અર્જુન મોઢવાડીયાનો ખુલ્લો પડકાર

કેન્દ્રની સહાય મામલે મોદી વિધાનસભાનું સત્ર બોલાવ

એનડીએનાં શાસનકાળમાં સાત વર્ષમાં ડેમની ઊંચાઈ ન વધી : ભાજપ શાસનમાં ૧૫ હજાર કિમીનું કેનાલનું કામ

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ,તા.૨૨

નરેન્દ્ર મોદીએ ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ગુજરાતનાં સરકારી કાર્યક્રમોને રાજકીય પ્લેટફોર્મ બનાવી દઈને કોંગ્રેસનાં સસંદસભ્યોની ગેરહાજરીમાં કોઈ આધાર વગર વારંવાર ઝેર ઓકવાની આકરી ઝાટકણી કાઢતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીમાં જો હિંમત હોય તો ગુજરાતનો વિકાસ અને કેન્દ્ર સરકારની સહાય બાબતે ચર્ચા કરવા વિધાનસભાનું એક અઠવાડિયાનું સત્ર બોલાવીને ચર્ચા કરાવે. ગુજરાતની પ્રજા મુખ્યમંત્રીનો ભ્રષ્ટાચાર અને ઉદ્યોગપતિઓ સાથેની ભાગીદારી જાણી ગઈ છે, તેનાં ઉપર ઢાંકપિછોડો કરવા મુખ્યમંત્રી કોઈ આધાર કે આંકડાઓ વગર કેન્દ્ર સરકાર ઉપર આક્ષેપ કરે છે.

અર્જુન મોઢવાડીયાએ મુખ્યમંત્રીને નર્મદા યોજના બાબતે સણસણતા સવાલો પૂછ્યા હતાં કે, જયારે કેન્દ્રમાં એનડીએની સરકાર હતી ત્યારે સાત વર્ષમાં ડેમની ઊંચાઈમાં કોઈ પ્રગતિ કરી શકાઈ નહોતી.

આજે નર્મદા ડેમની ૧૨૧ મીટરની ઊંચાઈએ કમાન્ડ એરીયાના તમામ ૧૮ લાખ હેક્ટર જમીનને પાણી આપી શકાય તેમ છે. પરંતુ ભારતીય જનતા પક્ષની રાજય સરકાર છેલ્લાં ૧૭ વર્ષથી શાસનમાં હોવા છતાં કેનાલ નેટવર્ક પૂરું કરવામાં કોઈની મંજુરીની જરૂર નહોતી, છતાં ૮૫૦૦૦ કિ.મી. લાંબા કેનાલ નેટવર્કમાંથી માત્ર ૧૫૦૦૦ કિ.મી.નું કામ કરી શકાયું છે.ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં જ મુખ્યમંત્રીએ માનીતા ઉદ્યોગપતિઓને ૪ લાખ એકર જેટલી જમીન ૧૫૦ રૂપિયે એકરથી માંડીને ૧૫૦૦ રૂપિએ એકરનાં ભાવે આપી છે. એસ્સાર, એલએન્ડટી અને અદાણીને લાખો ચોરસમીટર જંગલ અને દરિયાકાંઠાની જમીન આપી દીધી.

શહેરી ગરીબો માટે યુપીએ સરકારે સ્લમ ફ્રી સીટી યોજના હેઠળ રાજીવ આવાસ યોજના હેટળ જેટલાં મકાન બાંધવા હોય તેટલાં તમામની સહાય આપવાનું નક્કી કર્યું છે.

આ ઉપરાંત ગુજરાતમાં ભારત સરકાર સંચાલિત વીજ ઉત્પાદન યુનિટો સસ્તા ભાવથી ૨૪૦૦ મેગાવોટ કરતાં વધારે વીજળી ગુજરાતને આપે છે. આ વીજળી ખેડૂતોને બદલે બીજાં રાજયોને અને મોટા ઉદ્યોગ ગૃહોને વેચી દેવાય છે. ગુજરાત સાક્ષરતાનો દર, માતા અને બાળ આરોગ્ય, ઉચ્ચ શિક્ષણની સુવિધા, આઈટી ક્ષેત્રનો વિકાસ તથા વિદેશી મૂડી રોકાણનાં ક્ષેત્રમાં ભાજપનાં ૧૭ વર્ષનાં શાસનમાં દેશનું છેવાડાનું રાજય બન્યું છે. માથાદીઠ રૂ. ૧૮૦૦૦નાં કરજ અને કુલ ૧,૨૧,૦૦૦ કરોડનાં દેવા સાથે ગુજરાત દેશનું સૌથી દેવાદાર રાજય પૈકીનું એક બન્યું.

 

મ્યુનિ. હોસ્પિટલોમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવાશે

લાખો રૂપિયાના ખર્ચે ડોર ફ્રેમ મેટલ ડીટેક્ટર ખરીદાશે

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા. ૨૦

વી.એસ. સહિતની મ્યુનિ. સંચાલિત હોસ્પિટલોમાં સિક્યુરિટી વ્યવસ્થા સઘન બનાવવા સત્તાધીશોએ કવાયત હાથ ધરી છે. મ્યુનિ. હોસ્પિટલોમાં અવારનવાર બનતાં ચોરી, મારા-મારી અને તોડફોડના બનાવો અટકાવવા મ્યુનિ. સત્તાધીશોએ સિક્યુરીટી ઉપરાંત ડોર ફ્રેમ મેટલ ડીટેક્ટર ખરીદવા પણ કાર્યવાહી શરૂ કરી છે. આ માટે તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વી.એસ., શારદાબેન, અને એલ.જી. સહિતની ચાર હોસ્પિટલોમાં રૂા. ૭.૮૦ લાખના ખર્ચે ડોર ફ્રેમ મેટલ ડીટેક્ટર ખરીદવા નિર્ણય કરવામાં આવ્યો હતો. દરમિયાન દર્દીઓની ભારે ભીડ ધરાવતી વી.એસ. હોસ્પિટલમાં શહેર પોલીસની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા પણ મ્યુનિ. સત્તાધીશોએ રજુઆત કરી છે. જેથી હોસ્પિટલમાં વ્યાપેલા અસામાજિક તત્વોના ઉપદ્રવને તેમજ ચોરી-ઘર્ષણના બનાવોને અટકાવી શકાય. ઉલ્લેખનીય છે કે, મ્યુનિ. સંચાલિત હોસ્પિટલોમાં અપૂરતી અને અસક્ષમ સલામતી વ્યવસ્થાને લીધે દર્દીઓ તેમજ દર્દીઓના પરિવારજનોને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડી છે.

 

મુખ્યમંત્રી પ્રજાને ગુમરાહ કરવાનું બંધ કરે : કોંગ્રેસ

પ્રજાની સહાનુભૂતિ મેળવવા મોદી ધરપકડની વાતો કરે છે : મોદીની ધરપકડના હક કેન્દ્રની એજન્સી પાસે નથી

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા. ૨૦

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પંચમહાલ જિલ્લામાં કેન્દ્ર સરકાર તેમને વારંવાર ધરપકડ કરવાની ધમકીઓ આપે છે. અને જો કેન્દ્ર સરકારમાં હિંમત હોય તો તેમની ધરપકડ કરી જુએ એવા તત્કાળ સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ મુખ્યમંત્રીને પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ખાલી વાઘ આવ્યો રે વાઘ અને ગુજરાતની પ્રજાની સહાનુભૂતિ મેળવવાના નુસ્ખા લગાવવાનું બંધ કરીને કેન્દ્ર સરકારે આવી ક્યારે ધમકીઓ આપી તે બાબતે સ્પષ્ટતા કરવી જોઇએ. અર્જુન મોઢવાડિયાએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ ંકે, ૨૦૦૨ પછી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જનરલ મુશર્રફ ગુજરાત ઉપર ચઢી આવવાના છે. ત્રાસવાદીઓ ચઢી આવવાના છે, તેવો ભય બતાવીને નકલી ત્રાસવાદીઓને પકડી લાવીને નકલી એન્કાઉન્ટર કરાવ્યા હતા. આ નકલી એન્કાન્ટરોનો ભાંડો ફૂટી જતાં ગુજરાત ઉપર સીબીઆઇ ચઢી આવી છે. અને સીબીઆઇને કોંગ્રેસ ઇન્વેસ્ટીગેશન બ્યુરો જેવું નામ આપીને પ્રજાની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઇસરત જહાં એન્કાઉન્ટર કેસમાં મોદીના માનીતા અધિકારીઓએ ગુજરાતની પોલીસમાં અવિશ્વાસ દર્શાવીને સીબીઆઇ તપાસની અથવા ગુજરાત બહારની પોલીસની તપાસની માંગણી કરીને મુખ્યમંત્રીના સીબીઆઇ ચઢી આવી છે તેવા નિવેદનનો પર્દાફાશ કરી દીધો હતો.તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની કોઇ એજન્સીઓને મુખ્યમંત્રી ધરપકડ કરવાના અધિકારો પણ નથી અને ધરપકડ કરવાની ઇચ્છા પણ નથી. એટલે મુખ્યમંત્રી આવા જુઠ્ઠાણાઓ ફેલાવીને રાજયની પ્રજાને ગેરમાર્ગે ન દોરે. મુખ્યમંત્રી એમ માનતા હશે કે, ગુજરાતની પ્રજામાં આ પ્રકારે ભય ફેલાવશે. તો તે વાતમાં તથ્ય નથી. મુખ્યમંત્રી માત્ર તેમના માનીતા ઉદ્યોગપતિઓ અને થોડા ધનપતિઓની સહાનુભૂતિ મેળવીને જરૂરથી નાણાં ખંખેરી શકશે, પરંતુ હવે ગુજરાતની પ્રજા મુખ્યમંત્રીને ઓળખી ગઇ એની સહાનુભૂતિ મેળવવામાં નિષ્ફળ જવાના છે.

 

કોંગ્રેસનાં આદિવાસી મહિલા સાંસદ

પ્રભાને ભાજપ કાર્યકરોએ ઢસડીને મંચ પરથી ઉતાર્યા

મુખ્યમંત્રીને રજૂઆત માટે આવતા કોંગીનાં ધારાસભ્યોની ધરપકડ : કોંગ્રેસે બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ,તા.૨૦

રાજયનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે ગોધરા ખાતે કૃષિ મહોત્સવ યોજાયો હતો જેમાં ઉપસ્થિત રહેલાં કોંગ્રેસનાં મહિલા સાંસદ ડાૅ.પ્રભાબેન તાવિયાડને ભાજપનાં કાર્યકરોએ ધક્કા મારીને મંચ પરથી ઉતારી દેવાની ઘટનાને કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા અને વિપક્ષનાં નેતા શક્તિસિંહ ગોહિલે સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે. ગુજરાત વિધાનસભા વિપક્ષનાં નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગોધરા ખાતે આજે યોજાયેલા કૃષિ મહોત્સવમાં કોંગ્રેસનાં સાંસદ ડાૅ. પ્રભાબેન તાવિયાડને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ડાૅ.તાવિયાડે કોંગ્રેસનાં ધારાસભ્યોને પોલીસ સરકારી સમારંભમાં નહીં આવવા દેવા માટે ધરપકડ કરી રહ્યા છે અને સરકારી સમારંભમાં ભાજપનાં હોદ્દેદારો મંચ પર ઉપસ્થિત છે તે વાજબી નથી એવી રજૂઆત કરતાં જ મુખ્યમંત્રીનાં ઈશારે મહિલા આદિવાસી સાંસદ ડાૅ. પ્રભાબહેનને ઢસડીને તેમનાં પર અત્યાચાર કરી જાહેર સરકારી કાર્યક્રમનાં સ્થળેથી પકડીને પોલીસ તેમને સરકીટ હાઉસ મૂકી આવી હતી. મહિલા આદિવાસી સાંસદ પર અત્યાચાર અંગે મુખ્યમંત્રીએ આદિવાસી સમાજની માફી માંગવી જોઈએ. મુખ્યમંત્રીનાં આગમન સમયે કોંગ્રેસનાં ધારાસભ્યો સી.કે.રાઉલજી, હીરાભાઈ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પી.એમ.પટેલ, ગોધરાની પીડીસી બેંક ચાલુ કરવા બાબતે અને જિલ્લાનાં પ્રશ્નો અંગે રજૂઆત જતાં તમામને પકડીને પૂરી દીધા હતાં. આથી સાંસદ ડાૅ. તાવિયાડ મુખ્યમંત્રીને રજૂઆત કરવા જતાં તેમનાં પર ભાજપનાં કાર્યકરોએ અત્યાચાર ગુજાર્યો હતો.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ મોડવાડીયાએ જણાવ્યું હતું કે, મહિલા સાંસદ ડાૅ. પ્રભાબહેન તાવિયાડને ધક્કા મારીને ઢસડીને સ્ટેજ પરથી ધકેલી દેવાની ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે. મુખ્યમંત્રી પ્રજાનાં પૈસે યોજાતા સરકારી કાર્યક્રમો ભાજપનાં કાર્યક્રમો બનાવી રહ્યા છે.

 

કુલ ૪૬૯૦૭ બેઠકો માટે

ઇજનેરી અને ફાર્મસીમાં   આજથી રજિસ્ટ્રેશન શરૂ

હજુ સુધીમાં ૪૬૪૪૫ ફોર્મનું વિતરણ થયું

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા. ૧૯

૧૨ સાયન્સ પછી ઇજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટે આવતીકાલ ૨૦મી મેથી ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરુ કરવામાં આવશે. જયારે ફોર્મ વિતરણની પ્રક્રિયા ૨૯મી મે સુધી ચાલશે. ઇજનેરી-ફાર્મસીમાં હાલ ૪૬૯૦૭ બેઠકો છે. ઇજનેરી-ફાર્મસીમાં હાલ ફોર્મ વિતરણની પ્રક્રિયા ચાલી રહી છે. ફોર્મ વિતરણની વ્યવસ્થા પંજાબ નેશનલ બેંકની ૬૦ શાળાઓમાં આ કાર્યવાહી ચાલી રહી છે. આજે ૬૬૪૫ ફોર્મનું વિતરણ થયું હતું. જયારે અત્યાર સુધીમાં કુલ ૪૬૬૪૫ ફોર્મનું વિતરણ થયું છે. ફોર્મ વિતરણની પ્રક્રિયા ૨૯મી મે સુધી ચાલશે. જયારે ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા આવતીકાલ ૨૦ મેથી શરૂ થશે. ચાલુ વર્ષે પરિણામ ઘટતા ઇજનેરીની ૩૯૦૦૦૨૯, ડિપ્લોમા ફાર્મસી ૮૯૪ અને ડિગ્રી ફાર્મસીની ૬૯૮૪ મળી ૪૬૯૦૭ બેઠકો ભરાઇ જવાની શક્યતા છે. આવતીકાલ સવારે ૯ વાગ્યાથી એસીપીસીની વેબસાઇટ પર ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થશે.

 

તાલુકા સરકારની કેડી દેશમાં ગુજરાતે કંડારી છે : મુખ્યમંત્રી

આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો’નો સેમિનાર શરૂ થયો

(સંપૂર્ણ સમાચાર સેવા)

ગાંધીનગર, તા. ૧૯

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનો પ્રત્યેક તાલુકો વિકાસ માટે પોતાનો ભાગ્યવિધાતા બને એવા નિર્ધાર સાથે તાલુકા સરકારનું ગૌરવરૂપ મોડેલ ઉભું કરવા તાલુકા ક્ષેત્રના તમામ અધિકારીઓને પ્રેરક આહવાન કર્યું છે. મુખ્યમંત્રીએ વિડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું.

સક્ષમ વિકેન્દ્રીત તાલુકા પ્રશાસન ક્રાંતિકારી વિભાવનાને સાકાર કરવા રાજયના તમામ ૨૨૫ તાલુકામાં આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો નો મહત્વાકાંક્ષી કાર્યક્રમ શરૂ થયો છે. તાલુકા સરકારના પ્રજાભિમુખ અભિગમને સાકાર કરવા માટે તાલુકાના તમામ અધિકારીઓ સક્ષમ તાલુકા ટીમ તરીકે પોતાના સામર્થ્ય અને શક્તિની પ્રતીતિ કરાવે તે માટેનું માર્ગદર્શન આપવા આજથી ગુજરાતમાં ત્રણ દિવસ માટે ત્રણ વિભાગીય સેમિનારો યોજવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનનો સેમિનાર આજે રાજકોટમાં યોજવામાં આવ્યો હતો અને આઠ જિલ્લાઓના તમામ તાલુકાઓના મળીને ૬૦૦ જેટલા તાલુકા અધિકારીઓની ૨૨ જૂથ ચર્ચાઓ યોજીને તાલુકાનો સમગ્ર વહીવટ સમર્થ અને શક્તિશાળી બને તે માટે આયોજન રાજયમંત્રી સૌરભભાઇ પટેલ, મુખ્ય સચિવ એ. કે. જોતી તથા મહેસુલ અગ્રસચિવ પી. પનીરવેલ સહિત રાજય તથા જિલ્લા કક્ષાના અધિકારીઓને આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો વિશેની મુખ્યમંત્રીની સંકલ્પનાને ર્મૂિતમંત કરવાની સવિસ્તર ભૂમિકા આપી હતી.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંસાધનોની કોઇ કમી નથી. પરંતુ માત્ર વિભાગોની યોજનાઓનું સુચારુ અમલીકરણ અને ભૌતિક માળખાકીય સુવિધા વિકાસ પુરતો સીમિત ઉદ્દેશ આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકા નો જ નથી જ. તાલુકાના પ્રત્યેક ગામમાં વિકાસનો ધબકાર ઝીલાય અને છેવાડાના સામાન્ય માનવીની જીંદગીમાં બદલાવ આવે, તાલુકાની તમામ વહીવટી શક્તિ પૂરા મિજાજની ટીમ તાલુકાની તાકાત વિકાસના વિઝનને નિતનવા આયામો સાથે સાકાર કરે એવી અપેક્ષા

છે.

 

પૂર્વ મુખ્યમંત્રીની વેધક વાણીથી બ્રાહ્મણો ખફા

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા. ૧૯

ગુજરાત પૂર્વ મુખ્યમંત્રીએ જૂનાગઢ ખાતે શૈક્ષણિક સંકુલના નામકરણના કાર્યક્રમ વેળા બ્રાહ્મણ સમાજને ઉચ્ચારી કેટલીક વેધક વાણી કરી હોવાનો બ્રહ્મ સેવા સમાજ ગુજરાત દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

બ્રહ્મ સેવા સમાજના અગ્રણી મનોજ જોષીએ આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું કે, આ મુખ્યમંત્રીએ અગાઉ પણ બ્રહ્મસમાજ માટે અપમાનજનક વાણીનો ઉપયોગ કર્યો છે. તેમણે આવી અપમાનજનક વાણી સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બ્રાહ્મણ એ છે કે જેનામાં ભગવાન અને રાષ્ટ્ર માટે વિશ્વાસ અને ભાવના હોય છે. રાજયના બ્રાહ્મણો આ બાબતની ગંભીર નોંધ લેશે. અને આગામી સમયમાં બ્રાહ્મણ સંમેલનમાં આ બાબતની ચર્ચા પણ હાથ ધરવામાં આવશે.

 

કપાસની નિકાસ વધારવા કેન્દ્ર સરકારની હૈયાધારણ

અર્જુન મોઢવાડિયાનાં નેતૃત્વમાં દિલ્હીમાં રજુઆત કરાઈ કોટન બોર્ડની બેઠક બોલાવી ટૂંક સમયમાં નિર્ણય લેવાશે

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા. ૧૯

કપાસની નિકાસના કવોટા વધારવાની માગણી સાથે ગુજરાત-સૌરાષ્ટ્રના જીનીંગ મિલોએ અચોક્કસ મુદતની હડતાળ પાડી હતી. જીનીંગ મિલ એસો.ના પ્રતિનિધિઓ, કોંગ્રેસના ધારાસભ્યો અને અર્જુન મોઢવાડિયાની આગેવાનીમાં કોંગ્રેસ અધ્યક્ષાના પ્રધાન દયાનિધિ મારનને મળીને રજુઆત કરાતાં કોટન એડવાઇઝરી બોર્ડની બેઠક બોલાવીને વધારાની ૧૫ લાખ ગાંસડીઓના નિકાસની છૂટ આપવાની ખાતરી આપી હતી.

દિલ્હીમાં પ્રતિનિધિ મંડળે એવી પણ ફરિયાદ કરી હતી કે ગુજરાતમાં લઘુત્તમ ટેકાના ભાવે ગુજરાત સરકારને રૂા. ૨૩૪ના ભાવે ઘઉં ખરીદવાની મંજૂરી આપી હોવા છતાં ગુજરાત સરકાર ખેડૂતો પાસેથી પુરતા ઘઉં ખરીદતી નથી. મોઢવાડિયાએ એવી પણ રજુઆત કરી હતી કે, યુપીએ શાસનમાં ખેડૂતોને કપાસના સારા ભાવો મળ્યા છે. હાલ ખેડૂતો, ટ્રેડર્સ અને જીનરો પાસે ૫૦ લાખ ગાંસડીનો જથ્થો પડ્યો હોવાનો અંદાજ છે. જરૂરિયાત કરતાં વધુ જથ્થો હોવાથી કપાસના ભાવ ગગડી ગયા છે. ખેડૂતોને આંતરરાષ્ટ્રીય ભાવ મળે તે માટે વધારાની ૧૦ થી ૧૫ લાખ ગાંસડીઓની નિકાસ જરૂરી છે. પ્રતિનિધિ મંડળ નાણામંત્રી પ્રણવ મુખરજીને પણ મળ્યું હતું. તેમણે ખાતરી આપી હતી કે, ખેતપેદાશોના વ્યાજબી ભાવ મળે તે માટે સરકાર કટિબદ્ધ છે.

 

મ્યુનિ.ના સત્તાધીશો દ્વારા ચાર અધિકારીની ઉચ્ચપદે નિમણુંક

મ્યુનિ. કમિશનર આઇપી ગૌતમ ૧૯મી મેથી રજાઓ પર

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા. ૧૭

મ્યુનિ. સત્તાધીશો દ્વારા આજે ચાર અધિકારીઓને ઉચ્ચપદે નિમણુંક આપવા નિર્ણય કરાયો હતો. જયારે મ્યુનિ. કમિશનર ૧૯મી મેથી રજાઓ પર ઉતરતાં હોવાથી તેમનો ચાર્જ ગુજરાત ખનિજ વિકાસ નિગમ લી. ના મેનેજીંગ ડિરેક્ટર વસંત ગઢવી સંભાળશે. મ્યુનિ. કોર્પોરેશન દાણાપીઠ ખાતે આજે મળેલી બેઠકમાં મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે, ચાર અધિકારીઓને ઉચ્ચપદે નિમણુંક આપવા નિર્ણય કરાયો છે. આ તમામ જગ્યાઓ સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ દ્વારા એચઓડી સમકક્ષ બનાવવામાં આવી છે. જેમાં બીઆરટીએસમાં હર્ષદ સોલંકીને તથા સાબરમતી રિવરફ્રન્ટમાં દિપક ત્રિવેદીને જનરલ મેનેજરપદે નિમણુંક આપવામાં આવી છે. દરમિયાન મ્યુનિ. કોર્પોરેશનમાં ચીફ એકાઉન્ટન્ટ પદે જનક દવેને બઢતી આપવા તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાંં નરેશ રાજપુતને ડાયરેક્ટર પદે નિમણુંક આપવા નિર્ણય કરાયો હતો. ઉપરાંત અન્ય બે અધિકારીને ડે. સીટી ઇજનેર તરીકે બઢતી અપાઇ હતી. દરમિયાન મ્યુનિ. કમિશનર આઇ. પી. ગૌતમ ૧૯મી મેથી ૫ જુન સુધી રજાઓ પર હોવાથી તેમનો ચાર્જ ગુજરાત ખનિજ વિકાસ નિગમ લી.ના મેનેજીંગ ડિરેક્ટર વસંત ગઢવી સંભાળશે. ઉલ્લેખનીય છે કે વસંત ગઢવી અગાઉ અમદાવાદમાં કલેક્ટરપદે ફરજ બજાવી ચુક્યા છે.

 

બધી યોજનાનો ફાયદો સાચા લાભાર્થીને જ મળવો જોઇએ

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે પરામર્શ બેઠકમાં વિવિધ સૂચનો કરાયાઃગાંધીનગરમાં મિટિંગ થઈ

(સંપૂર્ણ સમાચાર સેવા)

ગાંધીનગર, તા. ૧૭

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંસદસભ્યો -ધારાસભ્યોની પરામર્શ સમિતિની બેઠક મંત્રી ફકીરભાઇ વાઘેલાના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી.

બેઠકમાં મંત્રી ફકીરભાઇ વાઘેલાએ જણાવ્યું કે, રાજય સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ સાચા લાભાર્થીઓને મળે તે માટે પદાધિકારીઓનું સક્રિય રહેવું અત્યંત જરૂરી છે. યોજનામાં કોઇ ફેરફાર કરવાના હોય અથવા તો તેનો લાભ વધુ લોકોને મળી શકે તેમ હોય તેવા સૂચનો આવકારતાં મંત્રીએ કહ્યું કે, પ્રજાના પ્રતિનિધિઓ લાભાર્થીઓ અને અધિકારીઓ વચ્ચે સેતુ સમાન છે. બેઠકમાં રજૂ થયેલા સૂચનો જેવા કે આવાસ યોજના, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના, કન્યા કેળવણીને ઉત્તેજન આપવા નવી આશ્રમ શાળાઓ, ઓબીસી પ્રમાણપત્રો મેળવવાની પ્રક્રિયાનું વધુ સરળીકરણ, આશ્રમશાળાઓને એસ.એસ.એ. અંતર્ગત સમાવી લેવું, દિનદયાળ આવાસ યોજનાઓને વધુમાં વધુ પ્રજાલક્ષી બને તેવા પ્રયત્નો પર ભાર મુક્યો હતો તેમજ વધુમાં વધુ પદાધિકારીઓ યોજનાઓના અમલમાં સાચા અર્થમાં જોડાય તેવા સૂચનો કર્યા હતા.

રાજયમંત્રી વાસણભાઇ આહીરે પ્રતિનિધિઓ તરફથી સૂચનો પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, રાજય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી વધુ લોકો સુધી પહોંચે અને તેની વધુ તકેદારી લઇ જનપ્રતિનિધિઓ તેમજ પદાધિકારીઓ આત્મસૂઝથી કામ કરશે તો સામાન્ય જનતાના સાચા આશીર્વાદ મળશે તેમજ ર્સ્વિણમ ઉજવણીના ભાગરૂપે ખેલમહાકુંભ, ર્સ્વિણમ ચેસ મહોત્સવ, તાનારીરી મહોત્સવ અને ઉત્તરાર્ધ મહોત્સવ સાચા અર્થમાં લોકઉત્સવ બની રહ્યા હતા તેમ કહ્યું હતું.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope