All posts by Sampurna Samachar

૧૨ કરોડની છેતરપિંડી કાંડમાં દેસાઈ બંધુઓની ધરપકડ

સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ થઈ હતી
સુરતમાં આરોપીઓ ઉપર રૂપિયા પડાવી લઈને જમીનના કાગળિયા માટે લટકાવી રાખવાનો સંગીન આરોપ હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત,તા.૧૧
સુરતની સોસણન લગાડી જેવી જમીન મામલે સતત ફરિયાદો સામે આવે છે ત્યારે સુરતના કોસાડની એક જમીન વેચ્યા બાદ રૂપિયા ૧૨ કરોડ પડાવી લઇને જમીન મલિકને દસ્તાવેજ નહિ કરી આપી છેતરપિંડી કરતા જમીન માલિક સામે આ મામલે સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી આરોપી દેસાઈ બંધુઓની ધરપપકડ કરી છે સુરતના અડાજણ ખાતે રહેતા વિપુલ પટેલે કોસાડ ખાતે આવેલી ૧૩૦૫૦ ચોરસ મીટર જગ્યા વેચાણ કરવાની હોવાથી આ જમીનના મલિક પિન્ટુ દેસાઈ, અશ્વિન દેસાઈ અને દેવાંગ દેસાઈનો સંપર્ક કર્યો હતો. જોકે પિન્ટુ પોતાના હિસ્સાની જમીન ૧૫ કરોડ માં વેચવા માંગતો હતો. જોકે આ જમીનનો સોદો નક્કી કર્યા બાદ વિપુલ ભાઈ દ્વારા જમીને લઇને આ દેસાઈ બંધુને રૂપિયા ૧૨ કરોડ ચૂકવી આપ્યા હતા અને સોદા ખાતે કરી આપ્યો હતો. જોકે જમીનમાં બ્લોક વિભાજનનો સમય લાગશે જેને લઈને દસ્તાવેજ કરી આપ્યો ન્હોતો. જોકે સુરતમાં જમીન સોનાની લગાડી કહેવાય જેના દિવસે દિવસે ભાવ વધતા આ દેસાઈ બધુંની નજર બગડતા પહેલા સોદાખત વિપુલ ભાઈ પાસેથી પડાવી લઈને દસ્તાવેજ ન કરી આપી છેતરપિંડી કરી રહ્યા હતા. જેને લઈને જમીન ખરીદનાર વિપુલ ભાઈને ખબર પડીકે આ જમીન આ ભાઈઓ વેચવાની ફિરાકમાં ફરી રહ્યા છે. જોકે વિપુલ ભાઈ એ ક્યાં દસ્તાવેજ અથવા રરૂપીયા ૧૨ કરોડ રૂપિયા પરત માંગતા જમીનના ભાવ વધી ગયા છે, જો વધુ રૂપિયા આપશો તો દસ્તાવેજ કરી આપવાની વાત કરી હતી. જોકે આ દેસાઈ બંધુ વિપુલ ભાઈ સાથે છેતરપિંડી કરતા હોવાનું લાગતા તેમણે આ મામલે સુરત ઝ્રૈંડ્ઢ ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી આ દેસાઈ બધું માંથી પિન્ટુ અને અને તેના ભાઈ આશિષ દેસાઈની ધરપકડ કરી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે. ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં જમીન-મકાનના પ્રકરણો દિનપ્રતિદિન વિવાદમાં આવતા હોય છે. રાજ્યના આર્થિક પાટનગરમાં જમીનોની અને મિલકતની અદવાતમાં ખૂન જેવા સંગીનો ગુનાઓ પણ આકાર લેતા હોય છે. દરમિયાન તાજેતરમાં જ વિવાદિત શૈલેષ ભટ્ટ અને બિલ્ડરની વચ્ચે ચાલી રહેલી તકરાર ચર્ચાની એરણે છે ત્યારે વધુ એક કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ સામે આવ્યું છે. જોકે, આ મામલે હાઇપ્રોફાઇલ જમીનનો હોવાના કારણે સીઆઈડી ક્રાઇમની ફરિયાદમાં તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા છે.

 

તારા પિતાએ કંઈ આપ્યું નથી કહી મહિલાને ત્રાસ

ત્રાસ ગુજારવાનો વધુ એક કિસ્સા સામે આવ્યો
બીજે લગ્ન થયા હોત તો દસ લાખ રુપિયાનું દહેજ મળ્યું હોત એમ કહી પરીણિતાને પિયરથી પૈસા લાવવા દબાણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૧
શહેરમાં જે પ્રકારે ઘરેલુ હિંસાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, તે જોતાં એમ લાગી રહ્યું છે કે હજી પણ કેટલાક લોકો દહેજના દાનવો બનીને મહિલાને ત્રાસ આપી રહ્યા છે. છેલ્લા કેટલાક સમય માં દહેજને લઇ ને મહિલાને આપવામાં આવતા શારીરિક અને માનસિક ત્રાસની અનેક ફરિયાદો નોંધાવા પામી છે. ત્યારે વધુ એક બનાવ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં જોવા મળ્યો છે. આ કિસ્સામાં મહિલાને પિતાની આર્થિક સ્થિતિના નામે સાસુ-સસરા અને નણંદ મહેણા ટોણાં મારતા હતા. ઉપરાંત સસરાએ માર માર્યો હોવાનો પણ આક્ષેપ છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોલીસ ફરિયાદ આપી છે કે લગ્નનાં બે વર્ષ બાદ તેના સાસરીયા નાની નાની બાબતોમાં તેનો વાંક કાઢી ઝઘડો કરતા અને તેનો પતિ તેને અવાર નવાર માનસિક ત્રાસ આપતો હતો. એટલું જ નહિ તેના સાસુ સસરા અને નણંદ વારંવાર મેણા ટોણા પણ મારતા હતા કે તું ગરીબ ઘરમાંથી આવે છે તારા મા-બાપે તને દહેજમાં કશું આપ્યું નથી. જો મારા દીકરાના લગ્ન બીજે ક્યાંક થયા હોત રૂપિયા ૧૦ લાખ દહેજના આવત, તેમ કહીને પરણિતાના પિતાના ત્યાંથી દહેજ લાવવા માટે વારંવાર કહેતા હતા. જ્યારે ૭મી સપ્ટેમ્બરે બપોરના સમયે ફરિયાદીનો દીકરો રહ્યો હતો તે દરમિયાન પણ તેના સાસુ-સસરા અને નણંદે તેની સાથે બોલાચાલી કરી ત્યાં સસરાએ તને બાળકો સંભાળતા આવડતું નથી તેમ કહીને બે-ત્રણ લાફા મારી દીધા હતા. ફરિયાદીએ એ આ બાબતની જાણ તેના પિતાને કરતા તેના પિતા અને ભાઈ તેમના ઘરે આવ્યા હતા. જોકે ફરિયાદીના સાસરિયાઓએ તેની સાથે ઝઘડો કરીને ફરિયાદીને પુત્ર સાથે ઘરની બહાર કાઢી મુકતા ફરિયાદીએ પોલીસને આ સમગ્ર મામલાની જાણ કરી હતી. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે મહિલાના પતિ અને સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં વર્તમાન સમયમાં જ દહેજનો એક હાઇપ્રોફાઇલ કેસ ચાલી રહ્યો છે. શહેરના પોપ્યુલર બિલ્ડરના કેસમાં પુત્રવધુને ત્રાસ અને રૂપિયાની લેતી-દેતીના મામલે જ્યારે કરોડપતિ પરિવાર પણ વિવાદની એરણે આવી ગયું હોય ત્યારે એક બાબત સાબિત થાય છે કે દહેજ એ આપણા સમાજને ઉધઈની જેમ કોરી ખાઈ રહેલી સમસ્યા છે. આ કિસ્સામાં મહિલાને અસહ્ય ત્રાસ થતા તેણે ફરિયાદ નોંધાવી હોવાની વિગતો સપાટી પર આવી રહી છે.

 

ટ્રાફિક ઈ-મેમો પેટે ૪૦.૩ કરોડ દંડની વસૂલાત બાકી

અમદાવાદીઓના ૧૭.૪ લાખ ઈ-મેમોનો દંડ બાકી
એક વર્ષમાં શહેરના ૧૧૧ ચાર રસ્તા પર લાગેલા કેમેરા દ્વારા કુલ ૨૬.૩ લાખ ઈ-મેમો જનરેટ કરવામાં આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૧
અમદાવાદ ટ્રાફિક સિગ્નલ્સ પર કેમેરા લાગી જતા અમદાવાદીઓ નિયમોનું પાલન કરતાં થયાં છે. જોકે, જે લોકોને સુધરવું જ નથી, તેઓ કેમેરાને પણ ગાંઠવાનું નામ નથી લઈ રહ્યાં. ૨૦૧૮થી શહેરમાં ટ્રાફિકના નિયમો તોડતા કેમેરામાં ઝડપાયેલાં લોકોનાં ઈ-મેમો ઘરે મોકલવામાં આવે છે, પરંતુ અમદાવાદીઓએ હજુય ૧૭ લાખ મેમો ભર્યા જ નથી. છેલ્લા એક વર્ષમાં અમદાવાદના ૧૧૧ જેટલા ટ્રાફિક જંક્શ પર લાગેલા કેમેરા દ્વારા કુલ ૨૬.૩ લાખ ઈ-મેમો જનરેટ થયા હતા. જેમાંથી ૮.૯ લાખ મેમોનો જ ૧૮.૫ કરોડ જેટલો દંડ ભરાયો હતો. જ્યારે, ૧૭.૪ લાખ જેટલા ના ભરાયેલા મેમોના દંડની રકમ ૪૦.૩ કરોડ રુપિયા જેટલી થવા જાય છે. આમ, લગભગ ૪૫ ટકા જેટલા ઈ-મેમો ભરાયા જ નથી. બીજી તરફ, કુલ ૨૬.૩ લાખ ઈ-મેમોના દંડની ૫૮.૮ કરોડની રકમમાંથી ૧૮.૫ કરોડનો દંડ જ લોકોએ ભર્યો છે. મતલબ કે, દંડની રકમની વસૂલાત તો અડધાથી પણ ઓછી છે. કેટલાક ઈ-મેમો તો છેક ૨૦૧૯ના છે, કે જેમનો દંડ હજુ સુધી નથી ભરાયો. આમ, ના ભરાયેલા ઈ-મેમોના દંડની રકમ ૪૦ કરોડ રુપિયા જેટલી થવા જાય છે. અમદાવાદીઓનું આ મામલે વર્તન સમજવા માટે ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી હૈદરાબાદ અને દિલ્હી સ્થિત ઈન્દ્રપ્રસ્થ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દ્વારા સરવે કરવામાં આવ્યો હતો. જેમાં ૨૬.૩ લાખ જેટલા ઈ-મેમોનું એનાલિસિસ કરાયું હતું. અમદાવાદીઓએ આ ગાળામાં ૧૦૦૦ રુપિયાથી ઓછો દંડ હોય તેવા ૮.૯ લાખ ઈ-મેમો ભર્યા હતા, જેની ટકાવારી કુલ ઈ-મેમોના ૩૪ ટકા જેટલી થાય છે. જોકે, દંડની રકમ ૧,૦૦૦ રુપિયાથી વધારે હોય તેવા કિસ્સામાં માત્ર ૧૯ ટકા ઈ-મેમો જ ભરવામાં આવ્યા છે. સરવેમાં એ પણ જાણવા મળ્યું હતું કે ઓવરસ્પીડિંગના ઈ-મેમો લોકો ભરી દે છે, પરંતુ બીઆરટીએસ લેનમાં ઘૂસવા બદલ મળેલો મેમો ભરવાનું પ્રમાણ ઓછું છે. એવું પણ ધ્યાને આવ્યું છે કે ઈ-મેમો ના ભરનારાઓમાં મોટાભાગના લોકો વારંવાર નિયમો તોડે છે, અને તેમના નામે એકથી વધુ ઈ-મેમો જનરેટ થયા છે. સરવેમાં મળેલી માહિતી અનુસાર, ૫૭ ટકા ઈ-મેમો રિપિટેડ ઓફેન્ડર્સને ઈશ્યૂ થયેલા છે. સપ્ટેમ્બર ૨૦૧૯માં ટ્રાફિકના નિયમો કડક બનાવાયા હતા, અને દંડની રકમમાં પણ જંગી વધારો કરાયો હતો. નવાઈની વાત એ છે કે, સપ્ટેમ્બર ૨૦૧૯માં જનરેટ થયેલા ઈ-મેમોની સંખ્યા સપ્ટેમ્બર ૨૦૧૮માં જનરેટ થયેલા ઈ-મેમો કરતા ૧૫ ટકા વધારે હતી.

 

શાહરુખની ટ્રિનિબાગો નાઈડ રાઈડર્સ CPLમાં ચેમ્પિયન

CPL ફાઈનલઃ પ્રિતી ઝિન્ટાની ટીમનો પરાજય
શાહરૂખ ખાનની માલિકીવાળી ટીમ ત્રિનિબાગો નાઈટ રાઈડર્સે ચોથીવાર કેેરેબિયન પ્રીમિયર લીગ જીતી લીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ત્રિનિદાદ,તા.૧૧
કેરેબિયન પ્રીમિયર લીગમાં વર્તમાન ૨૦૨૦ સિઝનનો ચેમ્પિયન મળી ગયો છે. શાહરૂખ ખાનની માલિકીવાળી ત્રિનબાગો નાઈટ રાઈડર્સે પ્રીતિ ઝિન્ટાની સેન્ટ લૂસિયા જૉક્સને ૮ વિકેટથી હરાવી દીધી છે. બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં સેન્ટ લૂસિયાએ ૧૫૪ રન બનાવ્યા હતા જે ત્રિનબાગો નાઈટ રાઈડર્સે ૧૮.૧ ઓવર્સમાં ૨ વિકેટ ગુમાવી ૧૫૭ રન બનાવી હાસલ કરી લીધો હતો. આ રીતે ત્રિનબાગોની ટીમ ચોથી વખત સીપીએલનું ટાઈટલ જીતવામાં સફળ રહી. ત્રિનબાગો નાઈટ રાઈટર્સની આ જીતમાં કેપ્ટન કિરોન પોલાર્ડનું મહત્વનું યોગદાન રહ્યું જેણે ઘાતક બોલિંગ કરતા ૪ વિકેટો ઝડપી. ત્યારબાદ લેન્ડલ સિમન્સ અને ડેરેન બ્રાવોએ પણ મહત્વની ભૂમિકા ભજવી. સિમન્સ ૪૯ બોલમાં અણનમ ૮૪ રનની ઈનિંગ્સ રમી જેમાં ૮ ચોગ્ગા અને ૪ છગ્ગા ફટકાર્યા. જ્યારે ડેરેન બ્રાવોએ ૪૭ બોલમાં ૨ ચોગ્ગા અને ૬ છગ્ગાની મદદથી અણનમ ૫૮ રન બનાવ્યા. ૧૫૫ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીકેઆર ટીમની શરૂઆત ખરાબ રહી હતી. તેણે ૧૩ રનના સ્કોર પર ઓપનર ટી વેબસ્ટરના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી. ત્યારબાદ ટિમ સેફર્ટ (૪)પણ સસ્તામાં આઉટ થઈ ગયો. આવામાં ટીમનો સ્કોર બે વિકેટે ૧૯ રન થઈ ગયો. બે વિકેટો પડ્યા બાદ લેન્ડલ સિમન્સ અને ડ્‌વેન બ્રાવોએ સેન્ટ લૂસિયાના બોલર્સને ચારેબાજુ ફટકાર્યા. આ બંને બેટ્‌સમેનોના કારણે ટીમ ૯ ઓવરમાં ૫૦ અને ૧૩.૫ ઓવર્સમાં ૧૦૦ રન પૂરા કર્યા. સિમન્સે ૩૧ બોલમાં ૫૦ રન પૂરા કર્યા. બીજી તરફ બ્રાવોએ ૪૭ બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. તેણે જ વિજયી ચોગ્ગો ફટકાર્યો. આના પહેલા ટૉસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી સેન્ટ લૂસિયાની ટીમે ૧૯.૧ ઓવર્સમાં ઑલઆઉટ થઈ ૧૫૪ રન બનાવ્યા. ટીમ તરફથી આન્દ્રે ફ્લેચરે સૌથી વધુ ૩૯ રન બનાવ્યા.ત્રિનબાગો માટે કેપ્ટન પોલાર્ડે સૌથી વધુ ૪, ફવાદ અહમદ અને અલી ખાને બે-બે વિકેટો ઝડપી હતી.

 

એમેઝોન રિલાયન્સ રિટેલનો ૪૦ ટકાનો હિસ્સો ખરીદશે?

એમેેઝોને ૨૦૧૯માં ફ્ચુચર રિટેલમાં રોકાણ કર્યું હતું
રિટેલ માર્કેટમાં એકબીજાના સ્પર્ધક મનાતા એમેઝોન અને રિલાયન્સ રિટેલ હવે સાથે મળીને બિઝનેસ કરશે?
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૧૧
મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે પોતાના લોકલ રિટેલ યુનિટમાં એમેઝોનને નોંધપાત્ર ભાગીદારીની ઓફર આપી છે. જો આ ઓફર ડીલમાં પરિણમી તો હાલ એકબીજાના સ્પર્ધક મનાતા એમેઝોન અને રિલાયન્સ રિટેલ્સ એક જ પ્લેટફોર્મ પર આવી જશે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, આરઆઈએલએ એમેઝોનને ૨૦ અબજ ડોલરમાં ૪૦ ટકા હિસ્સો ઓફર કર્યો છે. જો આ ડીલ થઈ ગઈ તો તે દેશની સૌથી મોટી ડીલ બની રહેશે. ઉલ્લેખનીય છે કે, એમેઝોને ૨૦૧૯માં ફ્યુચર રિટેલમાં રોકાણ કર્યું હતું, અને તાજેતરમાં જ મુકેશ અંબાણીએ ફ્યુચર રિટેલને ખરીદી લીધી છે. એમેઝોન સિવાય બીજા પણ આંતરરાષ્ટ્રીય ઈક્વિટી ફંડ રિલાયન્સ રિટેલમાં રોકાણ કરવાની તક શોધી રહ્યા છે. હાલના નિયમો અનુસાર, ભારતીય કંપનીમાં ૪૯ ટકા જેટલું વિદેશી રોકાણ શક્ય છે. આ સંભવતઃ ડીલના અહેવાલને પરિણામે ગઈકાલે રિલાયન્સનો શેર જોરદાર ઉછળ્યો હતો, અને પોતાની ૫૨ વીકની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ૨૩૧૯ રુપિયાના સ્તરે બંધ રહ્યો હતો. શેરમાં આવેલા તોતિંગ ઉછાળાને કારણે રિલાયન્સનું વેલ્યૂએશન ૨૦૮ બિલિયન ડોલરે પહોંચ્યું હતું. આ સિમાચિન્હ હાંસલ કરનારી રિલાયન્સ પહેલી ભારતીય અને વિશ્વની ૪૦મી કંપની બની ગઈ છે. હજુ પાંચ વર્ષ પહેલા આરઆઈએલનું વેલ્યૂએશન ૪૩ બિલિયન ડોલર હતું, અને કંપનીનો બિઝનેસ મોટાભાગે મ્૨મ્ હતો. જોકે, કન્ઝ્‌યુમર ફોકસ્ડ બિઝનેસ જેવા કે ટેલીકોમ અને રિટેલમાં એન્ટ્રી સાથે જ પાંચ વર્ષમાં કંપનીનું વેલ્યૂએશન ચાર ગણું વધી ગયું છે. રિલાયન્સ એશિયાની ૧૦ સૌથી મૂલ્યવાન કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે, અને વૈશ્વિક સ્તરે ૪૦ સૌથી મૂલ્યવાન કંપનીઓમાં રિલાયન્સ એકમાત્ર ભારતીય કંપની છે. છેલ્લા બે વર્ષમાં બીએસઈનું માર્કેટ કેપ ૧૫૫ લાખ કરોડ રુપિયાની આસપાસ યથાવત રહ્યું છે.

 

મે મહિના સુધીમાં ૬૪ લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા

ICMR નેશનલ સીરો સર્વેના પરિણામ જાહેર
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ દેશભરના પ્રથમ તબક્કાના સીરો સર્વેના પરિણામની જાહેરાત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૧૧
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ દેશભરના પહેલા ચરણના સીરો સર્વેના પરિણામની જાહેરાત કરી દીધી છે. આ પરિણામ હેરાન કરી દે તેવા છે. સર્વે મુજબ મે મહિના સુધી દેશમાં લગભગ ૬૪ લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ગયા. પહેલીવાર રાષ્ટ્રીય સ્તરે આ સર્વે કરવામાં આવ્યો છે. મે સુધી ૦.૭૩% વયસ્ક એટલે કે ૬૪ લાખ (૬૪,૬૮,૩૮૮) લોકોને કોરોના વાયરસથી સંપર્કમાં આવવાનું અનુમાન લગાવવામાં આવે છે. સર્વેથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આરટી-પીસીઆર ટેસ્ટથી કોરોનાના દરેક મામલાની પુષ્ટિ માટે ભારતમાં ૮૨-૧૩૦ સંક્રમણ હતું. સેરો સર્વેથી એવું પણ જાણવા મળ્યું છે કે ગામના લગભગ ૪૪ લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. આ સર્વે હેઠળ સામાન્ય રીતે એ વાત જાણી શકાય છે કે કયા જિલ્લા કે શહેરમાં કેટલા લોકો કોરોનાથી સંક્રમિત થઈને ઠીક થઈ ચૂક્યા છે. શરીરમાં ઉપસ્થિત એન્ટીબોડીથી તેના વિશે જાણી શકાય છે. આ ઉપરાંત તેનાથી એવું પણ જાણી શકાય છે કે શું કોરોના કોમ્યુનિટી ટ્રાન્સમિશનના ઓર તો નથી પહોંચી ગયો ને. સીરો સર્વેનું પહેલું ચરણ આ વર્ષે અલગ-અલગ શહેરો અને રાજ્યોમાં લૉકડાઉન દરમિયાન મે મહિનામાં હાથ ધરવામાં આવ્યું હતું. આઈસીએમઆર મુજબ, આ સર્વે ૧૧ મેથી લઈને ૪ જૂનની વચ્ચે કરાવવામાં આવ્યો. આ દરમિયાન ૨૮,૦૦૦ વયસ્કોના સેમ્પલ લેવામાં આવ્યા. આ સર્વે ૨૧ રાજ્યોના ૭૦ જિલ્લાઓમાં હાથ ધરવામાં આવ્યો. આ સર્વે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં થયો. વિસ્તારોના હિસાબથી પોઝિટિવિટી આવી રીતે રહી- ગ્રામિણ- ૬૯.૪%, શહેરી ઝૂંપડપટ્ટી વિસ્તાર- ૧૫.૯%, શહેરી નોન-સ્લમ વિસ્તાર- ૧૪.૬%. ઉંમરના હિસાબથી પોઝિટિવિટી રેટ આ પ્રકારે રહ્યો ૧૮-૪૫ વર્ષ- ૪૩.૩% , ૪૬-૬૦ વર્ષ- ૩૯.૫% , ૬૦ વર્ષથી ઉપર- ૧૭.૨% રહ્યો. દેશમાં કોવિડ-૧૯ના મામલા ૪૦ લાખના આંકડાને પાર કરવાની સાથે તેના ગ્રામ્ય વિસ્તારમાં ફેલાવાને લઈ ચિંતા વધી ગઈ છે કારણ કે ત્યાં ચિકિત્સા સુવિધાઓના માળખામાં અભાવ છે. ભારતની ૧.૩ અબજ વસ્તીના ૬૫ ટકા હિસ્સો ગામોમાં છે અને હાઉ ઈન્ડિયા લિવ્સ વેબસાઇટ મુજબ દેશમાં ૭૧૪ જિલ્લામાં કોરોના વાયરસ સંક્રમણના મામલા સામે આવ્યા છે, જેનાથી ૯૪.૭૬ ટકા વસ્તી ખતરાનો સામનો કરી રહી છે.

 

પેન્ગોંગની અગત્યની ચોટીઓ ઉપર ભારતે પકડ મજબૂત કરી

મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કરવામાં આવ્યા
૨૯-૩૦ ઓગસ્ટે થયેલા ઘર્ષણ બાદથી ભારતના સૈનિક પેન્ગોગ લેકના દક્ષિણ કિનારા પર ઊંચી ચોટી પર પહોંચ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
લેહ,તા.૧૧
લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર પેન્ગોગ લેકની પાસે તણાવ સતત વધતો જઈ રહ્યો છે. સૂત્રો મુજબ, ફિંગર ૩ની પાસે ભારત તરફથી મોટી સંખ્યામાં સૈનિકોને તેનાત કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ૪૮ કલાકમાં પેન્ગોગ લેકના ઉત્તરમાં હલચલ ઘણી વધી ગઈ છે. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ, પેન્ગોગ લેકના પશ્ચિમની તરફ ચીન આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યું છે. મૂળે, ૨૯-૩૦ ઓગસ્ટે થયેલા ઘર્ષણ બાદથી ભારતના સૈનિક હવે પેન્ગોગ લેકના દક્ષિણ કિનારા પર ઊંચી ચોટીઓ પર પહોંચી ગયા છે. જ્યારે ચીનની સેના અહીં નીચેના વિસ્તારોમાં છે. એવામાં ચીનની આગની તરફ વધવાનો પ્રયાસ કરી રહ્યું છે. સૂત્રોના હવાલાથી દાવો કર્યો કે ચીને વાતચીત બાદ પણ ફિંગર ૪નો વિસ્તાર હજુ ખાલી નથી કર્યો. મંગળવારની રાત્રે આ વિસ્તારોમાં ચીને લગભગ ૨૦૦૦ સૈનિક તૈનાત કરી દીધા. ચીનની હરકત બાદ ભારતે પણ ફિંગર ૩ની પાસે લગભગ આટલી જ સંખ્યામાં આર્મીને તૈનાત કરી દીધી. જેથી વિસ્તારમાં તણાવ ઘણો વધી ગયો છે. સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે બંને દેશોની સેના એક બીજાથી માત્ર ૫૦૦ મીટરના અંતરે ઊભી છે. તેઓએ કહ્યું કે, બંને દેશોની સેના હથિયારથી સજ્જ છે. ઊંચી પહાડીઓથી તેઓ એક બીજાને જોઈ રહી છે. અહીં રાત્રે અત્યારથી જ કાતીલ ઠંડી પડી રહી છે. બીજી તરફ, વધુ એક સૂત્રનું કહેવું છે કે ભારતે અહીં કોઈ વધારાની સેનાની તૈનાતી નથી કરી પરંતુ આસપાસના વિસ્તારોમાં સેનાની ટુકડીઓને અહીં એકત્ર કરવામાં આવી છે. ભારતીય સેનાએ પેન્ગોગ ત્સો લેકના કિનારા ફિંગર ૪ પર ચીની સેનાની સ્થિતિને જોતાં ઊંચાઈની પહાડીઓ પર કબજો કરી લીધો છે. સૂત્રોના હવાલાથી એ વાતની જાણકારી મળી છે. સૂત્રોએ જણાવ્યું કે ઓગસ્ટના અંતમાં પેન્ગોગ ત્સો લેકના દક્ષિણ કિનારાની પાસે ઊંચાઈઓ પર કબજો કરવા માટે પૂર્વવર્તી કાર્યવાહીઓ સાથે આ ઓપરેશન માટે કરવામાં આવ્યું હતું. એલએસી પર તણાવ વધવાની વચ્ચે સૂત્રોએ કહ્યું કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી ના લગભગ ૫૦-૬૦ સૈનિક સોમવાર સાંજે ૬ વાગ્યાની આસપાસ પેન્ગોગ લેકના દક્ષિણ કિનારે સ્થિત ભારતીય ચોકી તરફ આગળ વધ્યા પરંતુ ત્યાં તૈનાત ભારતીય સેનાના જવાનોએ દઢતાથી તેમનો સામનો કર્યો, જેનાથી તેમને પાછળ હટવા મજબૂર થવું પડ્યું.

 

શિવસેના નિવૃત્ત ઓફિસરને માર મારવાના આરોપમાં ઘેરાઇ

શિવસેના ફરી એક વાર વિવાદમાં ફસાઈ
નેવીના પૂર્વ અધિકારી સાથેની મારપીટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, ભાજપે શિવસેના પર પ્રહાર કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૧૨
કંગના રનૌટની સાથ વિવાદોમાં ફસાયા પછી શિવસેના સરકાર ફરી એક વાર ચર્ચામાં છવાઇ છે. સોશિયલ મીડિયા પર પર મુખ્યમંત્રી ઉદ્‌ઘવ ઠાકરેથી જોડાયેલું એક કાર્ટૂન ફોર્વર્ડ કરવાના આરોપ પર નૌસેનાના એક પૂર્વ અધિકારી મદન શર્મા પર હુમલો કરવાનો આરોપ સહ પોલીસે ૬ લોકોની ધરપકડ કરી છે. આ પહેલા સમતા નગર પોલીસમાં શિવસેનાના બે કાર્યકર્તાઓને પણ પકડવામાં આવ્યા છે. જેમાંથી એક શિવસેનાનો શાખા પ્રમુખ કમલેશ કદમ પણ છે. મહારાષ્ટ્રમાં શુક્રવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર બનેલા એક કાર્ટૂનને સોશિયલ મીડિયા પર શેર કરવાથી નારાજ શિવેસનાના કાર્યકર્તાઓએ ૬૨ વર્ષીય એક સેવાનિવૃત્ત નૌસેના અધિકારી મદન શર્મા સાથે મારપીટ કરી. મામલાની તપાસ કરી રહેલા એક પોલીસ કર્મચારીએ આ ઘટના સવારે ૧૧ઃ૩૦ વાગે ઉપનગર કાંદિવલીના લોખંડવાલા કોમ્પેલેક્ષ વિસ્તારમાં થઇ હોવાનું જણાવ્યું છે. સેવાનિવૃત્ત નૌસેના અધિકારી મદન શર્માએ એક વોટ્‌સઅપ ગ્રુપમાં ઠાકરેનું આ કાર્ટૂન મોકલ્યું હતું. કેટલાક શિવસેના કાર્યકર્તા આ પછી તેમના ઘરે ગયા અને તેમની સાથે મારપીટ કરી. શર્માની આંખમાં આ કારણે ચોટ આવી છે. જે પછી હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. નેવીના પૂર્વ અધિકારી મદન શર્માએ આ વાતની સમગ્ર જાણકારી આપતા કહ્યું કે ૮ થી ૧૦ લોકોએ મારી પર હુમલો કર્યો અને મને માર માર્યો. આ પહેલા મને એક સંદેશ માટે ધમકી ભરેલા ફોન પણ આવતા હતા. મેં સોશિયલ મીડિયામાં ખાલી તેને ફોરવર્ડ કર્યો હતો. મેં આખું જીવન દેશની રક્ષા માટે કામ કર્યું છે. અને આ રીતની સરકાર અસ્તિત્વમાં ન હોવી જોઇએ. નૌસેનાના પૂર્વ અધિકારી સાથેની મારપીટનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી ભાજપે શિવસેના પર હુમલો કર્યા છે. અને આ સમગ્ર ઘટના માટે શિવસેના કાર્યકર્તાઓને જવાબદાર ગણાવ્યા છે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસએ આ આખી ઘટના પર દુખ વ્યતિત કર્યું છે. અને કહ્યું છે કે એક વોટ્‌સઅપ ફોરવર્ડના નામે આટલી બર્બરતા યોગ્ય નથી. ઉદ્ધવ ઠાકરે આ ગુંડારાજને રોકવું જોઇએ. અમે માંગ કરીએ છીએ કે અપરાધીઓને કડક સજા કરવામાં આવે.

 

જયશંકરની ચીની વિદેશ મંત્રી સાથે બે કલાક મંત્રણા ચાલી

એલએસી પર તણાવ ઓછો થશે
વિદેશ મંત્રી એસ જયશંકરે સ્પષ્ટ કરી દીધું કે ન્છઝ્ર પર ભારતે ક્યારેય યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૧૧
સરહદ વિવાદને લઈ વિદેશ મંત્રી એસ. જયશંકરની પોતાના ચીની સમકક્ષ વાંગ યી સાથે મોસ્કોમાં ચાલી રહેલી મંત્રણા સમાપ્ત થઈ ચૂકી છે. બંને વિદેશ મંત્રીઓની વચ્ચે બે કલાક સુધી વાતચીત ચાલી છે. સૂત્રોના જણાવ્યા મુજબ બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટ કરી દીધું કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતે ક્યારેય યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ નથી કર્યો. પૂર્વ લદાખના પેન્ગોગ ત્સો લેકના દક્ષિણ કિનારા પર ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે થયેલી ફાયરિંગની ઘટનાથી બંને દેશો વચ્ચે તણાવ ચરમ પર પહોંચી ગયો છે. એવામાં બંને દેશોના વિદેશ મંત્રીઓની આ વાતચીત ખૂબ અગત્યની માનવામાં આવી રહી છે. આ પહેલા વિદેશ મંત્રાલયે જાણકારી આપી છે કે ભારત અને ચીન સરહદ વિવાદને ઉકેલવા માટે ડિપ્લોમેટિક અને સૈન્ય માધ્યમો દ્વારા વાતચીત કરી રહ્યા છે. આ સમજ બંને દેશોના રક્ષા મંત્રીઓની વચ્ચે થયેલી મંત્રણામાં ઊભી થઈ છે. હવે બંને દેશોના વિદેશ મંત્રીઓની મુલાકાતમાં તેની પર ચર્ચા થઈ. ભારત સરહદ પર શાંતિ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. સરકારના સૂત્રોના હવાલાથી કહ્યું છે કે ફીલ્ડ કમાન્ડરોને કહેવામાં આવ્યું છે કે પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન શક્તિનું કારણ વગર પ્રદર્શન ન કરે. સૂત્રોનું કહેવું છે કે વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે ચીની પક્ષ પોતાની તરફ ફાયરિંગ પ્રેક્ટિસ પણ કરી રહ્યું છે. ચીન આ પ્રેક્ટિસ ભલે પોતાના વિસ્તારમાં કરે રહ્યું છે પરંતુ તેનો અવાજ ભારતીય વિસ્તારોમાં પણ સંભળાય છે. ભારતીય પક્ષે બ્રિગેડિયર સ્તરની સૈન્ય વાતચીત દરમિયાન ચીની સૈનિકો દ્વારા ભાલા અને ધારદાર હથિયાર સાથે રાખવાનો મામલો પણ ઉઠાવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે ચીને વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે લગભગ ૫૦ હજાર સૈનિકોને એકત્ર કરી રાખ્યા છે જેમની પાસે ટેન્કો અને અન્ય યુદ્ધક સામાન છે. આ ઉપરાંત વિસ્તારોમાં યુદ્ધક સામગ્રીની સંખ્યા વધારવામાં આવી રહી છે. આ પહેલા એક વરિષ્ઠ અધિકારી સૂત્રના હવાલાથી ખબર આવી હતી કે, ફેસ ઓફની ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે, પરંતુ આપણે યુદ્ધને આરે નથી પહોંચ્યા. ચીનો એક પૂર્ણ વિકસિત સંઘર્ષ સુધીનું નિર્માણ કરે છે, પરંતુ હજુ સુધી માત્ર મામૂલી વાતો જ થઈ છે. હજુ ચીની તૈનાથી વધુ ઝડપી નથી. જોકે તેઓએ એમ પણ કહ્યું કે, તમે ચીનીઓ પર ભરોસો ન મૂકી શકો. ૨૯ તારીખની સવાર, ચુશૂલમાં ચીની કમાન્ડરે પોતાના ભારતીય સમકક્ષ સાથે વાત કરી હતી તેમ છતાંય તે જ રાત્રે તેઓએ આપણી પોસ્ટ તરફ પોતાના સૈનિકોને મોકલ્યા હતા.

 

કોરોના રસીનું ટ્રાયલ રોકાઈ જતા ચિંતાની વાત નથીઃ ડબલ્યુએચઓ

ઓક્સફોર્ડની કોરોના રસીનું ટ્રાયલ અટકાવવા આવ્યું
WHOનું કહેવું છે કે ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને દવા કંપની એસ્ટ્રોજેનેકા વિકસિત કોવિડ-૧૯ રસીનું પરીક્ષણ રોકાવાથી સંસ્થા વધારે ચિંતિત નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
લંડન, તા.૧૧
કોરોના વાયરસ સામે લડવા માટે જે કોરોના રસી પર સૌથી વધારે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો તેનું ટ્રાયલને રોકવાની ફરજ પડી છે. આવામાં વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને દવા કંપની એસ્ટ્રોજેનેકા વિકસિત કોવિડ-૧૯ રસીનું પરીક્ષણ રોકાવાથી સંસ્થા વધારે ચિંતિત નથી. ડૉક્ટર સૌમ્યા સ્વામીનાથને ઓક્સફોર્ડના ક્લીનિકલ પરીક્ષણમાં બ્રેક વાગી હોવાની ઘટનાને દુનિયા માટે એ સમજવાની તક ગણાવી છે કે રિસર્સમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે. સ્વામીનાથને જણાવ્યું છે કે, વ્યક્તિ પર અત્યાર સુધી થયેલા પરીક્ષણમાં ઘણાં સારા આંકડા આવ્યા છે અને તેમાં થોડા સમય માટે ઘણાં રોગ સામે લડવાની ક્ષમતા મળી રહી છે. તેમનું માનવું છે કે રસી લોકોને રોગથી બચાવવામાં સક્ષમ છે કે નહીં તે જાણવા માટે હજારો-લાખો લોકો પર પરીક્ષણ કરવાની જરુર છે. સ્વામીનાથને કહ્યું કે બની શકે છે કે વર્ષના અંતમાં કેટલાક પરિણામ આવે, કે પછી આગામી વર્ષે પરિણામ આવે. તેમણે કહ્યું કે, આપણે પરિણામ મેળવવા માટે થોડી ધીરજ રાખવી પડશે. આપને જણાવી દઈએ કે ટ્રાયલ દરમિયાન એક વ્યક્તિની તબિયત ખરાબ થવાની ખબરો આવ્યા બાદ ઓક્સફોર્ડની વેક્સીનના ટ્રાયલને રોકવાની ફરજ પડી છે. અમેરિકા, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, ભારત સહિત ૬૦ લોકેશન પર આ રસીનું ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી હતી. બીજી તરફ ટ્રાયલ રોકવા છતાં છજંટ્ઠિઢીહીષ્ઠટ્ઠના સીઈઓ પાસ્ક સોરિયટે વેક્સીન જલદી ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે આ વેક્સીન આ વર્ષના અંત સુધીમાં કે આગામી વર્ષની શરુઆતમાં આવી શકે છે. રસીની ટ્રાયલને એ સમયે રોકી દેવામાં આવી હતી જ્યારે તેની ગંભીર અસરો દેખાઈ હતી. સોરિયટે કહ્યું છે કે આવી ટ્રાયલને વચ્ચે રોકવી સામાન્ય છે. અત્યારે આખી દુનિયાની નજર આ ટ્રાયલ પર છે, એટલા માટે તેની ચર્ચા થઈ રહી છે.
આમ છતાં તેમણે આશા વ્યક્ત કરી છે કે વર્ષના અંતમાં રેગ્યુલેટરી અપ્રૂવલ માટે ડેટા મેળવવામાં આવી રહ્યા છે. ત્રીજા તબક્કામાં ચાલી રહેલા ટ્રાયલમાં દુનિયાભરમાં ૫૦ હજાર કરતા વધારે લોકો જોડાયા છે. વેક્સીન હાલ જે ટ્રાયલમાં છે તેને પાર કર્યા બાદ સુરક્ષા અને અસરના ડેટાને મંજૂરી મેળવવાનું કામ બાકી રહેશે. ટ્રાયલ દરમિયાન એક વોલિનિટિયર્સની તબિયત ખરાબ થઈ હતી. તેની કરોડરજ્જૂમાં સોજો આવી ગયો છે જે ઈન્ફેક્શનના કારણે થયું છે.