ટ્રાફિક ઈ-મેમો પેટે ૪૦.૩ કરોડ દંડની વસૂલાત બાકી

અમદાવાદીઓના ૧૭.૪ લાખ ઈ-મેમોનો દંડ બાકી
એક વર્ષમાં શહેરના ૧૧૧ ચાર રસ્તા પર લાગેલા કેમેરા દ્વારા કુલ ૨૬.૩ લાખ ઈ-મેમો જનરેટ કરવામાં આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૧
અમદાવાદ ટ્રાફિક સિગ્નલ્સ પર કેમેરા લાગી જતા અમદાવાદીઓ નિયમોનું પાલન કરતાં થયાં છે. જોકે, જે લોકોને સુધરવું જ નથી, તેઓ કેમેરાને પણ ગાંઠવાનું નામ નથી લઈ રહ્યાં. ૨૦૧૮થી શહેરમાં ટ્રાફિકના નિયમો તોડતા કેમેરામાં ઝડપાયેલાં લોકોનાં ઈ-મેમો ઘરે મોકલવામાં આવે છે, પરંતુ અમદાવાદીઓએ હજુય ૧૭ લાખ મેમો ભર્યા જ નથી. છેલ્લા એક વર્ષમાં અમદાવાદના ૧૧૧ જેટલા ટ્રાફિક જંક્શ પર લાગેલા કેમેરા દ્વારા કુલ ૨૬.૩ લાખ ઈ-મેમો જનરેટ થયા હતા. જેમાંથી ૮.૯ લાખ મેમોનો જ ૧૮.૫ કરોડ જેટલો દંડ ભરાયો હતો. જ્યારે, ૧૭.૪ લાખ જેટલા ના ભરાયેલા મેમોના દંડની રકમ ૪૦.૩ કરોડ રુપિયા જેટલી થવા જાય છે. આમ, લગભગ ૪૫ ટકા જેટલા ઈ-મેમો ભરાયા જ નથી. બીજી તરફ, કુલ ૨૬.૩ લાખ ઈ-મેમોના દંડની ૫૮.૮ કરોડની રકમમાંથી ૧૮.૫ કરોડનો દંડ જ લોકોએ ભર્યો છે. મતલબ કે, દંડની રકમની વસૂલાત તો અડધાથી પણ ઓછી છે. કેટલાક ઈ-મેમો તો છેક ૨૦૧૯ના છે, કે જેમનો દંડ હજુ સુધી નથી ભરાયો. આમ, ના ભરાયેલા ઈ-મેમોના દંડની રકમ ૪૦ કરોડ રુપિયા જેટલી થવા જાય છે. અમદાવાદીઓનું આ મામલે વર્તન સમજવા માટે ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી હૈદરાબાદ અને દિલ્હી સ્થિત ઈન્દ્રપ્રસ્થ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દ્વારા સરવે કરવામાં આવ્યો હતો. જેમાં ૨૬.૩ લાખ જેટલા ઈ-મેમોનું એનાલિસિસ કરાયું હતું. અમદાવાદીઓએ આ ગાળામાં ૧૦૦૦ રુપિયાથી ઓછો દંડ હોય તેવા ૮.૯ લાખ ઈ-મેમો ભર્યા હતા, જેની ટકાવારી કુલ ઈ-મેમોના ૩૪ ટકા જેટલી થાય છે. જોકે, દંડની રકમ ૧,૦૦૦ રુપિયાથી વધારે હોય તેવા કિસ્સામાં માત્ર ૧૯ ટકા ઈ-મેમો જ ભરવામાં આવ્યા છે. સરવેમાં એ પણ જાણવા મળ્યું હતું કે ઓવરસ્પીડિંગના ઈ-મેમો લોકો ભરી દે છે, પરંતુ બીઆરટીએસ લેનમાં ઘૂસવા બદલ મળેલો મેમો ભરવાનું પ્રમાણ ઓછું છે. એવું પણ ધ્યાને આવ્યું છે કે ઈ-મેમો ના ભરનારાઓમાં મોટાભાગના લોકો વારંવાર નિયમો તોડે છે, અને તેમના નામે એકથી વધુ ઈ-મેમો જનરેટ થયા છે. સરવેમાં મળેલી માહિતી અનુસાર, ૫૭ ટકા ઈ-મેમો રિપિટેડ ઓફેન્ડર્સને ઈશ્યૂ થયેલા છે. સપ્ટેમ્બર ૨૦૧૯માં ટ્રાફિકના નિયમો કડક બનાવાયા હતા, અને દંડની રકમમાં પણ જંગી વધારો કરાયો હતો. નવાઈની વાત એ છે કે, સપ્ટેમ્બર ૨૦૧૯માં જનરેટ થયેલા ઈ-મેમોની સંખ્યા સપ્ટેમ્બર ૨૦૧૮માં જનરેટ થયેલા ઈ-મેમો કરતા ૧૫ ટકા વધારે હતી.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope