જૂનાગઢમાં વકીલની ર્નિમમ હત્યા

જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમા રહેતા એડવોકેટ નિલેશ દાફડાની રવિવારની રાતે ર્નિમમ હત્યાની ઘટના સામે આવી છે. આ વકીલની હત્યાનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. હાલ ડીવાયએસપી સહીતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે હાજર છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ વકીલ નિલેશ દાફડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, રવિવારે મોડી રાતે વકીલની તેમના જ ઘરમાં હત્યા કરવામાં આવી છે. વકીલના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘરમાં તેમની સાથે બે સંતાન અને પત્ની રહેતા હતા. અચાનક થયેલી આ દૂર્ઘટનામાં પરિવારનો આધાર જતો રહેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. આ હત્યાથી આખા શહેરમાં ચકચાર મચી જવા પામી છે. આ ર્નિમમ હત્યાની જાણ થતા ડીવાયએસપી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર આવી ગયો હતો. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે કર્યા છે અને પરિવારના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ વકીલને કોઇ વ્યક્તિ સાથે મનદુખ કે ઝઘડો હતા કે નહીં તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. થોડા સમય પહેલા આવો બનાવ કચ્છના રાપરમાં પણ બન્યો હતો. કચ્છના રાપર શહેરમાં ધારાસભ્યના કાર્યાલય પાસે જ વકીલ દેવજીભાઈ વીંછીયાભાઈ મહેશ્વરી (ઉ.વ ૫૦)ની ભર બજારમાં હત્યા કરાતા ચકચાર મચી હતી. બનાવની વાત કરીએ તો, સાંજે સાડા છની આસપાસમાં વકીલ ઓફિસે જઇ રહ્યા હતા. ત્યારે જ એક યુવાન છરી લઈને બહાર તેમની રાહ જાેઈ રહ્યો હતો. દેવજીભાઈ ઓફીસના પગથિયાં ચડ્યાં કે હુમલાખોરે હુમલો કરીને લોહી લુહાણ કરી નાખ્યાં હતા અને આરોપીએ તેમના ઉપર છરીના ઉપરાછાપરી ઘા ઝીંક્યા બાદ ફરાર થઇ ગયો હતો. જે બાદ વકીલ દેવજીભાઈને ગંભીર રીતે ઘાયલ થતા સરકારી હોસ્પિટલમાં ખસેડાયાં હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. હુમલો કરનાર શખ્સ સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope