સુરત શહેરમાં પોલીસે વોચમેનને માર માર્યો

સુરતશહેરમાં પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે. આર્મીના મેજરના પિતાને પોલીસે માર માર્યા બાદ મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. વરાછા પોલીસે ત્રણ દિવસ પહેલા દારૂના કેસમાં એક વોચમેનની ધરપકડ કરી હતી. જાેકે, પોલીસે વોચમેનને ઢોરમાર મારતા તેના માથાની નસ ફાટી જતા બ્રેઇન હેમરેજ થઇ ગયું હોવાની અરજી પોલીસ કમિશનરને ભોગબનનારના પરિવાર દ્વારા કરવામાં આવી છે. ડી-સ્ટાફે માર મારતા વોચમેનની હાલત હાલ ગંભીર થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ સમગ્ર પ્રકરણની તપાસ ઉચ્ચ પોલીસ અધિકારીઓને સોંપી ન્યાયની માંગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કાપોદ્વા પોલીસના કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા એક વેપારીના પુત્રને માર મારવામાં આવતા સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે વરાછા પોલીસના મારને પગલે વોચમેન હોસ્પિટલના બિછાને ગંભીર હાલતમાં હતો. જેનું આજે સવારે મોત નીપજ્યું છે. સુરતમાં પોલીસ દ્વારા માર મારવામાં આવેલા વોચમેનનું મોત નીપજ્યું છે. મૃતક વોચમેનનો પુત્ર અંકુશ તોમર જમ્મુ કાશ્મીરમાં આર્મીમાં મેજર છે. ઘટનાની તપાસ પોલીસ કમિશ્નર ધ્વારા એસીપી લેવલના અધિકારી આપી છે. ઘટનાની વિગેત વાત કરીએ તો, નવાગામ-ડિંડોલી ખાતે આવેલા મહાદેવનગરમાં રહેતા સતીષ રાજેન્દ્ર તોમરે પોલીસ કમિશનર અજયકુમાર તોમરને અરજી કરી છે. જે અરજીમાં તેમણે જણાવ્યું છે કે, તેના કાકા શિવસિંગ કુવરસિંગ વરાછા રોડ ખાતે એક ડાયમંડ ફેક્ટરીમાં વોચમેનનું કામ કરે છે. ગઇ ૧ સપ્ટેમ્બરના રોજ વરાછા પોલીસે શિવસિંગની પ્રોહીબીશનના કેસમાં પોલીસે ધરપકડ કરી હતી. બીજા દિવસે શિવસિંગને કોર્ટમાં રજુ કરતા જામીન ઉપર મુક્ત કરાયો હતો. ત્યારબાદ તે વરાછા પોલીસ મથકે તેનો મોબાઇલ અને પાંચ હજાર રોકડા જે પોલીસ પાસે હોય તે લેવા માટે ગયા બાદ પરત ફેક્ટરી ઉપર પહોંચતા. તેની ત?બિયત લથડતા સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેની હાલત નાજુક જણાતા તબીબોની સલાહ પ્રમાણે વધુ સારવાર માટે નવી સિવિલ લઇ જવાતા ત્યાં તેને માથાની નસ ફાટી જવાથી બ્રેઇન હેમરેજ થયું હોવાનું તેમજ માર મારવાથી ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ મથકેથી પરત ડાયમંડ ફેક્ટરી ઉપર પહોંચ્યા બાદ શિવસિંગની તબિયત લથડતા આ બાબતે પરિવારજનોને શંકા ઉપજી હતી. જાેકે સારવાર માટે સિવિલ ખસેડવામાં આવ્યા બાદ આજે વોચમેનનું મોત થયું છે. પોલીસ મથકમાં જ તેની સાથે કોઇ અણબનાવ બન્યો હોવાનું પરિવારનો આક્ષેપ છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope