિફાયર ખરીદવું પડ્યું. જે બાદ ગુપ્તાએ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી કે કંપનીની સર્વિસમાં ખામી છે અને તેના માટે વળતર મળવું જોઈએ.

 

અમદાવાદ સીટીએમ પાસેથી એક કરોડનું ડ્રગ્સ ઝડપાયું

પોલીસકર્મી સહિત પાંચની ધરપકડ
આરોપીઓએ ડિલીવરી મેન તરીકે પોલીસનો ઉપયોગ કર્યો હતો : મુંબઈથી ડ્રર્ગ્સનું કન્સાઈનમેન્ટ આવ્યું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૩
રવિવારે વહેલી સવારે અમદાવાદના સીટીએમ ક્રોસ રોડ નજીક ૧ કરોડની કિંમતનું ૧ કિલો એમડી ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં એક પોલીસકર્મી સાથે અન્ય ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાંચના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, કોઈને શંકા ન થાય તે માટે ડ્રગના વેપારીઓ ડ્રગ્સની ડિલિવરી માટે એક પોલીસકર્મીનો ઉપયોગ કરતા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ઉમેર્યું હતું કે, ડ્રગ કન્સાઈનમેન્ટ લેવા માટે આવેલા અન્ય ચાર શખ્સો સાથે અમે પોલીસની પણ ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા અનુસાર બે આરોપીઓ જુના ડ્રગ માફિયા છે અને તાજેતરમાં પેરોલ પર જેલની બહાર આવ્યા હતા. ક્રાઇમ બ્રાંચના અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ પેરોલ બહાર આવીને ફરીથી ગેરકાયદેસર ડ્રગના વ્યવસાયમાં જોડાઈ ગયા હતા. સાંચોરમાંથી ત્રણ અને ગુજરાતના સિદ્ધપુરમાંથી એકને સિદ્ધપુર ડ્રગ કન્સાઈનમેન્ટ સાથે પકડ્યા બાદ સિટી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ બીજીવાર આટલી કિંમતનું એમડી ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે. ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે, આરોપીઓની પ્રાથમિક પૂછપરછ ચાલી રહી હતી ત્યારે તેઓને શંકા હતી કે રવિવારે સવારે જપ્ત કરાયેલા ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ મુંબઈથી આવ્યું હતું. અમદાવાદમાં એક વર્ષ પહેલા ક્રાઈમ બ્રાન્ચે ૧.૪ કિલો એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી. ઢાલગરવાડમાં રહેતા પિતા-પુત્ર મુંબઈ અને ગોવાથી ડ્રગ્સ મંગાવી વેચાણ કરતા હતા હોવાનું સામે આવ્યું હતું. પુત્ર મુંબઈમાંથી ડ્રગ્સ મંગાવતો હતો. જ્યારે પિતા ડ્રગ્સના કેરિયર છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમીના મળી હતી કે મુંબઈથી અમદાવાદ આવતી ટ્રાવેલ્સમાં એમડી ડ્રગ્સ આવવાનું છે. જેને લેવા બે શખ્સ એસજી હાઈવે પર આવેલી ટ્રાવેલ્સની ઓફિસ પર આવશે. જેથી ક્રાઈમ બ્રાન્ચે ત્યાં વોચ ગોઠવી હતી. ડ્રગ્સનું પેકેટ લેવા પહોંચ્યા ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બંનેને ઝડપી લીધા હતા.

 

વલસાડ ખાતેથી દવાના બોક્સમાંથી દારૂ ઝડપાયો

દારૂ ઘુસાડવા બૂટલેગરનો નવો કીમિયો
વલસાડ એલસીબીએ ૧૦.૧૫ લાખની કિંમતનો દારૂ અને ટ્રક મળીને ૧૭.૮૧ લાખનો મુદ્દો માલ ઝડપી પાડ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વલસાડ,તા.૧૩
કોરોના મહામારીના કહેર વચ્ચે પણ બુટલેગરો માહોલનો ગેરલાભ લઇ રાજ્યમાં વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. વલસાડ જિલ્લાના પારડી નજીકથી પોલીસે દવાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ટેમ્પોને ઝડપી પાડયો હતો અને અંદાજે રૂપિયા ૧૭.૮૧ લાખની કિંમતના મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક મહિનાથી દેશભરમાં કોરોના મહામારીનો કેર વર્તાઈ રહ્યો છે અને દારૂની છૂટ ધરાવતા પડોસી સંઘપ્રદેશ દમણની સરહદો પણ મહિનાઓ સુધી સીલ કરી દેવામાં આવી હતી આથી થોડે અંશે વિદેશી દારૂની હેરાફેરી પર રોક લાગી હતી પરંતુ હવે અનલૉકમાં રાજ્યના પડોશી સંઘપ્રદેશ દમણની બોર્ડર પણ ખોલી દેવામાં આવતા બુટલેગરોને જાણે મોકળું મેદાન મળ્યું છે. અને વિદેશી દારૂની હેરાફેરી ના કિસ્સાઓ વધી રહયા છે. વલસાડ એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે એલસીબી ટીમ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વોચ માં હતી એ દરમિયાન જ હાઇવે પરથી પુરઝડપે પસાર થતા એક ટેમ્પોને રોક્યો હતો,અને ત્યારબાદ તપાસ કરી હતી.પોલીસે ટેમ્પો ચાલકને ટેમ્પોમાં શું ભર્યું છે તેની પૂછપરછ કરતાં ટેમ્પો ચાલકે ટેમ્પોમાં ભરેલ દવા ના બોક્સના બિલ પણ રજૂ કર્યા હતા. આમ પ્રથમ દ્રષ્ટિએ ટેમ્પોમાં દવાના બોક્સ ભરેલા હતા અને ટેમ્પો ચાલકે તેના બિલ પણ રજૂ કર્યા હતા.પરંતુ પોલીસને પાકી બાતમી મળી હોવાથી આ દવાના બોક્સ ખોલી અને તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી કારણકે ટેમ્પોમાં ભરેલા દવા ના બોક્સ અને મેડિકલના સામાનની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલો હતો. આથી પોલીસે ટેમ્પોનો કબજો લઇ ટેમ્પોચાલક દિલીપ નામના વ્યક્તિની ધરપકડ કરી પારડી પોલીસ સ્ટેશન લઇ જઇને તપાસ હાથ ધરી હતી.. પોલીસની પ્રાથમિક તપાસમાં વિદેશી દારૂનો જથ્થો દમણથી સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો હતો.અને પોલીસને ચકમો આપવા માટે બુટલેગરોએ દવાના બોક્સમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો. તેમ છતાં પોલીસે બુટલેગરની આ ચાલાકી ને ઝડપી પાડી હતી અને ટેમ્પો માં ભરેલ ૧૦.૧૫ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો અને ટેમ્પો મળી અંદાજે ૧૭.૮૧ લાખની કિંમતના મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પોચાલક દિલીપ પ્રભુરાયની ધરપકડ કરી હતી.

 

સુરતમાં ઢોંગી ભૂઈમાનાં ધતિંગનો પર્દાફાશ કરાયો

સંતાન પ્રાપ્તિની વિધિના નામે લૂંટ થતી હતી
માતાજીનું સ્થાનક બનાવી ૪-૫ વર્ષથી દુઃખ દર્દ દૂર કરવા નામે ૧૦ હજારથી ૫ લાખ સુધીની ફી વસુલી કરી લૂંટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત,તા.૧૩
સુરતના સરથાણા વિસ્તારમાં પોતાના ઘરમાં મેલડી માતાનું મંદિર બનાવી છેલ્લા ૧૮ વર્ષથી માનતા, ટેક, જોવાનું કામ કરતી ભૂઇમાની ધતિંગલીલાને ભારત જન વિજ્ઞાન જાથાએ ખુલ્લી પાડી હતી. બનાવ પોલીસ મથક સુધી જતાં ભૂઇમા અને તેમના પૂત્રે સોગંદનામામાં હવે આવી કોઇ પ્રવૃત્તિ નહીં કરવાનું કબૂલાતનામું લખી આપ્યું હતું. મુળ ભાવનગરના અને ૧૮ વર્ષથી સરથાણાના અવધ, સુભાષ પાર્ક ખાતે રહેતાં લાભબેન વશરામભાઇ અણધણે ઘરમાં જ મેલડી માતાજીનું સ્થાનક બનાવી ૪-૫ વર્ષથી દુઃખ દર્દ દૂર કરવા, સંતાન પ્રાપ્તિ જેવી વિધિના નામે ૧૦ હજારથી ૫ લાખ સુધીની ફી વસુલતા હોવાની ફરિયાદ સતત સામે આવતી હતી જોકે સુરત સાથે પાલીતાણા પાસેના ગામના લોકો પણ આ માતા આવનારા આવનાર ભક્તો પાસેથી સોના ચાંદી છત્ર સાથે અનેક ભેટ સોગાદો પણ મેળવતી હતી. જોકે આ માતાની સતત ફરિયાદના આધારે ભારત વિજ્ઞાન જાથાના આગેવાનો પોલીસની મદદ આ મહિલાનો ભાંડો ફોડવા પોંહચીયા હતા ત્યારે આ મહિલાનો દીકરો પોલીસ અને ભારત વિજ્ઞાન જાથાના લોકો સાથે દાદાગીરી કરવા લાગ્યો હતો. જોકે પોલીસે આ મહિલાના દીકરાને પોલીસની ભાષામાં સમજાવ્યો હતો જોકે મહિલાને પોલીસે અને ભારત વિજ્ઞાન જાથાના આગેવાનો એ ચમત્કાર કરી બતાવ કહ્યું હતું. જેને લઈને આ મહિલાની તમામ હકીકત સામે આવતી જતા આ મહિલા પોતે પાંખડ કરી લોકોને છેતરતી હોવાનું કબૂલાત કરી હતી.
જોકે મહિલાની કબૂલાત બાદ ભવિષ્યમાં આવી રીતના પાંખડ નહિ કરવાની લેખિતમાં બાંહેધરી આપી હતી. જોકે પહેલા દુકાન અને કારખાનું હતુ પણ વેપાર ચોપાટ થીજતા ધાર્મિકતાની આડમાં આ ધુણવાનો વેપાર શરૂ કર્યો હતો. જોકે આ વેપાર થકી થયેલા નુકસાન કવર કરવામાં તેમને સફળતા મળી હતી. જેને લઈને આ વેપાર શરુ રાખ્યો હતો. જોકે આ મામલે સરથાણા પોલીસે આ મહિલા વિરુદ્ધ ફરિયાદ આપવા આવશે તો તે ફરિયાદ લઈને આ મહિલા વિરુદ્ધ કાર્યવાહીપણ કરવાની ત્યારી પોલીસે બતાવી છે.

 

અમદાવાદ : ફરી એકવાર જર્જરિત મકાન ધરાશાયી

અગાશીએ સૂતેલા યુવકનું પટકાતા મોત
દોલતખાનામાં અગાશીમાં ખાટલામાં સૂતેલા યુવકે સ્વપ્ને પણ નહી વિચાર્યુ હોય કે તે કાયમ માટે નિંદ્રામાં જતો રહેશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૩
અમદાવાદમાં અનેક એવા ઇમારતો અને મકાનો એવા છે જે હાલ જર્જરિત હાલતમાં છે અને ભૂતકાળમાં પણ મકાનો અને ઇમારતો પડી જવાથી અનેક લોકોનાં મોત થયા છે પરંતુ હાલ પણ કોર્પોરેશન નિદ્રામાં હોય તેવું લાગે છે. કારણ કે ફરી અમદાવાદમાં એવી એક ઘટના બની છે, જેમાં એક યુવકનું મોત નિપજેલ છે. અમદાવાદના ખાડીયા વિસ્તારમાં એક જૂનવાણી ઘર પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા અગાશીએ ખાટલા પર પોઢેલા આશાસ્પદ યુવકનું મોત થયું છે. નોકરી સમાપ્ત કરીને ઊંઘવા ગયેલા યુવકે સ્વપ્ને પણ નહીં વિચાર્યુ હોય તે કાયમ માટે નિંદ્રામાં જતો રહેશે. જોકે, તંત્રની બેદરકારીએ ફરી એક વાર નિર્દોશનો ભોગ લીધો છે. મૃત વ્યક્તિનું નામ માનું રામ મિણા છે. ખાડીયા વિસ્તારમાં આવેલ સારંગપુર દૌલતખાનામાં આવેલ રબારી વસાહતમાં ભાડે રહેતા યુવક રાતે સુઈ રહયો હતો અને મોડી રાતે અચાનક ૨ માળની આગાશી તૂટી પડતા યુવક જે ખાટલા પર સુઈ રહયો હતો તે ખાટલા સાથે નીચે પટકાયો અને મોત થયેલ છે. મળતી માહિતી પ્રમાણે યુવક અમદાવાદના એક પ્રખ્યાત ચવાણા હૉઉસમાં કામ કરતો હતો અને જે ગઈ કાલે નોકરી પુરી થયા બાદ ઘરે આવ્યો અને ઊંઘી રહ્યો હતો. જોકે ઘટના ખુબજ ગંભીર છે કારણ કે કેટલાક સ્થાનિકોનું કેહવું છે કે જો આ ઘટના રાતની જગ્યા બપોરે અથવા સવારે બની હોત તો અનેક લોકોનાં મોત થઈ જાત. મળતી માહિતી પ્રમાણે ૮ થી વધુ લોકોને તો ફાયર બ્રિગેડના જવાનો રેસ્ક્યુ કરી બચાવ્યા છે. હાલ તો પોલીસે અકસ્માત નો ગુનો નોંધી તપાસ કરી રહી છે ત્યારે આ ઘટના માં કોની બેદરકારી છે તે મોટો સવાલ છે. થોડા સમય પહેલા શહેરના કુબેરનગર વિસ્તારમાં પણ જર્જરિત મકાન ધરાશાયી થયું હતું જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ત્યારે ફરી એક વ્યક્તિનું મોત નીપજતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લાલિયાવાડી ખુલ્લી પડી છે.

 

મહિલા કલ્યાણ યોજનામાં મહિલાને વ્યાજ વગરની લોન

મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સરકારની પહેલ
ગુજરાત સરકારે ૧૭૫ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે : ૧૦ લાખથી વધુ મહિલાઓને લાભ મળશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૩
ગુજરાતની મહિલાઓ માટે એક સારા સમાચાર છે. ગુજરાતની મહિલાઓ સશક્ત, આત્મનિર્ભર બને તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહિલા કલ્યાણ યોજના શરૂ કરી છે. જે માટે ગુજરાત સરકારે ૧૭૫ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત ૧૦ લાખથી વધુ મહિલાઓને વગર વ્યાજની લોન આપવામાં આવશે. આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની મહિલા શક્તિ આગળ આવશે. વડાપ્રાધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ૧૭ સપ્ટેમ્બરે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની રાજ્યની માતૃશક્તિને ભેટ આપવામાં આવશે. આ નિર્ણયથી કોરોના પછીની બદલાયેલી આર્થિક સામાજિક જીવનશૈલીમાં મહિલા માટે આત્મનિર્ભરતાનો નવો માર્ગ ખુલશે. રાજ્યના ૧ લાખ મહિલા જૂથની કુલ ૧૦ લાખ માતા-બહેનોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ મળશે. કુલ ૧૦૦૦ કરોડ સુધીનું ધિરાણ મહિલા જૂથોને અપાશે. બેંક લોનનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે. આ લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી અપાશે. મહિલા જૂથ દીઠ રૂ. ૧ લાખનું લોન-ધિરાણ સરકારી, સહકારી, ખાનગી બેંકો, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી મળશે. રાજ્ય સરકાર બેન્કો સાથે ટૂંક સમયમાં યોજનામાં જોડાવા અંગેના એમઓયુ કરશે. ૧૦ મહિલાઓ-બહેનોના એક જૂથ એમ ૧ લાખ જૂથ બનાવાશે. પ્રત્યેક જૂથને એક લાખનું લોન ધિરાણ મળશે. પ્રત્યેક માતા-બહેનોને પોતાનો વ્યવસાય, ગૃહ ઉદ્યોગ, વેપાર શરૂ કરવા વગર વ્યાજે લોન ધિરાણ મળી રહેશે. કોરોના પછીની કથળેલી આર્થિક સ્થિતિમાં મહિલાઓને ઘર પરિવારનો આર્થિક આધાર બનવા નાના માણસની મોટી લોનને સાકાર કરવાનો આ હેતુ છે.

 

બિહાર ચૂંટણી પહેલા ત્રણ પ્રોજેક્ટની બિહારને ભેંટ

નીતિશને એનડીએના ચહેરા તરીકે સમર્થન આપ્યું
બિહારમાં એલપીજી પાઇપલાઇન પરિયોજના માટે બ્લોક અને બે બોટલિંગ પ્લાન્ટ્‌સનું નરેન્દ્ર મોદીએ ઉદ્‌ઘાટન કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૧૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બિહારમાં એલપીજી પાઇપલાઇન પરિયોજના માટે બ્લોક અને બે બોટલિંગ પ્લાન્ટ્‌સનું ઉદ્‌ઘાટન કર્યું. તેની સાથે વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી નીતીશ કુમારને આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે એનડીએના ચહેરાના રૂપમાં સમર્થન આપ્યું. પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું કે મુખ્યમંત્રી નીતીશ કુમારે ન્યૂ ઈન્ડિયા અને ન્યૂ બિહારનું લક્ષ્ય પૂરું કરવામાં અગત્યની ભૂમિકા નિભાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દરમિયાન એમ પણ કહ્યું કે છેલ્લા અનેક વર્ષોથી બિહાર વિકાસના મામલમાં પાછળ હતું. તેનું કારણ રાજકારણ સહિત કેટલાક અન્ય પણ કારણ હતા. તેઓએ કહ્યું કે એક એવો પણ સમય આવ્યો જ્યારે બિહારમાં સારી રોડ કનેક્ટિવિટી અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી પર ચર્ચા નહોતી થતી. વડાપ્રધાને મોદીએ કહ્યું કે, બિહારે અનેક સમસ્યાઓ સહન કરી છે. પરંતુ નીતીશ કુમારે ન્યૂ ઈન્ડિયા અને ન્યૂ બિહારના લક્ષ્ય પ્રાપ્તિ માટે અગત્યની ભૂમિકા નિભાવી છે. તેઓએ એમ પણ કહ્યું કે બિહારને પ્રગતિના પંથે આગળ લઈ જવામાં મુખ્યમંત્રી નીતીશ કુમારની અગત્યની જવાબદારી નિભાવી છે. આપણે બિહારમાં સુશાસન નિશ્ચિત કરવું જોઈએ. છેલ્લા ૧૫ વર્ષમાં કરવામાં આવેલા સારા કામો ચાલુ રહેવા જોઈએ. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે બિહારને પ્રગતિના પંથે આગળ લઈ જવામાં મુખ્યમંત્રી નીતીશ કુમારની અગત્યની ભૂમિકા નિભાવી છે. આપણે બિહારમાં સુશાસન નિશ્ચિત કરવું જોઈએ. હું નીતીશજીને આગ્રહ કરીશ કે રઘુવંશ પ્રસાદજીએ પોતાના અંતિમ પત્રમાં જે ભાવના રજૂ કરી હતી તેને પરિપૂર્ણ કરવા માટે તમે અને આપણે સૌ મળીને તમામ પ્રયાસ કરીએ.
વડાપ્રધાને કહ્યું કે, હવે દેશ અને બિહાર એ સમયમાંથી પસાર થઈ રહ્યો છે જેમાં એક પેઢી કામ શરૂ થતાં જોતી હતી અને બીજી પેઢી તેને પૂરું થતું જોતી હતી. નવા ભારત, નવા બિહારની આ ઓળખ, આ કાર્યસંસ્કૃતિને આપણે વધુ મજબૂત કરવાની છે. પીએમ મોદી તરફથી જે પ્રોજેક્ટ્‌સનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું છે તેમાં પારાદીપ-હલ્દિયા-દુર્ગાપુર પાઇપલાઇન પ્રોજેક્ટ્‌સના દુર્ગાપુર-બાંકા ખંડ અને બાંકા અને ચંપારણ જિલ્લામાં બે એલપીજી બોટલિંગ પ્લાન્ટ્‌સ સામેલ છે.

 

પૂર્વ કેન્દ્રીય પ્રધાન રઘુવંશ સિંહનું ૭૪ વર્ષની વયે નિધન

૩ દિવસ પહેલા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ સિંહ લાંબા સમયથી બિમાર હતા, તેમણે આજે દિલ્હી એઇમ્સમાં અંતિમ શ્વાસ લીધા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૧૩
બિહારના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહનું નિધન થયું છે. તેમણે દિલ્હી એમ્સ ખાતે અંતિમ શ્વાસ લીધા છે. તાજેતરમાં રઘુવંશ પ્રસાદ સિંહની તબિયત લથડતા તેને દિલ્હી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં શુક્રવારે મોડી રાત્રે તેની તબિયત અચાનક લથડી ગઈ હતી અને ત્યારબાદ તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. ડૉકટર્સ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા હતા પરંતુ તેમની તબિયત સતત બગડતી ગઈ અને આજે તેમનું નિધન થયું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહની ઓળખ બિહારના સૌથી કદાવર નેતા તરીકે થતી હતી. તાજેતરમાં જ અચાનક તબિયત બગડતાં તેમને દિલ્હીના એઈમ્સમાં દાખલ કરાયા હતા. દિલ્હી એઇમ્સ ખસેડાયા બાદ રઘુવંશ પ્રસાદ સિંહે ત્રણ દિવસ પહેલા એટકે કે ગુરુવારે આરજેડીના મુખિયા લાલુ પ્રસાદ યાદવને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે આરજેડી છોડવાની જાહેરાત કરી હતી. પરંતુ લાલુ પ્રસાદે તેમનું રાજીનામું સ્વીકાર્યું નહોતું. આરજેડીમાંથી તેમનું રાજીનામાને લાલુ યાદવે પત્ર લખીને નામંજૂર કરી દીધું હતું. અને તેમને મનાવવાની કોશિશ કરતા જણાવ્યું હતું કે તેઓ ક્યાંય જતા નથી. આજે રઘુવંશ પ્રસાદ સિંહના નિધનના સમાચારથી હવે લાલુપ્રસાદ યાદવ ખૂબ દુઃ ખી છે. તેમણે ટ્‌વીટ કરીને કહ્યું, ’પ્રિય રઘુવંશ બાબુ! તમે આ શું કર્યું? મેં તમને ગઈકાલના આગલા દિવસે કહ્યું હતું કે તમે ક્યાંય જશો નહીં. પણ તમે આટલા દૂર જતા રહ્યા. નિઃ શબ્દ છું, દુઃખી છું. ખૂબ યાદ આવશો. લાલુ યાદવને પત્ર લખીને આરજેડીમાંથી રાજીનામું આપ્યા બાદ રઘુવંશ પ્રસાદ સિંહે બિહારના સીએમ નીતીશ કુમારને પણ પત્ર લખ્યો હતો. તેમણે દિલ્હીના એઈમ્સ તરફથી આ પત્ર લખ્યો હતો, જેમાં તેમણે બિહારના મુખ્યમંત્રી પાસેથી ત્રણ માંગણીઓ કરી હતી.